Abtak Media Google News
100 દિવસીય તપ સાધના- લઘુસર્વતોભદ્ર મહાતપ આરાધક પૂ. પરમ સ્વમિત્રાજી મહાસતીજી એવમ  87 દિવસીય તપ સાધના,  ઘુસિંહનિષ્ક્રિડીત મહાતપ આરાધક  પાયલબેનઅજમેરાના થશે પારણા

નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથીદીક્ષા અંગીકાર કરનારા   પરમ સ્વમિત્રાજી મહાસતીજીએ ગુરુકૃપાએ લઘુ સર્વતોભદ્ર મહાતપ નિર્વિઘ્ને પરીપૂર્ણ કરતા, તેમજ રાજકોટ નિવાસી  પાયલબેન અજમેરાએ લઘુસિંહનિષ્ક્રિડીત મહાતપની નિર્વિઘ્ને પૂર્ણાહુતિ કરતા, બંને તપસ્વી આત્માઓના પારણા અવસરે તપોત્સવનું આયોજન કચ્છ, ગામ પુનડીના જઙખ આરોગ્યધામ ખાતે કરવામાં આવ્યું છે.

Advertisement

ચાર વર્ષ પહેલા રાજકોટમાં પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરીને ટૂંકા દીક્ષા પર્યાયમાં એક માસક્ષમણ તપની આરાધના સાથે 75 ઉપવાસ સાથેની લઘુસર્વતોભદ્ર મહાતપઆરાધના કરનારા પૂજ્ય શ્રી પરમ સ્વમિત્રાજી મહાસતીજીના પારણા અવસરે તારીખ 8/10/2022 શનિવાર સવારે 8:30 કલાકે તપોત્સવ યોજાશે. એ સાથે જ છેલ્લા છ મહિનાથી 187દિવસના સમયગાળામાં માત્ર 33 પારણા સાથે 154 દિવસના ઉપવાસની ઉગ્રાતિઉગ્ર આરાધના કરનારા શ્રી પાયલબેનઅજમેરાનાપારણા અવસરે તારીખ 7/10/2022 શુક્રવાર સવારે 8:30 કલાકે તપોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે.બે દિવસીય આ તપોત્સવમાં તપ ધર્મ અને તપસ્વી આત્માઓની અનુમોદના કરતા તપસ્વી સન્માન શોભા યાત્રા તેમજ સાંજી સ્તવના અનેરા સ્વરૂપે યોજાશે.તપસ્વી આત્માઓની અનુમોદના કરવા આ અવસરે કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ આદિ અનેક ક્ષેત્રોથી બહોળી સંખ્યામાં ભાવિકો પુનડી પધારીને અનુમોદનાના ભાવમાં ભીંજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.