Abtak Media Google News

દેશભરમાં 9 થી 30 ઓગસ્ટ સુધી યોજાશે “મેરી મીટ્ટી, મેરા દેશ” કાર્યક્રમ

દેશભરમાં 9 થી 30 ઓગસ્ટ સુધી ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાતના 248 તાલુકાઓમાંથી લોકો માટીનો કળશ લઇને દિલ્હી જશે. અમૃત સરોવરોએ શહીદોને શ્રધ્ધાંજલિ માટેનો ‘શિલાફલકમ’, માટીના દીવા સાથે સેલ્ફી, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, દરેક ગામે 75 રોપા વાવી અમૃત વાટિકા બનાવવી, વસુધા વંદન, વીરોને વંદન, ધ્વજારોહણના કાર્યક્રમો યોજાશે.

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં રાજ્યના તમામ કલેકટર, મ્યુ.કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારીઓ જોડાયા હતા. જેમાં ભારત સરકાર દ્વારા દેશભરમાં ઓગસ્ટ 2023માં યોજાનારા ‘મેરી મીટ્ટી મેરા દેશ’ કાર્યક્રમના ગુજરાતમાં સુચારૂ અમલીકરણનું માર્ગદર્શન મુખ્ય સચિવએ આપ્યુ હતુ.

જે રીતે ગત વર્ષે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ યોજાયો હતો તે રીતે રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 75માં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ‘માટીને નમન વીરોને વંદન’ કાર્યક્રમ 9 ઓગષ્ટથી 30 ઓગસ્ટ સુધી યોજાશે.

મુખ્ય પાંચ થીમ ઉપર આ કાર્યક્રમ યોજાશે, જેમાં અમૃત સરોવરો અથવા જળાશયો ઉપર એક નિયત પથ્થરના સ્ટ્રકચર ઉપર ‘શિલાફલકમ’ શહીદોને શ્રધ્ધાંજલિ આપવી. જન ભાગીદારીથી માટીના દીવા કરી પંચ પ્રાણ પ્રતિજ્ઞા કરી સેલ્ફી વિિંાંત://ુીદફ.લજ્ઞદ.શક્ષ/ળયશિનળફિિંંશન ઉપર અપલોડ કરવી, વસુધાવંદન અન્વયે  દરેક ગામમાં  કોઇ એક સ્થળે 75 રોપા વાવીને અમૃત વાટિકા તૈયાર કરવી, સ્થાનિક વીરોને વંદન અને  ધ્વજારોહણના કાર્યક્રમનો સમાવેશ થાય છે.

9 થી 15 ઓગસ્ટ સુધી પંચાયતના તાલુકાઓના 12 થી 20 નગરપાલિકાના, 27 થી 28 મહાનગર પાલિકાઓના યુવાનો કળશ લઇને 29 તથા 30માં દિલ્હીમાં યોજાનારા વડાપ્રધાનના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેશે. રાજકોટ જિલ્લાના 248 તાલુકાઓમાંથી માટીનો કળશ લઇને દિલ્હીના કર્તવ્યપથ ઉપર યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે.

આઝાદીના 75 મા વર્ષે આપણા દેશના વીર શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આપવા માટે રાજયભરના તાલુકાઓના 75 સ્થળોના અમૃત સરોવરો અથવા જળાશયો ઉપર આ વીર શહીદોની શિલાફલકમ (સ્ટોન ઉપર) શ્રધ્ધાંજલિનું આલેખન કરાશે. તેમજ તાલુકાઓમાં એક જ સ્થળે 75 રોપા વાવીને વસુધાવંદન કરવામાં આવશે.

આ બેઠકમાં કલેકટર પ્રભવ જોષી જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચર, એસ.પી. જયપાલસિંહ રાઠોડ,  પ્રાદેશિક નગરપાલિકા નિયામક ધીમંત વ્યાસ સહિતના અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.