જો તમે ઈચ્છતા હોય કે તમારાં સંતાનો મેમેટિક્સમાં પાવરધાં થાય તો તેમને શારીરિક રીતે ફિટ બનાવે એવી પ્રવૃત્તિઓમાં જોતરો. ફિઝિકલ ફિટનેસ સારી હોય તેવાં બાળકોની ગણિતિક ક્ષમતાઓ પણ સુધરે છે એવું અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઈલિનોઈના રિસર્ચરોનું કહેવું છે. જે બાળકોના મગજના સેરેબ્રમ નામના ભાગનું બહારનું આવરણ પાતળું હોય તેમનું ગણિત સારું હોય છે.હેલ્ધી અને સંપૂર્ણ કાર્યક્ષમતા ધરાવતું બ્રેઈન હોય તો જ આ આવરણ પાતળું હોય છે. એનાી મગજના ન્યુરોન્સ વચ્ચેનું બિનજરૂરી કનેક્શન તૂટે છે અને જરૂરી કનેક્શન મજબૂત બને છે. રિસર્ચરોએ એવરેજ દસ વર્ષના ૪૮ બાળકોને ટ્રેડમિલ પર કસરત કરાવીને તેમના બ્રેઈનની તપાસ કરી હતી.