Abtak Media Google News

જૂનાગઢથી બોમ્બે પહોચાય એટલી 850 કી.મી. જેટલી લાંબી વીજ લાઇનો જૂનાગઢ શહેરમાં છે. અંદાજીત નાના મોટા 17 હજારથી વધુ વિજ પોલ છે. અને ઉદ્યોગ-ઘર વપરાશ, વ્યાપારીક સહિત 1.26 લાખ વીજ કનેક્શન છે. પરંતુ જૂનાગઢ શહેરમાં તાઉતે વાવાઝોડાએ તારીખ 17 મેના રોજ રાત્રે જૂનાગઢ શહેરની વીજ લાઈનોને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું, ભારે પવનથી જૂનાગઢ શહેરમાં અનેક વિજપોલ પડ્યા, ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું,  ફીડરો ફોલ્ટગ્રસ્ત થયા.

પીજીવીસી એલના કુશળ અનુભવી એન્જિનિયર, લાઇન સ્ટાફ, કોન્ટ્રાક્ટરના માણસોએ નક્કી કર્યું મિશન જૂનાગઢ. અમારૂ મિશન હતું પાવર સપ્લાયનું. પ્રથમ તો શહેરની 27 હોસ્પિટલોમાં પાવર બેક અપની વ્યવસ્થા કરી હોવાથી અવિરત પુરવઠો જાળવી શક્યા.

ઉનાળાની ગરમી અને શહેરીજનો 24 કલાક વીજ પુરવઠાથી  ટેવાયેલા હોય અમારો તમામ મેનપાવર એન્જિનિયર, લાઈન મેન, ઓફિસ સ્ટાફ, કોન્ટ્રાક્ટરના માણસોએ ઉંઘ્યા વગર 48 કલાક ફરજ બજાવી. થોડી વાર ફ્રેશ થવા ઘરે ગયા હશુ બાકી 48 કલાક કામ ઉપર અને ઓન ઠયુટી ફરજ પર રહયા.

અરે જંગલમાંથી આવતા ગ્રોફેડ ફિડરમાં તો દિપડા સામે બેઠા હતા અને અમારા સ્ટાફે કામ કર્યુ. આ ઉપરાંત  વર્કને  અસર ના પહોંચે એટલે લાઈન સ્ટાફ સ્ટાફ ને કામ ઉપર ફુડપેકેટ પહોચાડ્યા. સ્ટાફને જમવાનો સમય ના બગડે એટલે ઓફિસે ભજિયા બનાવી  જમ્યા. અમારો એક જ ઉદ્દેશ હતો તાઉતેથી વેરણ  થયેલી વીજળી જલ્દી પૂર્વવત કરવી.  કાર્યપાલક ઇજનેર વસાવાએ વધુમાં જણાવ્યું કે અમને આનંદ એ વાતનો છે કે ઘણાં ડોક્ટર મિત્રો અને ગ્રાહકોએ પાવર સપ્લાય પૂર્વવત થતાં અમને અભિનંદન પાઠવ્યા.

અમારા સ્ટાફની કામગીરીને બિરદાવી. ઝડપથી કામ કરવા મેનપાવર સાથે મશીનોનો ઉપયોગ કર્યો. વીજપોલ ઊભા કરવા ખાડા માટે મશીનરી લાવ્યા. જે પાંચ મિનિટમાં ખાડો બનાવી દેતું હતું. મશીન અને મેન પાવરના ઉપયોગ સાથે અમારા કર્મયોગી ઓની મહેનતથી અમે જૂનાગઢ સીટી માં 48 કલાકમાં વીજપુરવઠો પુરવઠો પૂર્વવત કરી શક્યા તેનો આનંદ અને સંતોષ છે તેમ વસાવાએ અંતમાં ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.