Abtak Media Google News

વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની અધ્યક્ષતામાં ક્રિષ્ના સંસ્કાર વર્લ્ડ પ્રોજેકટનું ખાતમુહૂર્ત

ગોંડલનાં ચોરડી મુકામે વૈષ્ણવોનું મહાસંમેલન યોજાયું હતુ. વિરાટ વૈષ્ણવ મહાસંમેલન માં  જન સમુદાય ઉમટયો હતો.  ક્રિષ્ના સંસ્કાર વર્લ્ડ પ્રોજેક્ટનું ભવ્ય ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતુ.  વલ્લભાધીશના જય જય કારથી રાધેશ્યામના જય જય કારથી મંડપ ગુંજી ઉઠયુંં હતુ.  વૈષ્ણવ સંપ્રદાયમાં આવું આયોજન પ્રથમ વાર થયું છે.  તેમ  જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતુ. જયારે   પુષ્ટિમાર્ગમાં વ્રજરાજકુમારજી દ્વારા ઇતિહાસ રચાયો હોવાનું  રમેશભાઇ ધડુકે જણાવ્યું હતુ.  બાન લેબ ના મૌલેશભાઈ ઉકાણીએ સાત કરોડની રકમ આ પ્રોજેક્ટ બનાવવા જાહેર કરી  હતી.

Advertisement

યુકેના પ્રદીપભાઈ ધામેચા મહોત્સવના મુખ્ય મનોરથી બન્યા   હતા.  ગામે ગામ થી વૈષ્ણવો બસ તેમજ પોતાના વાહનોથી ઉમટીયા  પડયા હતા.ચાર કલાક સુધી પૂર્ણ અનુશાસન સાથે વૈષ્ણવો બેઠા રહ્યા. પ્રથમ વાર આ પ્રકારનું અનુસાશન જોવા મળ્યું વૈષ્ણવોમાં  તેમ  અશોકભાઈ શાહ  જણાવ્યું હતુ. મૌલેશભાઈએ એમ પણ જણાવ્યું હતુ કે  આ કાર્યક્રમમાં લોકો ફક્ત કૃષ્ણ સંસ્કાર વલ્ડ ના ખાતમુહૂર્ત માટે, વ્રજરાજકુમારજીના આશીર્વાદ માટે અને વૈષ્ણવોના સંમેલન માટે જ  પધાર્યા છે. તે આપણા અહોભાગ્ય છે જગદીશભાઈ કોટડીયાએ એવું જણાવ્યું હતુ કે કાર્યક્રમમાં કોઈ એન્ટરટેનમેન્ટ ન હતું, કોઈ ડાયરો ન હતો, કોઈ રાજકીય પરિબળ ન હતું, બસ ફક્ત ને ફક્ત પૂજ્યશ્રી ગુરુદેવ વ્રજરાજકુમારજીની એક હાકલને માન આપી લોકો પ્રેમથી, ઉત્સાહથી, ઉમંગથી ઉમટી પડ્યા હતા.

એક સાથે 75 હજાર લોકોએ ભોજન કર્યું હજારો વીવાય ઓના કાર્યકર્તાઓ એ ખૂબ પરિશ્રમ કર્યો છે. પૂજ્ય  વ્રજરાજકુમારજીનો વૈશ્વિક વૈષ્ણવ એકતા નો સંકલ્પ પણ સફળ થયો હતો.   વી વાય ઓ ના વિરાટ વૈષ્ણવ સંમેલન એ વૈષ્ણવ સંપ્રદાયમાં ઇતિહાસ સર્જાયો છે. 1 લાખ લોકોએ અષ્ટાચાર મંત્રના જપની પુસ્તિકા ખાતમુહૂર્તમાં પધરાવી હતી.75 હજારથી પણ વધુ લોકોએ એક સાથે પ્રસાદી લીધી  50 મરજાદી વૈષ્ણવોએ રસોઈ કરી,  300 થી વધુ સ્વયંસેવકો એ રસોઈમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.