Abtak Media Google News

ચાલુ વર્ષે મેઘરાજાની વહેલી પધરામણીના કારણે જૂન માસનાં અંત પહેલા જિલ્લાની ૯૨ ટકા ખેતીલાયક જમીન પર વાવેતર થઈ ચૂકયું

દર વર્ષે કેરળમાં ૧ લી જૂનથી ભારતમાં પ્રવેશતા મેઘરાજા ધીમેધીમે ઉતર તરફ ગતિ કરીને દેશભરમાં વરસતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે પહેલા અમ્ફાન અને ત્યારબાદ નિર્સગ વાવાઝોડા તથા દક્ષિણ પશ્ર્ચિમના પવનના કારણે ચાલુ વર્ષે દેશભરમાં મેઘરાજાની ૧૨ દિવસ વહેલું આગમન થયું છે. જેથી, સામાન્ય રીતે ૨૦મી જૂનની આસપાસ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મેઘ મહેર વરસાવતા મેઘરાજાની સ્વારી વહેલી આવી જવા પામી છે. રાજકોટ જિલ્લામાં પણ વહેલી મેઘ સ્વારીના કારણે ચાલુ જૂન માસનો અંત આવે તે પહેલા ખેડવાણલાયક જમીનમાંથી ૯૨ ટકા જમીન પર વાવેતર થઈ જવા પામ્યું છે. રાજકોટ જિલ્લામાં મુખ્યત્વે મગફળી અને ક્પાસનું વાવેતર થવા પામ્યું છે.

Vlcsnap 2020 06 27 13H27M38S23

રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ જિલ્લાની ખેડવાણલાયક ૫,૩૫,૬૭૧ હેકટર જમીનમાંથી ૪,૯૧,૦૧૧ હેકટર જમીનમાં વાવેતર થઈ જવા પામ્યુ છે. જેમાં સૌથી વધારે ૨,૭૩,૨૭૪ હેકટર જમીન પર મગફળીનું વાવેતરા જયારે ૧,૯૦,૮૫૬ હેકટર જમીન પર કપાસનું વાવેતર થવા પામ્યું છે. ૧૨,૧૦૯ હેકટર જમીનમાં ઘાસચારો, ૭,૬૪૧ હેકટરમાં શાકભાજી, ૧,૯૯૭ હેકટરમાં, સોયાબીન ૧,૧૯૭ હેકટરમાં મગ ૧,૧૮૩ હેકટરમાં તલ ૧૦૦૯ હેકટરમાં અડદ, ૯૨૯ હેકટરમાં તુવેર ૪૪૩ હેકટરમાં બાજરો ૧૩૫ હેકટરમાં , દિવેલ ૧૧૦ હેકટરમાં, મઠ ૧૦૪ હેકટરમાં જુવાર ૧૨ હેકટર, મકાઈ ૧૨ હેકટર જમીનમાં અન્ય કઠોળનું વાવેતર થયું છે.

ગત વર્ષે સારા વરસાદના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તમામ પાકોનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થવા પામ્યું હતુ આ વર્ષે પણ વહેલા પડેલા વરસાદ અને હાલમાં વરસાદની સ્થિતિના કારણે તમામ પાકોનું મબલખ ઉત્પાદન થવાની સંભાવના ખેતીવાડી વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ગત વર્ષે કપાસના પાકમાં જોવા મળેલી ગુલાબી ઈયળના ઉપદ્રવના કારણે તથા સરકારે મગફળીના જાહેર કરેલા સારા ટેકાના ભાવોનાં કારણે આ વર્ષે જિલ્લામાં મગફળીનું વાવેતર વધ્યું છે. જિલ્લામાં સૌથી વધારે ગોંડલ તાલુકાની ૪૪,૮૦૦ હેકટર જમીન અને જસદણ તાલુકાની ૩૬,૪૨૭ હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થવા પામ્યું છે. ખેડુતો બિયારણ ખરીદીમાં ન છેતરાય તે માટે સરકારનો ગણવતા નિયંત્રણ વિભાગ સતત કાર્યરત હોય સારા ખેત ઉત્પાદનની સંભાવના છે.

ખેડૂતોએ માન્ય વિક્રેતા પાસેથી પાકા બિલ સાથે બિયારણ ખરીદવુ જોઇએ: બી.એમ. આગઠ

Vlcsnap 2020 06 27 13H37M49S420

ખેતીવાડી વિભાગના ગુણવતા નિયંત્રણ વિભાગના થાયબ ખેતી નિયામક બી.એમ.આગઠએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે રાજયનો ગુણવતા વિભાગ બિયારણની કવોલીટી ચકાસવાનું કામ કરે છે. જે માટે દરેક તાલુકામાં એગ્રીકલ્ચર ઇન્સપેકટર હોય છે. તેમના દ્વારા ચેકિંગ થતું હોય છે. રાજય સરકાર પણ ફલાઈગ સ્કવોડની કામગીરી થતી હોય છે અને ખેડૂતોને સવાદ આપીએ છીએ અમારા જે માન્ય લાયસન્ય ધારક વિક્રેતા પાસેથી જ વેટ નંબર બેંચ નંબર અને ઉત્પાદક કંપનિના નામ સાથેનું પાકુ બિલ સાથે બિયારણ ખરીદવાનો આગ્રદ રાખવો જોઇએ. ખેડૂતો તરફથી ઉભા પાકની કોઇ ફરિયાદ હોય તો તે માટે ઉત્પાદકની કમીટી કાર્ય કરે છે. વર્ષ દરમિયાન ગુણવતાને લઇ અમારો વિભાગ સતત કાર્યરત હોય છે. બીયારણ ટેસ્ટીંગ માટે જુનાગઢ અને ગાંધીનગર ખાતે બિજ ચકાસણી પ્રયોગ શાળા છે. ત્યાં એમના નમુના વેવામાં આવતા હોય છે. અને લેબોરેટરીમાં નબળું કે બિનખેતી લાયક સાબીતી થતાં બીયારણ કંપનિના માલિક સામે કાયદેસરની કાર્યવાહી થતી હોય છે. ખેડૂત બિયારણનું વાવેતર કર્યા બાદ છેતરાયાનું ખુલે તો તેના માટે ઉભા પાકની કમીટી દ્વારા સ્થાળ તપાસ કરી ને ખેડૂતોને રીપોટ આપે છે અને આ રિપોર્ટ પરથી ખેડૂત ગ્રાહક સુરક્ષા વિભાગમાં છેતરાયા અને નુકશાનીનું ફરિયાદ કરી શકે છે.

સરકારે ટેકાના સારા ભાવે ખરીદી કરતા મગફળીનું વાવેતર વઘ્યું: વી.એ. ટીલવા

Vlcsnap 2020 06 27 13H15M38S390

જીલ્લા ખેતીવાડી અધિકારી વી.એ. ટીલવા એ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લામાં કુલ વાવેતર વિસ્તાર પ લાખ ૩પ હજાર હેકટર છે. જેમાંથી અભ્યાર સુધીમાં ૪ લાખ ૯૧હજાર હેકટર જેટલું વાવેતર થઇ ચુકયું છે. મુખ્યત્વે બે પાક કપાસ અને મગફળીનું વાવેતર વધારે થયું છે. જેમાં ૧ લાખ ૯૧ હજાર હેકટર જેટલું કપાસનું વાવેતર અને મગફળીનું ર લાખ ૭૩ હજાર હેકટર જેટલું વાવેતર થયું છે. શાકભાજીનું ૭ હજાર હેકટર જેટલું તેમજ ઘાસચારનું ૧ર હજાર હેકટર જેટલું કઠોળનું ૪ હજાર હેકટર જેટલું વાવેતર થયું છે. મગફળીનું વાવેતર વઘ્યું છે અને કપાસનું વાવેતર ધટવાનું મુખ્ય કારણ ગત વર્ષે કપાસમાં ગુલાબી ઇયળનો રોગ આવ્યો હતો ભાવમાં પણ ધટાડો છે. જયારે ગત વર્ષે મગફળીના ભાવ પણ સારા છે. ઉત્પાદન સારુ મળ્યું હતું. સાથે સાથે સરકારે સારા એવા ટેકાના ભાવે મગફળની ખરીદી કરી છે. આ કારણોથી મગફળીના વાવેતરમાં વધારો થયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં વરસાદ સારો પડયો હોય વાવણી પણ સમયસર થઇ હોવાથી આ વર્ષે સારું ઉત્પાદન થવાની સંભાવના છે. ગયા વર્ષે મગફળીનું ર લાખ ૩૩ હજાર હેકટર જેટલું વાવેતર થયું હતું જેમાં એવરેજ ૩૭૦૦ કિલો ઉત્૫ાદકતા લેખે કુલ ૮ લાખ ૯૪ હજાર મેટ્રીક ટન જેટલું ઉત્પાદન થયું હતું. કપાસનું ગયા વર્ષે ર લાખ ૬૪ હજાર હેકટર જેટલું વાવેતર થયું હતું. જેમાં ઉત્પાદકતા ૧૯૦૦ કિલો જેટલી હતી અને ૪.૫ લાખ મેટ્રીન ટન જેટલું ઉત્પાદન થયેલું હતું. ગયા વર્ષે બમ્પર પાક થવાનું કારણ સમયસર વાવણી અને સમયસર થયેલો વરસાદ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.