Abtak Media Google News

જયારે ધાર્યા કરતા ઓછુ મળે તો પણ જે લોકો ખુશ રહે છે તેના માટે સફળતા કરતા ખુશી વધુ મહત્વની છે

અત્યારે ખૂબ ઝડપીથી ચેન્જ આવી રહ્યો છે ત્યારે એ જ વ્યક્તિ ખુશ રહેશે જેણે સમયસર પોતાનામાં બદલાવ લાવ્યો છે

પ્રશ્ન:- ખુશી શું છે? તેના વિશે લોકોને જણાવશો

જવાબ:- આજના સમયમાં ખુશી એક એવો શબ્દ છે જને લોકો શોધી રહ્યા છે દરેક વ્યક્તિને તેના કામ પાછળ ખુશી જોઇએ પણ કયાંકને કયાંક તેને ખુશી મળતી નથી જેથી લોકો બહારથી ખુશીને ગોતવા નીકળે છે પણ મળતી નથી કયાંકને કયાંક જોવા જઇએ તો ખુશી બહાર નહી પરંતુ પોતાની અંદર જ મળે છે પણ તે સૂતેલ હોય છે. આપણે તેને જગાળવી પડે છે.

પ્રશ્ન: અત્યારે લોકો ચીંતા ના લીધે આત્મહત્યા કરી રહ્યા છે શુ કહેશો?

જવાબ:- દુનીયામા ૫ કરોડથી વધારે લોકો ચીંતાના શિકાર બન્યા છે જયારે કોરોનાના સમયમા તેની સંખ્યામાં વધારો થયો છે તેનું કારણએ છે કે લોકો વિચારે છે કે ભવિષ્યમા હવે શુ થશે? જીંદગીમાં આગળ વધુ છે બીજા સાથે પોતાની જાતને સરખામણી કરવી સંબંધોના લીધે પણ ચીંતામા લોકો મુકાય છે હાલના સમયમાં ટેકનોલોજીથી લઇ બધી સુવિધા ઉપલબ્ધ છે છતા પણ લોકોમા ચીંતાનુ મોજુ ફરી વળ્યુ છે બોલીવુડમા પણ બધી સુવીધા અને પૈસા પણ છે છતા ત્યાં આત્મહત્યાના કેસો વધી રહ્યા છે અત્યારે ૧૪ વર્ષનો છોકરો પણ ચીંતામા છે અને ખુશીની શોધ કરી રહ્યો છે.

પ્રશ્ન:- આજના સમયમા લોકો ભૌતીકવાદી બની રહ્યા છે. તો શું આત્મહત્યાના કેસ તેના લીધે વધી રહ્યા છે?

જવાબ:- અમેરીકાને પહેલા નંબરનો દેશ કહેવામાં આવે છે તો ત્યાંના લોકો સૌથી વધારે ખુશ હોવા જોઇએ પણ તેવું નથી ફકત પૈસા કે વસ્તુ થી ખુશી નથી મળતી કોઇ પણ વ્યક્તિ કેટલા પણ પૈસા કમાય પણ તેની ભૌતિકતાનો અંત જ નથી. માણસો પોતાની જીંદગીના ૫૦ વર્ષ પોતાની તબીયત પર ધ્યાન ન દઇને પૈસા કમાય છે અને તે પછીના વર્ષ તબીયતને જાળવવા પૈસા વાપરે છે.

પ્રશ્ન:- બોલીવુડમા બધુ હોવા છતા પણ લોકો શા માટે ખુશ નથી રહી શકતા?

જવાબ: માણસોમા અતીરેકતા વધારે જોવા મળે છે તે મવ્યુ છે તે હજુ પણ મળે તેવી ઇચ્છા રાખે છે જેનો ખંત નથી જેથી માણસની ખુશી લધુ હોવા છતા પણ દૂર થઇ જાય છે.

પ્રશ્ન:- હાલના સમયમા ડીજીટાઇઝેશન વધી રહ્યુ છે શુ કહેશો?

જવાબ:- આપણે જોયુ હશે કે ફોન મા ઇન્ટરનેટ દ્વારા પોતાનો સારો સમય વ્યર્થ કરતા હોય છે ઘણા ઓછા લોકો હશે જેને સારો ઉપયોગ કરતા આવડતુ હશે ફેસબુકમા કોઇને ૫૦૦ લાઇક મળે તો તે ખુશ થાય છે જયારે ખરેખર તેની પાસે કંઇ જ નથી ફેસબુક ઉપર મીત્રો હશે પણ ખરેખર મીત્રો કોઇ નથી. વચ્યુઅલ વર્લ્ડને લીધે જે લોકોની ખુશી છે નવાઇ જતી હોય છે જેટલો સમય લોકો આમા વિતાવે છે તેનો મતલબ કે પોતાના પરીવારજનો અને બીજી એકટીવીથી દૂધ છે આ સીવાય માથુ દુખવુ, આંખમા નુકશાન થવુ, કમર દુખવી જેવી બીમારીઓ પણ આવે છે અત્યરના વિદ્યાર્થીઓને આદત વધતી જાય છે જેને દૂક કરવા સેન્ટરો પણ બનાવવામાં આવી રહયા છે.

પ્રશ્ન:- કોન્સેપ્ટ ઓફ લો સ્કેરસીટી એટલે શું ?

જવાબ:- ઈકોનોમીકસનો એક લો છે લો ઓફ સ્કેરસીટી તેનો મતલબ એ છે કે કોઈપણ માણસને ૧૦ માંથી ૮ વસ્તુ મળે છે છતાં તે ૮ વસ્તુ મળી તેની ખુશી વ્યકત નથી કરતો પણ જે બે વસ્તુ નથી મળી તેના પર પોતાનું પુરુ ધ્યાન આપે છે. કારણકે તેને દુ:ખ થાય છે કે ૨ વસ્તુ શું કામ ન મળી

પ્રશ્ન:- સફળતાથી ખુશી મળે છે કે ખુશીથી સફળતા મળે છે ?

જવાબ:- હેપીનેસ એ એક આવડત છે લોકો પોતાનું કામ કરીને ખુશી વ્યકત કરતા હોય છે. લોકો એમ સમજે છે કે જે મને જોતુ હતું તે મળી ગયું એટલે બધુ મળી ગયું પણ એવું હોતુ નથી આ સફળતા મળ્યા પછી પણ ખુશી ન મળે તેવું છે. જયારે ધાર્યા કરતા ઓછુ મળે તો પણ જે લોકો ખુશ રહે છે તેના માટે સફળતા કરતા ખુશી જરૂરી છે.

પ્રશ્ન:- લોકોની સફળતાની પોતાની વ્યાખ્યા હોય છે શું સફળતાના લીધે હેપીનેસ વધારે કે ઓછી હોય છે ?

જવાબ:- બે વ્યકિતમાંથી એક પૈસા મળતા જ ખુશ છે જયારે બીજો પૈસા મળતા પછી પણ હજુ કંઈ માંગે છે ત્યારે સફળતાની વ્યાખ્યા જુદી પડે છે. કોઈ વસ્તુને પામવાની ઈચ્છતા હોય અને તે વસ્તુની જગ્યા ઉપર પહોંચ્યા. બીજી ચાર વસ્તુ પામવાની ઈચ્છા જાગે છે પછી તે ચાર વસ્તુ પાછળ દોડવા માગે છે અને એવુ લાગે છે કે તે મળ્યા પછી જ ખુશી મળશે અને તે ચાર વસ્તુએ પહોંચે ત્યારે તે ચાર માંથી સોળ થઈ જાય છે આ એક અંત વગરની ક્રિયા છે.

પ્રશ્ન:- હાલ કોરોનાના સમયમાં ચિંતાઓ વધી રહી છે ત્યારે હેપીનેસને કઈ રીતે જાળવી રાખવી ?

જવાબ:- આ પરિસ્થિતિ કોઈ એ વિચારી નથી. આ એક પડકારરૂપ સમય છે. અત્યારે લોકો નેગેટીવીટી તરફ દોડી રહ્યા છે. ટીવી કે મોબાઈલમાં કેટલા લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા કેટલા લોકોને કોરોના થયો તેની પર ધ્યાન લગાવી રહ્યા છે જેનો કોઈ ફાયદો જ નથી. ખરેખર લોકોને પોતાની તબિયત ઉપર ધ્યાન આપવું જોઈએ, કાળજી રાખવી જોઈએ. પોતાના પરીજનો સાથે સમય વિતાવવો જોઈએ એવા કામ કરવા જોઈએ જે પોતાને ખુશી આપે. અત્યારે ખુબ જ ઝડપી રીતે વસ્તુઓ બદલાઈ રહી છે તેજ વ્યકિત ખુશ રહેશે જેણે સમયસર પોતાનામાં બદલાવ લાવ્યો અને તેજ ખુશીને પ્રાપ્ત કરી શકશે.

પ્રશ્ન:- વર્લ્ડ હેપીનેસ ઈન્ડેકક્ષ શું છે ?

જવાબ:- ચાર પરીબળ હોય છે જે કોઈપણ દેશના હેપીનેસ ઈન્ડેકસને બતાવે છે. એક તો ત્યાંના લોકો કેટલા પૈસા કમાવે છે ? બીજુ ત્યાંની જીડીપી ત્રીજુ ત્યાંના લોકોના એકબીજા સાથે સંબંધ કેવા છે ? અને ચોથુ એકબીજા સાથે મળીને કેવી રીતે રહે છે આ પરીબળમા જે આગળ છે તેના હેપીનેસ ઈન્ડેક્ષને આગળ માનવામાં આવે છે. વર્લ્ડમાં અત્યારે નંબર એક પર ફીનલેન્ડ બીજા નંબર ઉપર ડેનમાર્ક અને ત્રીજા નંબર ઉપર નોર્વે છે. એશિયાની વાત કરીએ તો સૌથી ઉપર ભુતાન છે તેણો જીએચઆઈ શરૂ કરેલ છે. (ગ્રોથ હેપીનેસ ઈન્ડેકક્ષ) જે ખુબ જ સારો વિચાર છે. જે દેશમાં લોકો ખુશ છે ત્યાં બધુ સારું જ છે.

પ્રશ્ન:- માણસના જીવનમાં એવી કઈ વસ્તુ છે જે તેના માટે મુશ્કેલી ઉભી કરે છે ?

જવાબ:- લોકોએ તંદુરસ્તી જાળવવી રાખવી જોઈએ જો તંદુરસ્તી જળવાઈ નહીં તો બિમારી થઈ શકે છે જો દિવસમાં ૧ કલાક પોતાના શરીર પાછળ ખર્ચ ન કરી શકે તો દુનિયા માટે શું કરી લેશે. લોકો તંદુરસ્ત હશે તો જ તેમના સારા વિચારો આવશે અને ખુશી મળશે. તંદુરસ્તી માટે દોડવું, કસરત કરવી, પ્રાણાયામ કરવું, જીમ જાવુ જોઈએ. જેમ જેમ માણસની ઉંમર વધે છે તેમ તેમ તેની ઉર્જાનું સ્તર ઘટતું જાય છે તો તેને જાળવી રાખવું એ પણ એક પડકારરૂપ છે. આના સિવાય લોકોનું ખાનપાન પણ એટલું જ મહત્વનું છે. લોકો શું ખાય છે તેના ઉપર તેના વિચાર બને છે જે આપણા શરીરને પણ અસર કરે છે. કહેવાય છે કે ૩૨ દાત હોય છે અને જયારે કંઈ ખાવ ત્યારે તેને ૩૨ વાર ચાવીને ખાવ જેથી વધારે ખાવાની પણ જરૂર નહીં પડે અને લીકવીડ જેવા કે દુધ, શરબતને એમ પીવુ જોઈએ જાણે ચાવતા હોય અને ધીમે ધીમે પીવુ જોઈએ અને પાણી વધારે પીવુ જોઈએ. ગરમ પાણી શરીર માટે ખુબ જ સારું છે. લોકોના વિચાર પણ નેગેટીવીટી ઉત્પન્ન કરી શકે છે. આ બધી વસ્તુ ઉપર ખુબ જ ધ્યાન આપવુ જોઈએ. કારણકે પાયો સારો હોય તો જ સારી બિલ્ડીંગ બનાવાની વાત કરી શકીએ. કોઈપણ વ્યકિત ખુબ જ ઝડપી કામ કરે છે. વાત કરવામાં સારો છે, ભણવામાં સારો છે છતાં તે ખુશ નથી. કારણકે આમાંથી કોઈપણ પરીબળ તેના પર અસર કરી રહ્યો છે. કયાંક તે ભુલ કરી રહ્યો છે. જો કોઈ વ્યકિત સ્માર્ટ હશે તો ત્યારે જ તેને ખબર પડી જશે કે કયાં ભુલ થાય છે. ૨૧મી સદીમાં જે લોકો બિમાર પડે છે તે પોતાના નકારાત્મક વિચાર ના લીધે થાય છે.

પ્રશ્ન:- હેપીનેસના સ્ટેજ વિશે લોકોને શું કહેશો ?

જવાબ:- હેપીનેસના ચાર સ્ટેજ છે એક તો સંતોષ લોકો સંતોષ કરશે તો સારું લાગશે પછી આનંદમાં કે ઉતેજનામાં રહેવું જેથી લાગશે પહેલા અહીયા હતા હવે અહીં છીએ ત્રીજુ સ્ટેજ હેપીનેસ છે જેમાં ખુશ રહેવાને એક આદત બનાવી લેવી ગમે તેવી પરિસ્થિતિમાં ફકત ખુશ જ રહેવું. ચોથુ સ્ટેજ છે બ્લીસ એટલે કે આનંદનું સ્ટેજ. આ સ્ટેજમાં બધા હશે તેવું તો ન માની શકાય પણ હેપીનેસ સ્ટેજ પર રહેવું તે કોઈપણ વ્યકિતનો ધ્યેય હોવો જોઈએ. દરેક પરિસ્થિતિમાં ખુશી જોઈએ તેના પર અમે અત્યારે કામ કરી રહ્યા છીએ. થોડુ મળે પણ મળે, સફળતા જલ્દી મળે કે પછી મળે પણ કોઈપણ સંજોગોમાં ખુશ રહેવાની આદત પાડવી તે ખુબ જરૂરી છે. લોકોમાં આત્મવિશ્ર્વાસની ખામી હોય છે. કારણકે આસપાસના વાતાવરણ પ્રમાણે રહી ન શકીએ કોઈ નકારાત્મક ટીપ્પણી કરે તો આત્મવિશ્ર્વાસ તુટી જાય છે અને આપણા વિચારોને ખરાબ કરી નાખે છે અને એવું જ લાગે છે આપણે એકલા જ છીએ તો હવે કામ કેમ કરી શકીશ. ઓલીવર વોન્ડેલ હોલ્મસ નામની વ્યકિત હતી જેનું કદ નાનું હતું. એકવાર એક સભામાં ગયા જેમાં મોટા કદના વ્યકિતના હતા તેમાંથી એક વ્યકિતએ પુછયું કે તમને આ લોકો સાથે કેવું લાગી રહ્યું છે ત્યારે તેમણે કહ્યુ કે મને એવું લાગે છે કે ડાયમ્સ પેનીસની અંદર હોય ડાયમ અને પેનીસ અમેરીકાની કરન્સી છે એક ડાઈમ એટલે ૧૦ પેનીસ એટલે કે તેમનું કહેવું હતું કે, પોતે એક બિઝનેસની બરાબર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.