Abtak Media Google News

વિટામિન્સ સિવાય પણ તમારી સ્કિનને બીજાં ઘણાં પોષક તત્વોની જરૂર છે. આવો જાણીએ એ પોષક તત્વો કયાં છે

જ્યારે પણ આપણી સ્કિનમાં કોઈ પણ ખામી નજરે આવે એટલે બધા કહે કે તારામાં આ વિટામિનની ખામી હશે ને પેલા વિટામિનની ખામી હશે. એ પછી કંઈ પણ જાણ્યા વગર આપણે કોઈ પણ વિટામિન લેવા બેસી જઈએ છીએ. પણ ક્યારેય એ વિચાર્યું છે કે વિટામિન સ્કિન માટે કેમ આટલાં જરૂરી છે? આપણો ફેસ આપણા મનનો આયનો છે. આપણે જે વિચારીએ છીએ એ, આપણા મનના હાવભાવ આપણા ફેસ પર દેખાય છે. એવી રીતે આપણે શું ખાઈએ છીએ એનું પણ પ્રતિબિંબ આપણી સ્કિન પર દેખાઈ આવે છે. ડાયટિશ્યન અમરીન શેખ કહે છે, આપણે જો સારું જમીશું, આપણા શરીરમાં હાઇડ્રેશનનો જો કોઈ પ્રોબ્લેમ નહીં હોય તો એની સારી અસર આપણી સ્કિન પર દેખાશે અને જો આપણે બરાબર નહીં જમીએ તો એની ખરાબ અસર પણ આપણી સ્કિન પર દેખાશે. એટલે હેલ્ધી સ્કિન માટે ડાયટમાં સ્કિન-રિલેટેડ દરેકેદરેક પ્રોડક્ટ ઍડ કરવી બહુ જરૂરી છે. એમાંી એક છે વિટામિન્સ. આપણી સ્કિન માટે વિટામિન ઈ, સી અને બીની બહુ જરૂર પડે છે.

 વિટામિન સી

વિટામિન સી આપણી સ્કિન માટે સૌથી મહત્વનું વિટામિન માનવામાં આવે છે. એ સ્કિન પર ગ્લો લાવે છે. એ સાથે સ્કિનમાં પડેલા ડાઘને પણ દૂર કરવામાં મદદ કરે છે. સ્કિનના ડેમેજ્ડ ટિશ્યુઝને રિપેર કરવામાં વિટામિન સી બહુ મદદગાર સાબિત થાય છે. એ તમને અવાકાડો, બ્રોકલી, ટમેટાં, કાકડી, લાલ શિમલા મર્ચિ, લીંબુ, મોસંબી અને સંતરા જેવા ખાટા પર્દામાંથી મળે છે. આપણને હંમેશાં યુવાન દેખાવામાં બહુ રસ હોય છે. એ માટે આપણે કેટકેટલી કોશિશ કરીએ છીએ. તો એ કોશિશમાં તમે આજી વિટામિન સીને પણ સામેલ કરી દો, કેમ કે વિટામિન ઈ ઍન્ટિ-એજિંગ છે. એ એજિંગ પ્રોસેસને ધીમી કરે છે. એ સો તમારો ફેસ રિંકલ્સ-ફ્રી રાખે છે. આ વિટામિની સ્કિન પર આવતી ફાઇન લાઇન્સ પણ દૂર થાય છે. એ સિવાય વિટામિન ઈ સ્કિન-ટાઇટનિંગમાં પણ મદદ કરે છે.

 વિટામિન બી

વિટામિન બી અને ઈ સ્કિનમાં આવતી ડ્રાયનેસ, ડાર્ક સર્કલી દૂર રાખે છે અને સ્કિન પર ગ્લો લાવે છે. એ સિવાય વિટામિન ગ્થી સ્કિન પર આવતી રેડનેસ પણ દૂર થાય છે. વિટામિન બી શરીરમાં લોહીના ભ્રમણમાં પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એ સો શરીરને અને સ્કિનને પૂરતો ઑક્સિજન પણ પૂરો પાડે છે. વિટામિન બી તમને મગફળી, બ્રાઉન રાઇસ, ઓટમીલ વગેરેમાંથી મળે છે. વિટામિન બી તમારી સ્કિનના રક્ષાકવચ તરીકે પણ કામ કરે છે. ડ્રાય અને સેન્સિટિવ સ્કિન માટે વિટામિન બી બહુ મહત્વનું છે.

 વિટામિન ઈ

વિટામિન ઈ પણ તમારી સ્કિનને ડ્રાયનેસ અને ડલનેસી બચાવે છે. એની ખામીથી તમારી સ્કિન પર પેચિસ અને ડાર્ક સર્કલ આવવાના ચાન્સિસ વધી જાય છે. એવું માનવામાં આવે છે કે હેલ્ધી સ્કિન માટે વિટામિન ઈ સૌથી મહત્વનું વિટામિન છે. ભોજનમાં વિટામિન એને સામેલ કરવાથી એ સ્કિનને રિંકલ-ફ્રી રાખે છે. તમારી સ્કિન સોફ્ટ થાય છે. એ સિવાય એ સ્કિનને વૃદ્ધ તથા પણ બચાવે છે. વિટામિન ઊ ફેટ સોલ્યુબલ છે. એટલે એ વિટામિનને તમારા શરીરમાં કંઈ પણ કામ કરવા માટે ફેટની જરૂર પડે છે, જ્યારે બાકીનાં વિટામિન વોટર સોલ્યુબલ છે. વિટામિન ઊ તમને વીટગ્રાસ જૂસ, નટ્સ, લીલી શાકભાજી, અનાજ, કઠોળ, બટર વગેરેમાંથી મળી રહે છે.

 બીજાં પોષક તત્વો

સ્કિનને જેટલી વિટામિનની જરૂર છે એટલી પ્રોટીનની પણ જરૂર છે. આના વિશે જણાવતાં ન્યુટ્રિશનિસ્ટ  કહે છે, આપણી સ્કિનને જેમ વિટામિનની જરૂર છે એમ પ્રોટીનની પણ જરૂર છે, કેમ કે આપણી સ્કિન પ્રોટીની બનેલી છે. પ્રોટીન સ્કિનને હેલ્ધી રાખે છે અને સ્કિન પર ગ્લો લાવવામાં મદદ કરે છે. એ સ્કિનને રિપેર કરવામાં પણ મદદ કરે છે. પ્રોટીન દૂધ અને દૂધની પ્રોડક્ટ્સમાંથી મળે છે. એ સિવાય તમે રોજના ખોરાકમાં રેગ્યુલર દાળ પીઓ છો એના કરતાં એક અવા એકી વધારે વાટકી દાળ વધારે પીવાથી પણ તમારા શરીરને પ્રોટીન સમાન માત્રામાં મળી રહેશે.

પ્રોટીની તમારી ડેડ સ્કિન પણ રિપેર કરવામાં મદદ મળે છે. પ્રોટીન પછી સ્કિનને જેની જરૂર છે એ છે મિનરલ્સ. મિનરલ્સ અને વિટામિન એકસો જ કામ કરે છે. આપણે જે પણ વિટામિન લઈએ છીએ એને ઍબ્સોર્બ કરવા માટે મિનરલ્સની બહુ જરૂર હોય છે.

એમાં ઝિન્ક, આયર્ન, સેલેનિયમ વગેરેનો સમાવેશ થાય છે. સ્કિન માટે ઓમેગા-૩ પણ બહુ મહત્વનું કામ કરે છે. ઓમેગા-૩થી પણ તમારી સ્કિન ગ્લો કરે છે. એ સો સ્કિન સોફ્ટ પણ થાય છે. ઓમેગા-૩ તમને બદામ, અખરોટમાંથી મળી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.