Abtak Media Google News

અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરૂધ્ધ ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે. જસ્ટિસ જે.સી.દોશીએ નીચલી કોર્ટમાંથી કેસના રેકર્ડ એન્ડ પ્રોસીડીંગ્સ મંગાવતો નિર્દેશ કર્યો હતો અને યુવતીની અરજી પર વધુ સુનાવણી તા.૪થી ડિસેમ્બરના રોજ મુકરર કરી હતી.

Advertisement

ફરિયાદ નોંધવાની માંગ સાથે બ્લગેરીયન યુવતીએ હાઇકોર્ટમાં રીટ દાખલ કરી

અરજદાર યુવતી દ્વારા કરાયેલી રિટ અરજીમાં ફાર્મા કંપનીના સીએમડી વિરૂધ્ધ આઇપીસીની કલમ ૩૭૬, ૩૫૪, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી. અરજદાર યુવતી તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની આક્ષેપભરી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર મૂળ બલ્ગેરિયન નાગરિકત્વ ધરાવે છે અને તેણી ૨૦૨૨માં કેડિલા ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદીની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે જોડાઇ હતી.

સીએમડી સાથે તેને કંપનીના કામે ઉદયપુર, જમ્મુ સહિતના જુદા જુદા સ્થળોએ જવાનું થતુ હતું. સીએમડીએ તેણીને એટલે સુધી જણાવ્યું હતું કે, નોકરી કરવી હોય તો તેમાં બાંધછોડ પણ કરવી પડે. સીએમડી ઘણી વખત અન્ય લોકોની હાજરીમાં પણ તેણીની સાથે અણછાજતું વર્તન કરતા હતા. કંપનીના સીએમડીની સાથે કંપનીના જ અન્ય એક ઉચ્ચ અધિકારી જોન્સન મેથ્યુ પણ આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા છે. અરજદારે ફાર્મા કંપનીના સીએમડી અને આ અધિકારી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વસ્ત્રાપુર મહિલા પોલીસમથકમાં પણ અરજી આપી હતી પરંતુ વારંવારની રજૂઆત અને લેખિત પુરાવા છતાં તેની ફરિયાદ નોંધવામાં આવતી નથી. અરજદારે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ પણ ગુહાર લગાવી હતી પરંતુ કોઇ પરિણામ નહી આવતાં તેણીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

અરજદાર યુવતી તરફથી આક્ષેપ કરાયો હતો કે, આ સમગ્ર પ્રકરણમાં તેણીએ નીચલી કોર્ટમાં ફાર્મા કંપનીના સીએમડી વિરૂધ્ધ ફરિયાદ નોંધવા માટે અરજી કરાઇ હતી. જો કે, તે અરજી કોર્ટે નામંજૂર કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.