Abtak Media Google News

યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં ૧૧ માસના કરાર આધારિત અધ્યાપકોની નિમણુક આપવાના નિર્ણયને બહાલી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજરોજ સિન્ડિકેટની એક બેઠક મળી હતી. જેમાં ગત વર્ષે ભરતી કરાયેલા ૨૩ અધ્યાપકોને પ્રોબેશન પીરીયડ પુરો થતા કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૧૧ માસના કરાર આધારિત અધ્યાપકોની નિમણુક આપવાના નિર્ણયને પણ બહાલી આપવામાં આવી હતી.

Advertisement

Vlcsnap 2017 08 24 13H39M34S16તદઉપરાંત અગાઉ યોજાયેલ ફાયનાન્સ કમિટીની બેઠક, એસ્ટેટ કમિટીની બેઠક, ગ્રંથાલય બોર્ડની દરખાસ્તો અને બોર્ડ ઓફ સ્પોર્ટસની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં યુનિવર્સિટીના રજીસ્ટાર ડો.ધીરેન પંડયા, ડો.ગીરીશ ભીમાણી, ડો.નેહલ શુકલ, ડો.અમીત હાપાણી સહિતના સિન્ડિકેટ સભ્યો હાજર રહ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજરોજ સિન્ડિકેટની એક બેઠક મળી જેમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા. એપ્રિલ-૨૦૧૭ પછી આ પ્રથમવાર સિન્ડીકેટ બેઠક મળી હતી. એપ્રિલથી લઈ ઓકટોબર સુધીમાં એસ્ટેટ કમિટીની મીટીંગના નિર્ણયો હતા. જેમાં બાંધકામ, ડેવલપમેન્ટ, બિલ્ડીંગ, ઈકવીપમેન્ટ સહિતના બધા જ નિર્ણયો એસ્ટેટ ફાઈનાન્સ કમિટીમાં લેવામાં આવ્યા. તે એપ્રિલ, મે, જુન અને જુલાઈમાં લેવાયેલા નિર્ણયોનું અનુમોદન સુપ્રીમ સિન્ડીકેટ બોડી છે તેની જાણ માટે મુકવામાં આવ્યા અને બધા જ નિર્ણયો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગયા જુલાઈ મહિનામાં ૨૩ અધ્યાપકો જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરો, એસોસીએટ પ્રોફેસરની નોંધ કરી છે. તે બધાની મંજુરી સર્વાનુમતે બહાલી કરવામાં આવી છે. ત્યારપછી બીજા અધ્યાપકો જે કોન્ટ્રાકટ પર હતા તેને પણ પરમેન્ટ કરવાની મંજુરી આપી છે. આગામી ૨૮ ઓગસ્ટનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ટેબલેટ વિતરણ કાર્યક્રમ સિન્ડીકેટ સભ્યોએ વધાવ્યો છે. ગુજરાતની બીજી યુનિવર્સિટી કરતા વધુ રજીસ્ટ્રેશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ૩૫ હજાર વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કર્યું છે. તે માટે યુનિવર્સિટી સિસ્ટમ અને પરિવારને સિન્ડીકેટ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. આગામી ૨૮ ઓગસ્ટના કાર્યક્રમની તૈયારી તેમજ ‚પરેખા સિન્ડીકેટ સભ્યોને આપવામાં આવી. ૧૦ હજારથી વધુ વિદ્યાર્થી આ કાર્યક્રમમાં હાજર રહેશે અને ખાસ તો સ્વાઈન ફલુના વધતા રોગચાળાને કાબુમાં લાવવા યુનિવર્સિટીની આયુર્વેદ હોસ્પિટલમાંથી ૧ હજાર લિટર આયુર્વેદીક ઉકાળો તૈયાર કરી ૧૦ હજાર બાળકોને પીવડાવવામાં આવશે. સાથો સાથ હોમીયોપેથી કોલેજના વિદ્યાર્થી તૈયાર કરેલી કીટ ૧૦ હજાર વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

મુખ્યમંત્રીના આગામી ૨૮ ઓગસ્ટનો કાર્યક્રમ વિઘ્ન વિના થાય તે માટે સિન્ડીકેટ સદસ્યો અને યુનિવર્સિટી તડામાર તૈયારી કરી રહ્યા છે. ૩૫ હજાર ટેબલેટ પણ આવી ગયા છે. જેનું ડિસ્ટ્રીબ્યુશન જે તે કોલેજ પ્રમાણે થયું છે. વિદ્યાર્થીઓને ટેબલેટ કયાંથી મેળવવા તેની સતાવાર જાહેરાત કાર્યક્રમ પૂર્ણ થયા પછી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.