Abtak Media Google News

પોતાના જ્ઞાન, આવડત, અનુભવ અને કૌશલ્ય દ્વારા દર્દીને રોગમુકત કરવા પ્રયાસો કરતા હોકટરોને આપણા દેશમાં સદીઓથી ભગવાનના સ્વરૂપ સમાન માનવામાં આવે છે: સેવાના આ વ્યવસાયમાં છેલ્લા થોડા સમયથી પ્રોફેશનાલીઝમ આવી ગયાના આક્ષેપો વચ્ચે પણ ડોકયરોનું સમાજમાં માન સર્વોચ્ચ

કોઈપણ દર્દને દૂર કરીને લોકોને સ્વસ્થ રાખતા ડોકટરોને એક સમયે સમાજમા ભગવાનના સ્વરૂપ સમાન માનવામાં આવતા હતા. સમાજને સ્વસ્થ રાખવાનું કામ કરતા ડોકટરોના ઋણને ચૂકવવા દર વર્ષે ભારતમાં આજે એટલે કે ૧લી જુલાઈને ‘ડોકટર-ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દર્દીઓ પોતાને દર્દ મુકત કરનારા ડોકટરોને ‘થેંકયુ કહીને અહોભાવ વ્યકત કરતા હોય છે. છેલ્લા થોડા વર્ષોથી સેવાનો વ્યવસાય ગણાતા મેડીકલ ક્ષેત્રમાં પણ પ્રોફેશનાલીઝમનું દુષણ આવતું જાય છે. પરંતુ પરિવારવાદમાં માનતા આપણા દેશમાં ડોકટરોને પણ પરિવારનો એક ભાગ માનવામાં આવતો હોય સમાજ દ્વારા ડોકટરોને એક વિશેષ સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે. જેથી ડોકટર-ડે પર માત્ર દર્દીઓ જ નહી સમગ્ર સમાજ ડોકટરોને સમાજને સ્વસ્થ રાખવા તેમની સેવાઓને ‘થેંકયુ ડોકટર’ કહીને બિરદાવે છે.

સમાજે એક દિવસ પુરતી નહીં વર્ષ ભર ડોકટરો પ્રત્યે લાગણી દર્શાવવી જોઇએ: ડો. હીરેન કોઠારી

Hiren Kothari

ગુજરાત મેડીકલ એસોસીએશનના ઉપપ્રમુખ ડો. હિરેન કોઠારીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું ડોકટર અને દર્દી વચ્ચે એક ખાસ પ્રકારનો એન્ડ રચાયેલી હોય છે. આ સેતુ સદીઓની સમજણથી બંધાયેલી છે. સમાજમાં જયારે જુદી જુદી મહામારીઓ આવે છે. નવા નવા રોગો આવે છે. ત્યારે ડોકટર પ્રત્યે જે લાગણી બતાવીએ છીએ તે લાગણી ફકત ડોકટર ડે નિમિતે જ દર્શાવીએ છીએ. પરંતુ આવી લાગણી સમાજ સમગ્ર વર્ષ દરમ્યાન જાળવી રાખે તો આવા મુશ્કેલ સમય જયારે ડોકટરો પોતાના પ્રોફેશનના ભાગરૂપે તંત્ર સાથે મળીને કામ કરતા હોય છે. ભારે ડોકટરોનું મોરલ જળવાઇ રહે  મેડીકલ સાયન્સ અને ડોકટરો જયારે આવી મહામારી સમયે મદદરૂપ થતાં હોય છે. ત્યારે સમાજે ડોકટરો સાથે સારો વ્યવહાર રાખવો જોઇએ. જેમ સમય બદલાય તેમ ડોકટરો અને દર્દીઓ વચ્ચે અપેક્ષા બદલતી રહેલી હોય છે. મુશ્કેલ સમયમાં દર્દીને ડોકટર પાસે અપેક્ષા હોય છે અને ડોકટરોને દર્દીઓ પાસે અપેક્ષા હતી. ડોકટરોએ આપણે જે નોબલ પ્રોફેશન તરીકે જાણીતો છે તો તે પ્રતિષ્ઠા જળવાઇ રહે તેવો પ્રયત્ન કરવો જોઇએ. દરેક ડોકટરે પોતાના પ્રોફેશનને માન આપવું જોઇએ, દર્દીઓ તેમજ ડોકટરોને મારી અપીલ છે કે આવનારા સમય સારા સ્વાસ્થ્યદાયક  બની રહે તે માટે સાથે મળીને કામ કરીએ, ઘણી વખત એવા પ્રસંગો બનતા હોય છે કે અમારી કરતાં મોટી ઉંમરના દર્દીઓ અમારા પગ પકડીને જીવ બચાવવા આભાર માનતા હોય છે ત્યારે આવા પ્રસંગો અમને કામ કરવાની વધુ પ્રેરણા આપે છે.

ડોકટર દર્દીની જગ્યાએ પોતાની જાતને મુકીને સારવાર કરે: ડો. જય ધીરવાણી

Jay Dhirwani

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન રાજકોટનાં પ્રમુખ ડો. જય ધીરવાણીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્ર્વમાં ડોકટર કે ૩૦ માર્ચની આસપાસ ઉજવાય છે. પરંતુ આપણા દેશમાં ૧લી જુલાઇના રોજ ડોકટર ડે ની ઉજવણી થવા પાછળનું કારણ એ છે કે  ડો. ડી.સી. રોય કે જે પહેલા એવા ફીઝીશીયન ડોકટર હતા કે જેમને ડબલ ડીગ્રી મળેલી હતી. તેઓ બંગાળના મુખ્યમંત્રી પણ બન્યા હતા. ૧૯૬૧માં તેમને ભારતરત્ન એવોર્ડથી સન્માનીત કરાયા હતા. તેમની જન્મદિનને ડોકટર ડે ની ઉજવણી ભારતમાં ૧૯૯૧થી કરવામાં આવે છે. ડોકટર ડે પર સંદેશ છે કે જેમ આખુ વર્ષ ડોકટરને સમાજ તરફ સન્માન મળે છે. અને અમે પણ ખાતરી આપીએ છીએ

જેમ અત્યાર સુધી ખંતથી કામ કર્યુ છે તેમ આગળ પણ કરીશું જ સેવાના વ્યવસાયમાં છેલ્લા કેટલાક સમયથી પ્રોફેશનાલીઝમ આવી ગયાના આક્ષેપો થતા રહે છે. પરંતુ મોટાભાગના ડોકટરો પ્રોફેશનાલીઝમથી દુર છે. પોતાના દર્દીઓ સાથે પારિવારીક સંબંધની લાગણી હોય છે ડોકટરોએ ફકત એટલું કરવાની જરૂર છે કે ડોકટર  દર્દીની જગ્યાએ છે. તેવું વિચારીને સારવાર કરશે તો કોઇ જાતના પ્રશ્ર્ન થશે નહીં. ડોકટર  પણ માણસ છે ત્યારે ક તેમનાથી નાની મોટી ભુલ થતી હોય છે. જેમાં કયાંક પ્રોફેશનલ ટચ પણ આવી જાય છે. પરંતુ તેવો વર્ગ પ ટકાથી પણ વધારે નથી. દરેક ડોકટરોને સહકાર આપવો જોઇએ. ડોકટર ડે પર ઘણા બધા શુભેચ્છાના સંદેશો મળતા હોય છે. ઘણા વર્ષો પહેલા એક નાની બાળકીની સારવાર કરી હતી જે એકદમ ક્રિટીકલ સ્થીતી હતી. તેમને વસાવી શકયા હતા. આજે તે બાળકો ૧૬-૧૭ વર્ષનું થઇ ચૂકી છે જે આજના સમય પણ ડોકટર ડેના દિવસે મુંબઇથી તેમનો મેસેજ આવી જ જાય છે. આવી જ એક બાળકી દરેક ડોકટર ડેના દિવસે ડાર્ક બુકે લઇને ચોકકસ હાજર હોય છે. આવા ઘણા સુખદ અનુભવો હોય છે જેનાથી આખુ વર્ષ સફળ કામ કરવાની પ્રેરણા મળતી હોય છે.

દર્દી ડોકટર પર શ્રઘ્ધા રાખે, જયારે ડોકટર સંવેદનશીલ બને: ડો. સંજય દેસાઇ

Sanjay Desai

રાજયની અગ્રણી આઇવીએફ હોસ્પિટલ વિંગ્સ આઇવીએફના ડો. સંજય દેસાઇએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે ડોકટરોને યાદ કરવા માટે ડોકટર ડેએ નિમિત માત્ર છે દર્દીઓને ચેક કરતા હોઇએ છીએ ત્યારે ઘણા કહેતા હોય છે કે તમે અમારા માટે ભગવાન છે. દર્દી બિમાર હોય ત્યારે ડોકટર એક આશ્ર્વાસન રૂપ હોય છે. અને તેમના થકી દર્દીઓ સાજા થતાં હોય છે. હું એક ડોકટર છું તે માટે ગર્વ અનુભવું છું કે સમાજ ઉપયોગી કામ કરૂ છું. તેમજ દરેક લોકોને એટલો સંદેશો આપીશ કે ડોકટર ભગવાનનું રૂપ છે પરંતુ અંતે તે એક માણસ છે. જે પોતાની આવડત- કુશળતા પ્રમાણે પોતાના દર્દીઓને સાજા કરવા માટે પ્રયત્ન કરતાં હોય છે. દર્દીઓનો અમે ભગવાન માનતા હોય દર્દીની શ્રઘ્ધાથી સારવાર કરીએ છીએ. ૩૦ ટકા રોગનું કારણ માનસિક હોય છે જેટલું ડોકટર પર દર્દીને શ્રઘ્ઘ હશે તેટલો ઝડપથી સાજો થતો હોય છે. દરેક વ્યકિત પોતાના ડોકટરને એક માન અને શ્રઘ્ધાથી અનુસરો તો આપનું દર્દ ઝડપથી દૂર થશે. જયારે આજના સમયે ડોકટર અને દર્દી વચ્ચે જે ગેપ આવતો જાય છે. ત્યારે આ સંદેશો આપવો જરૂરી છે. ડોકટર પણ પ્રોફેશનલલીઝમ તરફ જઇ રહ્યા છે. ત્યારે ડોકટરે પણ પ્રયત્ન  કરવો જોઇએ કે તે દર્દી સાથે સંવેદનશીલ વ્યવહાર બાઁધી રાખે. અમે આઇબીએ ની સારવાર કરીએ છીએ. તે ખુબ આશિર્વાદ રૂપકામ છે. ઘણા લોકોને લાંબા સમયથી વ્યંધત્વ હોય તેમને બાળકો આપ્યા છે. ર હજારથી વધુ લોકો એવા છે કે જે તેમના બાળકો સાથે ખુશ છે. ત્યારે અમને પણ અમારા કામનો આનંદ અને પુરેપુરી સંતોષ થાય છે.

ડોકટર ડે નિમિતે પ્રજાને સંદેશ-સાવધાન રહો, સ્વસ્થ રહો : ડો સંજય પંડ્યા

Sanjay Pandya

ડોકટર ડે નિમિતે રાજકોટના પ્રખ્યાત કિડની સ્પેશ્યાલિસ્ટ ડો. સંજય પંડ્યાએ પ્રથમ તો બધા દર્દીઓ અને પ્રજાને તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા શુભેચ્છા પાઠવી હતી. ત્યાબાદ તેમણે હૃદયસ્પર્શી કિસ્સા વિશે કહ્યું હતું કે મારી કારકિર્દીમાં અનેકવિધ દર્દીઓ અને અનેકવિધ કિસ્સાઓ મને જોવા મળ્યો છે પણ એક દર્દી યુગાન્ડા થી આવ્યો મારી પાસે આવ્યા. જેમણે કિડનીની તકલીફ હતી. તેમના શરીરમાં પોટેશિયમની માત્રા ખૂબ વધારે હતી. જે વિશે મેં તેમણે પૂછ્યું કે તમારા શરીરમાં આટલી વધુ માત્રામાં પોટેશિયમ છે તો તમને કોઈ તબીબે એવું ના કહ્યું કે તમારે કેવી પરેજી પાળવાની છે ત્યારે દર્દીએ મને જવાબ આપ્યો કે યુગાન્ડામાં ગુજરાતી કોઈને આવડે નહીં અને અમને તેમની ભાષા સમજાય નહિ તો આવી પરિસ્થિતિમાં શું ખાવું શું ન ખાવું, કેવી પરેજી રાખવી તેની માહિતી ક્યાંથી મેળવવી તે એક મોટો સવાલ છે. જે સાંભળ્યા બાદ મને તરત જ એક વિચાર આવ્યો અને એ બાબત મારા માટે ચેલેન્જ બની ગઈ.

લોકોને જાગૃત કરવા ગુજરાતીમાં કિડનીની પુસ્તક ’તમારી કિડની બચાવો’  જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો જે બાદ અમે આ પુસ્તક હિન્દી ભાષામાં પબ્લિશ કરવાનું વિચાર્યું પરંતુ લોકો તેમજ મિત્ર વર્તુળોમાંથી એવી સલાહ મળી કે આપ રાજકોટ ખાતે રહો છો, ગુજરાતી ભાષા સાથે આપ જોડાયેલા છો તો હિન્દી ભાષામાં લખાયેલી પુસ્તક ચાલશે નહીં જે બાદ મેં કિડની એજ્યુકેશન નામની વેબસાઈટ બનાવી અને તેમાં પુસ્તક તેમજ કિડનીને લગતી તમામ માહિતીઓ ઉપલબ્ધ કરાવી. મને કહેતાં ખૂબ જ ગૌરવ થાય છે કે હાલ ૧૦ વર્ષમાં ૧૦૦ થી વધુ નિષ્ણાંત તબીબોએ વેબસાઈટમાં કુલ ૩૭ ભાષાઓમાં ૨૦૦ પાનાનું પુસ્તક ઉપલબ્ધ કરાવાયું છે જેમાં કોઈ પણ જાતના ચાર્જ વિના લોકો કિડનીને લગતી તમામ બાબતો મેળવી શકે છે.  તેમણે અંતે ડોકટર ડે નિમિતે પ્રજાજનોને સંદેશ પાઠવતા કહ્યું હતું કે ખાસ સૌ કિડનીની કાળજી રાખે, દર વર્ષે ડાયાબિટીસ અને બ્લડ પ્રેસરનો ટેસ્ટ કરાવવો તેમજ સાવચેત રહો, સ્વસ્થ્ય રહો અને તંદુરસ્ત રહો નો સંદેશ પાઠવ્યો હતો.

Vlcsnap 2020 07 01 10H20M32S045

વિકટ પરિસ્થિતિમાં પણ હાર નહિ માની, દર્દીનો સલામત બચાવ કરનાર જ સાચો તબીબ: ડો. મનીષ મહેતા

Manish Mehta

ડોકટર દિવસ નિમિતે રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધ્યક્ષ ડો. મનીષ મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડોકટર દિવસ નિમિતે પ્રથમ તો હું તમામ તબીબોને એક જ સંદેશ આપીશ કે દરેક દર્દીનો કંઈ રીતે સ્વસ્થ બચાવ કરી શકાય તે તરફ વિચારીને આગળ વધવું જોઈએ. તેમણે તેમની ૨૫ વર્ષની ડોકટર તરીકેની કારકિર્દી વિશે જણાવતાં કહ્યું હતું કે મેં જામનગર ખાતેથી મારુ એમબીબીએસ કર્યું અને ત્યારબાદ અમદાવાદ ખાતેથી મેં મારી ઉચ્ચ ડીગ્રી મેળવી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ તો હું કાન – ગળાના તબીબ તરીકે આવ્યો હતો પરંતુ ત્યારે તબીબી કર્મચારીઓની ઘટ્ટ હોવાના કારણે સાધનો મેળવવા થી માંડી ઓપરેશન કરવા સહિતની તમામ કામગીરીઓ હું જ કરતો હતો. મારા પ્રથમ ઓપરેશન થી માંડી આજે ૧૦૬ સફળ ઓપરેશન હું કરી ચુક્યો છું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એક કિસ્સો મને યાદ છે કે એક દર્દી ખૂબ જ ગંભીર હાલતમાં અમારી પાસે આવ્યો હતો, ગળાના ભાગમાં આશરે ૯ જેટલા કાપ જોવા મળ્યા હતા, આ કાપના કારણે તેણે તેનો અવાજ પણ ગુમાવી દીધો હતો, તેની બચવાની કોઈ ઉમ્મીદ ન હતી પરંતુ અમે દર્દીને ત્વરિત ધોરણે ૧૦ બોટલ લોહી ચડાવ્યું અને તાત્કાલિક ધોરણે સફળ ઓપરેશન પાર પાડ્યું. આજે પણ જ્યારે એ દર્દી મને મળે ત્યારે એ એટલું જ કહે છે કે, ’સાહેબ આપે મારો જીવ બચાવી લીધો, જો આપ ન હોત તો હું આજે અહીં ઉભો ન હોત’. તો આ પ્રકારના કિસ્સા હરહંમેશ માટે યાદ રહી જતા હોય છે. તેમણે તેમની કારકિર્દીમાં આવેલા પડકારો વિશે તેમણે જણાવ્યું હતું કે મેડિકલ ક્ષેત્રમાં જોડાયા બાદ હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયો. અમારે દરેક કક્ષાએ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપવી પડતી હોય છે.

રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે ત્યારે અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે અનેકવિધ પડકારજનક કેસ આવતા હોય છે. શરૂઆતી ધોરણમાં કે જ્યારે અહીં કોઈ સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબો ન હતા ત્યારે અમે જે નવજાત બાળક હોય અને તેનું મોઢું ન ખુલતું હોય તેવા કેસ પણ જોયા છે અને તેમાં પણ સફળ ઓપરેશન કરીને દર્દી અને તેમના પરિજનને હસ્તે મુખે પરત મોકલ્યા છે. તે સિવાય હાલમાં જ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જે ઓકલેર ઇમ્પલાંટ શરૂ કરવામાં આવ્યું છે તેમાં પણ અનેકવિધ પડકારજનક કેસ આવતા હોય છે પરંતુ અમે તેમાં પણ સફળતા મેળવીએ છીએ જે બાબત અમારા માટે ગૌરવ લેવા જેવી છે. તેમન્સ૭ વધુમાં કહ્યું હતું કે આજથી પાંચ વર્ષ પહેલા જ્યારે સીઝનલ ફલૂ ફાટી નીકળ્યો હતો, આજુબાજુના તમામ જિલ્લા અને તેની હોસ્પિટલમાંથી ટર્મિનલ કેસો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા હતા, મોર્ટરિટી રેટ પણ ખૂબ ઊંચો હતો ત્યારે હું રાત્રીના ૧૨ વાગ્યા સુધી હોસ્પિટલ ખાતે જ રહેતો હતો, ગમે ત્યારે વોર્ડમાં રાઉન્ડ માટે નીકળતો હતો જેના કારણે મને પણ ફ્લુની અસર પડી હતી, દવાનો કોર્સ પણ કરવો પડ્યો હતો તેમ છતાં અમે તેની ઉપર કાબૂ મેળવી શક્યા તેમજ હાલ જે રીતે કોરોના ફાટી નીકળ્યો છે ત્યારે સૌ કોઈ આ મહામારીથી ભયભીત થયા છે ત્યારે પરિવારજનો પણ ચિંતા કરતા હોય છે, હોસ્પિટલ જવાની ના પાડતા હોય છે પરંતુ ફરજ ને સર્વોપરી ગણી અમે આવી પહોંચતા હોઈએ છે અને ખુશીની બાબત એ છે કે હાલ કહી શકાય કે અમે કોરોના પર પણ મહદઅંશે કાબૂ મેળવી શક્યા છીએ જેમાં અમારા તમામ તબીબી નિષ્ણાંત, કર્મચારીઓ, મેડિકલ કોલેજના ડિન તેમજ પ્રોફેસરોનો ખૂબ જ સહયોગ મળ્યો છે. તેમની સાથે રાજકોટ જિલ્લા કલેકટર અને વહીવટી શાખા, મનપા અને મ્યુનિસિપલ કમિશ્નર તેમજ તંત્રનો ખૂબ જ સહયોગ મળ્યો છે તેમજ પરિવારજનોનો પણ ખૂબ સારો સહયોગ મળ્યો છે. તેમણે ડોક્ટરો પર થતા હુમલાઓ વિશે કહ્યું હતું કે કોઈ પણ ડોકટર એવું ઈચ્છે નહીં કે તેનો દર્દી મૃત્યુ પામે, ડોકટર તેની બનતી કોશિશ કરતો જ હોય છે તેમ છતાં જો તે નિષ્ફળ નીવડે તો તેને સત્ય માનીને સ્વીકાર કરી લેવો જોઈએ અને કોઈ તબીબને માર મારવાથી કોઈ નિકાલ નથી આવવાનો. તેમજ મામલામાં હવે કાયદાઓ અને જોગવાઈઓ પણ ઘડી કાઢવામાં આવ્યો છે. તેમણે અંતે ડોકટર ડે નિમિતે સંદેશ આપતા જણાવ્યું હતું કે તમામ તબીબોએ તમામ દર્દીઓને તેમના પરિજન માનીને સારવાર આપવી જોઈએ અને તમામ દર્દીઓના પરિજનોએ તબીબ પર ભરોસો રાખવો જોઈએ તેમજ કોવિડ મહમારીમાં તબીબોએ જરૂરી તમામ મેડિકલ ઇકવિપમેન્ટનો ઉપયોગ કરીને બને તેટલી કોશિશ કરી દર્દીનો સ્વસ્થ બચાવ કરવા તરફ આગળ વધવું જોઈએ.

ડોકટર પર વિશ્ર્વાસ ન હોય તો સચોટ સારવારનું પણ પરિણામ મળ્યું નથી: ડો. રાજેશ તૈલી

Rajesh Taily

રાજકોટના જાણીતા સીનીયર ફીઝીશીયના ડો. રાજેશ તૈલીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે ડોકટર ડે નીમીતે મારા દરેક ડોકટર મિત્રને શુભેચ્છા પાઠવું છું વર્તમાન પરિસ્થિતિમાં ડોકટરો અને દર્દીના સંબંધોમાં જે તનાવ આવતો જાય છે. મેડીકલ સાયન્સની પણ ઘણી બધી મર્યાદાઓ છે ઉપરાંત સમાજમાં ડોકટરને ઇશ્ર્વરનું સ્થાન આપવામાં આવે છે. પરંતુ અમે પણ મનુષ્ય છીએ તો અમારી પણ મર્યાદાઓ છે આવા કારણોથી  દર્દીઓને નિરાશાજનક પરિણામ મળે અને અસંતોષ થાય છે. પરંતુ આ અસંતોષ ઘર્ષણમાં પરિણામે તે અયોગ્ય છે. મારા દર્દીને મારા પર વિશ્ર્વાસ ન હોય અને હું સચોટ સારવાર આપું તો પણ પરિણામ મળતું નથી. માટે જે ડોકટરની સારવાર મેળવો છો તેમના પર વિશ્ર્વાસ રાખો અત્યારે ખુબ થોડા પ્રમાણમાં આ વ્યવસાયનું પ્રોફેશનનાબીઝમ થયું છે. આવા પ્રોફેશનાલીઝમ વળેલા ૧૦ ટકા જેટલા ડોકટરો ના કારણે બધા ડોકટરોને આની અસર થાય છે.

સમાજ પોતાની અભિગમ નહીં બદલે તો પરિણામે સારા ડોકટરો ખોવાનો વારો આવશે. માટે સમાજને વિનંતી છે કે તેમ જે ડોકટર પાસે સારવાર લો છો તેમના પર વિશ્ર્વાસ રાખી હું ૩૦ વર્ષથી સેવા આપું છું. ત્યારે મને અનેક સારા અનુભવો થયા છે જેથી હું મારા વ્યવસાયનું ગૌરવ અનુભવું છું. મારા એક દર્દીને વાલની તકલીફ હતી અને ૧પ વર્ષથી સારવાર ચાલતી હતી. થોડા સમય પછી તેમને સ્વાઇન ફલુનો ચેપ લાગ્યો. એક દર્દીની સ્થીતી એકદમ સીરીયસ બની ગઇ અને તે સમયે પોતાના પુત્ર મોબાઇલમાંથી એમનો અંતિમ સંદેશો મારા માટે ભાવુકતાથી મોકલ્યો જે આજે પણ મારા મનમાં ચિતરાયેલો છે. ડોકટર અને દર્દી વચ્ચે જે સેતુ હોય છે. આ દિવસે આ સંબંધ વધારે મજબુત બનાવીએ.

દર્દીઓની અમારા પ્રત્યેની લાગણી વધારે કામ માટે પ્રેરણા રૂપ: ડો. સાવન છત્રોલા

Savan Chatrola

રાજકોટની અગ્રણી સુપર સ્પેશ્યાસ્ટ હોસ્પિટલ સેલ્સ હોસ્પિટલના ફીઝીશીયન ડો. સાવન છત્રોલાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુકે દર્દીઓ ડોકયર અમારા માટે ભગવાન છે. તેવું કહેતા હોય છે. પરંતુ અમે ભગવાન નથી અમારાથી થતા બધા પ્રયત્નો અમારા દર્દીનો સાજા કરવા માટે કરતા હોયએ છીએ. અમારા સમાજમાં એક પ્રતિષ્ઠા વાળુ કામ છે. ઘણી વખત દર્દીઓને બચાવવા માટે ડોકયરો ખૂબજ મહેનત કરતા હોય છે. પરંતુ બચાવી શકતા નથી. ત્યારે દર્દીઓનાં પરિવારને જે દુ:ખ થતું હોય તેટલું જ દુ:ખ ડોકટરને પણ થતુ હોય છે. દર્દીને સાજા થવાની ખૂશી પણ હોય તેટલી જ ખુશી ડોકટરને થતી હોય છે. આ પ્રતિષ્ઠીત પ્રોફેશનનો એક ભાગ હોવાનો અને ખૂબજ ખુશી થાય છે. ડોકટર અને દર્દી વચ્ચેનો સંબંધો હવે કટ થઈ રહ્યા છે તેના માટે ડોકટર અને દર્દી બંને જવાબદાર હોય છે. દર્દીઓ ડોકટર અને હોસ્પિટલ પર વિશ્ર્વાસ રાખીને સારવાર માટે આવે તો ડોકટર દર્દી માટે બધુ જ કરવાની લાગણીથી સારવાર કરતા હોય છે.પરંતુ દર્દી અને તેના સંબંધીઓએ ડોકટરની સારવાર પર યોગ્ય કારણ વગર શંકા કરવી ન જોઈએ ઘણાબધા ક્રિટીકલ દર્દીઓ સાજા થઈને જતા હોય છે.ત્યારેતે આભારની લાગણી વ્યકત કરતા હોય છે.

તાજેતરમાં કોરોનાના સમયમાં એક ૧૬ વર્ષની દીકરીને કોરાનાના લક્ષણો હતા તેમને સારવાર આપીને પાંચ દિવસ બાદ તેનો રીપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા આપવામા આવી ત્યારે તેમના માતા પિતા ખૂશ થયા ત્યારે અમે પણ ખુશી થઈ હતી આવી નાની નાની બાબતો અમારા માટે ખૂબ મોટી વાત છે. આ પ્રકારની ખુશી, લાગણી અમને વધારે કામ કરવા માટે પ્રોત્સાહીત કરે છે.

દરેક ડોકટર્સની પ્રાથમિકતા તેમના દર્દી જ હોય: ડો. પ્રતાપસિંહ ડોડીયા

Pratapsinh Dodiya

અબતક સાથેની વાતચીત દરમિયાન જીનેસીસ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના જનરલ તથા લેપ્રોસ્કોપી સર્જન ડો. પ્રતાપસિંહ ડોડીયાએ જણાવ્યુંં હતુ કે ઘણા વર્ષોથી ડોકટર્સ ડેની ઉજવણી ૧લી જુલાઈએ કરવામાં આવે છે. જે મહાન ક્રિલીસીયન ડો. બિદાનચંદ રોયનો આજ દિવસે જન્મ થયો હતો અને મૃત્યુ પણ આજ દિવસે થયું હતુ તેમને માન આપવા ડોકટર્સ ડેની અમે ડોકટર્સ ડેની ઉજવણી એટલા માટે કરતા હોય કે બીજા બધાનો જુસ્સો વધે દરેક દર્દીઓનું ડોકટર પ્રત્યેનું માન અને તેઓ અમને ભગવાન સમાન ગણે છે તેથી અમોને આનંદ થાય. અમને વધારે સારી રીતે દર્દીઓ માટે કામ કરવા જુસ્સો વધે અમારા માટે

ગર્વની વાત છે કે લોકો અમારા પર વિશ્ર્વાસ મૂકી અમારી પાસે ટ્રીટમેન્ટ કરાવતા હોય. ડોકટર્સની પહેલી પ્રાયોરીટી તેમના પેશન્ટ હોય છે. ત્યારબાદ ફેમીલી હોય છે. કયારેક ઘરે હોય ઈમરજન્સી આવે તો અમે હોસ્પિટલ જઈ તેની સારવાર કરીએ તે અમારી પહેલી પ્રાયોરીટી છે. એવું તો ના કહી શકીએ કે પ્રોફેશનાલીઝમ આવી ગયું છે. લોકોની એવી વિચારધારણા હોય છે પરંતુ અમે લોકો એવુંનથી માનતા દરેક ડોકયરની પ્રાયોરીટી એવી હોય કે દર્દી સારૂ સાજુ થવું જોઈએ ડોકટર્સ ડે નિમિતે ખૂબ ખાસ બધાને સંદેશો આપવા માંગુ છું કે આપણા દેશમાં કોરોનાની મહામારી છે. ત્યારે ડરવાની જરૂર નથી. પરંતુ સાવચેતી રાખવી ખૂબજ જરૂરી છે. હેલ્થ ફિટનેશ, ઈમ્યુનીટી સિસ્ટમનું ધ્યાન રાખીશું તો ઈન્ફેકશન થવાની શકયતા ઓછી છે.

ડોકટરો પ્રોફેશ્નાલીઝમથી નહીં પરંતુ પરિવારની ભાવનાથી દર્દીની સારવાર કરે છે: ડો.અનિમેષ ધ્રુવ

Animesh Dhruv

અબતક સાથેની વાતચીત દરમિયાન ધ્રુવ આંખની હોસ્પિટલના ડો. અનિમેષ ધ્રુવએ જણાવ્યું હતુકે બંગાળના એક સમયનાં મુખ્યમંત્રી અને આઝાદી પૂર્વેનાં પ્રખ્યાત ડોકટર બી.સી.રોયના જન્મદિવસ અને મૃત્યુ દિવસ બંને એક જ છે. તેમને માન આપવા ડોકટર્સ ડે ઉજવવામાં આવે છે. અમારા મેડિકલ લાઈનમાં પ્રતિષ્ઠીત એવોર્ડ તેમના નામનો બી.સી.રોય નેશનલ એવોર્ડ આપવામાં આવે છે. અત્યારે જેડોકટર સોલો પ્રેકટીસ એટલે કે અમારા જેવા ડોકટરની પ્રેકટીસ એ સ્મોલ ટુ મિડિયમ સાઈડ ઈન્ડસ્ટ્રીઝ જેટલુ અમારૂ ઈનવેસ્ટમેન્ટ હોય. બીજું દર્દી પણ અમારા તરફથી સંપૂર્ણ પ્રોફેશનાલીઝમ અપેક્ષા રાખે છે. પરંતુ સૌરાષ્ટ્રના ડોકટર્સ તેમના દર્દીને પોતાના પરિવારના સત્ય જેમ ગણી તેની સારવાર કરીએ છીએ આજના દિવસે હુંહ આંખને લઈને વાત નહી કરૂ પરંતુ હાલમાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ સાવચેતી રાખવી જરૂરી છે. સર્વેને ખાસ વિનંતી છે. ઘરે બનાવેલા સૂતરાઉ કપડાનાં માસ્ક ન કહેવાય તેમાં એટલા બધા સુક્ષ્મછીદ્રો હોય છે કે તે છીદ્રોમાંથી લાખો વાયરસ જતા રહે તેના સ્થાને થ્રીલેયર માસ્ક એન.૯૫ માસ્ક પણ ઉપલબ્ધ છે. તેને પહેરવા જોઈએ.

સફળ સારવારનો દર્દી કરતા ડોકટરને વધારે આનંદ હોય છે: ડો. રમેશ કછાટીયા

Ramesh Kachatiya

સૌરાષ્ટ્રની અગ્રણી આઇવીએફ હોસ્પિટલ બ્લીસ આઇવીએફના ડો. રમેશ કછાટીયા એ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે ડોકટર ડે નિમિતે બ્લીસ આઇવીએફ તરફથી સર્વે ડોકટરોને હેપ્પી ડોકટર ડે ડોકટરોને હંમેશા સમાજ તરફથી એક ઉચ્ચ દરજજો મળ્યો છે. તેના માટે ડોકટરો સમાજના આભારી છે. જયારે પણ દર્દી સાજો થઇને જાય તેનાથી જેટલો આનંદ દર્દીને થાય છે. તેનાથી વધુ આનંદ ડોકટરોને થતો હોય છે. બધા ડોકટરોની એવી જ ઇચ્છા હોય છે કે તેમના દર્દી જલ્દીને જલ્દી સાજો થાય તેના માટે ડોકટરો દિવસ રાત મહેનત કરતા હોય છે. અમને ભગવાને જે શકિત આપી છે તેને સંપૂર્ણ ઉપયોગ કરી ડોકટરો હંમેશા દર્દીઓના કામ કરવા તત્પર હોય છે. અમારા આઇવીએફ સેન્ટરમાં દર્દીઓ બધેથી નિરાશા થઇને આવતા હોય છે. કોઇને લગ્નના ૧૦ વર્ષ કે કોઇને ૧પ વર્ષ થયા હોય છતાં બાળક ન થતું હોય ઘણા દર્દીઓને બાળક મૃત્યુ પામતા હોય છે. તેવા દર્દીઓને ટેકનોલોજી અને સાયન્સના માઘ્યમથી બાળક આવે છે. ત્યારે જેટલો આનંદ દર્દીઓને થાય તેટલો જ આનંદ અમને પણ થતો હોય છે.

દર્દી અને તેમના પરિજનો તબીબો પ્રત્યે પ્રેમભાવ અને વિશ્વાસ રાખે તે અત્યંત જરૂરી : ડો. અમિતરાજ

Amit Raj

ડોકટર ડે નિમિતે પ્લેક્ષસ કાર્ડિયાક કેરના સીઈઓ ડો. અમિતરાજએ કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે હું પ્રભુને ઉંટલી જ પ્રાર્થના કરું છું કે તમામ તબીબોને એટલી શક્તિ આપે કે તેઓ નિસ્વાર્થ ભાવે સતત લોકોની સેવા કરી શકે. તેમણે આ તકે કહ્યું હતું કે હાલ કોરોના મહામારીનો આતંક ખૂબ વધ્યો છે ત્યારે હું તમામ દર્દીઓ કે જે હોસ્પિટલ ખાતે એક અથવા બીજા કામે આવતા હોય છે તેમને અપીલ કરું છું કે તે સૌ માસ્ક, સેનેટાઈઝર તેમજ જરૂરી સેફટી મેઝરમેન્ટનું પાલન કરે. તેમણે આ તકે તેમના સફર વિશે કહ્યું હતું કે મેં મારી એમબીબીએસ પૂરું કર્યું ત્યારબાદ મારા પરિવાર પાસે આગળનો અભ્યાસ કરાવવા જેટલા પૈસા ન હતા તેવા સંજોગોમાં મારા એક દર્દીએ મને સહયોગ આપ્યો, મને આર્થિક રીતે મદદ કરી અને હું મારો અભ્યાસ પૂરું કરી શક્યો જે મારા માટે અવિસ્મરણીય ઘટના હતી.

હાલ હું જ્યારે રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો છું ત્યારે ગ્રામ્ય સ્તરે હૃદય રોગનો ઈલાજ થઈ શકે તે માટે સતત પ્રયત્નશીલ છું અને ગરીબ પ્રજાને અફોર્ડબલ હાર્ટ કેર પૂરું પાડવામાં આવે તેવો પ્રયત્ન કરી રહ્યો છું. અંતે તેમણે કહ્યું હતું કે અમે સતત લોકોની સેવા કરતા હોઈએ છીએ ત્યારે દર્દીઓ અને તેમના પરિજનો તબીબો પ્રત્યે પ્રેમભાવ અને વિશ્વાસ રાખે તેવી અપીલ કરું છું.

અમે આજે જે કાંઈ છીએ તે અમારા દર્દી થકી જ છીએ: ડો. રાકેશ ધામી

Rakesh Dhami

અબતક સાથેની વાતચીત દરમિયાન અમૃતા હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડો. રાકેશ ધામીએ જણાવ્યું હતુકે ભારતમાં ૧લી જુલાઈના રોજ ડોકટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. તેની પાછળનો ઈતિહાસ એવો છે. કે આપણા સૌથી પ્રથમ ફિઝીશ્યન ડો. બિદાનચંદ્રરોય અને તેઓ પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ રહેલ છે. તેમના જન્મદિવસના ઉપલક્ષમાં ડોકટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. તેમનો મૃત્યુ દિવસ પણ ૧લી જુલાઈ છે. ત્યારે તેમને માન આપવા ડોકટર્સ ડેની ઉજવણી ભારતમાં ઈન્ડિયન મેડીકલ એસો. દ્વારા ઉજવણી કરવામાં આવે છે. ડોકટર્સની લાઈફ ખૂબજ વ્યસ્તતા ભરી હોય છે અને તેમાંથી સમય કાઢી ડોકટર્સ ડેના દિવસે બધા સ્ટાફ, ડોકટર્સ ને મોરલ સપોર્ટ ઉત્સાહ આપવા ઉજવણી કરીએ. અમને દર્દી ભગવાન માનતા હોય છે. તે ગૌરવની વાત છે. પરંતુ અમે આજ જે કાંઈ પણ છીએ તેમના થકી જ છીએ અમારામાટેની પહેલી પ્રાયોરીટી હંમેશા અમારા દર્દી હોય હોસ્પિટલ હોય, ફેમીલી ત્યારબાદ આવે. આજના દિવસે હું લોકોને સંદેશ આપવા માંગું છું કે હાલ કોરોનાની મહામારીમાં તમામ લોકો પોતાનું ધ્યાન રાખે સેફ રહે.

ડોકટરે આત્મીયતાના ભાવથી દર્દીઓની સેવા કરવી જોઇએ: ડો. સંજય જીવરાજાણી

Sanjay Jivrajani

ડો. સંજય જીવરાજાણીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે ડોકટર ડે નીમીતે સૌને હેપ્પી ડોકટર ડે કોરોનાના કપરા સમયમાં દરેક વ્યકિતએ જોયું છે કે ડોકટરો એ પોતાની કામગીરી ખુબજ ખંતથી કરી છે. કયાંક અપવાદરૂપ કિસ્સામાં એવું જ બન્યું હોય છે કે ડોકટર કોઇ ભુલ કરે ૯૫ થી ૯૮ ડોકટરોએ કોરોનાની કામગીરી સેવા બજાવી છે. તમારા જીવનમાં કોઇ વસ્તુ મહત્વની હોય તો તે સ્વાસ્થ્ય છે. હેલ્થ વેલ્થ અને હેપ્પીનેશ આ ત્રણ વસ્તુ મહત્વની છે. શરીરની સાથે સાથે મન પણ હકારાત્મક હોવું જોઇએ. મારા દર્દીઓ મારો પરિવાર છે. આત્મીય સંબંધો તેમની સાથે રહેલા છે. તેમની સાથે કયારેય પણ તોછડાઇ ભર્યુ વર્તન નથી કરતો તેમને પુરતો સમય આપું છુઁ. દર્દીએ પોતાનું દુ:ખદર્દ લઇને આવે છે ડોકટરોનો જે વ્યવસાય કહેવાય છે પરંતુ તે વ્યવસાય નહી સેવા છે.

દર્દીને સંપૂર્ણ રીતે સાંભળવો જોઇએ. ર૦ વર્ષના તબીબી અનુભવમાં ઘણા ચેલેન્જીંગ કેસ જોયા છે. એવો એક કેસ યાદ છે કે એક વ્યકિતને કિડનીની તકલીફ હતી તેમને સ્થીતી ખરાબ હતી. એ દર્દીએ દોઢ વર્ષ મારી પાસે સારવાર લીધી આજે એ સ્વસ્થ છે આવા ઘણા બધા કિસ્સાઓ છે. કોઇપણ વ્યકિત મન, શરીર, આત્માથી સ્વસ્થ હોય તો તેને આપણે સ્વસ્થકરી શકીએ ડોકટરોની ફરજ છે કે દર્દીની ફકત શરીર જ સ્વસ્થ ન રાખે તે તેમના મુળમાં જાય તેમની સાથે આત્મીયતા રાખે અને તેમની સ્થીતી વિશે જાણે. અત્યારે ના સમયમાં ૮૫ ટકા બીમારી શારિરીકની જગ્યાએ માનસીક હોય છે. રોગીના રોગને દુર કરવો અને સ્વાસ્થ્ય ના સ્વાસ્થ્યને જાળવવું તે ડોકટરની ફરજ છે. આજે કોરોનાના મહામારી વચ્ચે પણ દરેક ડોકટર સક્રિય છે. જાન હૈ તો જહાન હૈ, છેલ્લે એટલું કહીશ કે ડોકટર ડ નીમીતે અબતક મીડીયા એ અમને માન સન્માન આપ્યું  તે એક સરસ મજાનો અનુભવ છે. તે બદલ તેમનો ખુબ ખુબ આભારી છે. અબતકના મેનેજીંગ એડીટર સતિષકુમાર મહેતા તેમજ સમગટીમનો આભારી છું. દરેકને આજે એ વાત કહીશ કે જીવનમાં સ્વાસ્થ્ય થી મોટું કાંઇ નથી શરીર, મન, આત્મા સ્વાસ્થ્ય હશે તો જીંદગીભર કાઇ તકલીફ નહીં પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.