Abtak Media Google News

એટીએસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરાઈ : અનેક નવા ઘટસ્ફોટ થવાના એંધાણ

અમદાવાદના ટીંગ રોડ નજીકથી જુનાગઢ તોડકાંડના ફરાર આરોપી તરલ ભટ્ટ અંતે ઝડપાયો છે. એટીએસના હાથે સસ્પેન્ડ પીઆઇની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સ્થિત ગઈકાલે નિવાસ્થાન પર દરોડા પાડવામાં આવ્યો છે. પોલીસની ભીસ વધતા તરલ ભટ્ટનું પગેરુંમળી આવ્યું અને એટીએસના હાથે થઈ ધરપકડ કરી છે.

જૂનાગઢ તોડકાંડ કેસમાં એટીએસની તપાસ તેજ બની છે. એટીએસ દ્વારા તોડકાંડમાં ફરાર આરોપી પીઆઈ તરલ ભટ્ટની અમદાવાદના રીંગ રોડ નજીકથી ધરપકડ કરવામાં આવી છે. હાલ એટીએસ દ્વારા તરલ ભટ્ટની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને પૂછપરછ દરમિયાન અનેક નવા ખુલાસા થાય તેવા એંધાણ છે.

કાર્યવાહીના પગલે તપાસ એજન્સીઓએ ગઈકાલે અમદાવાદમાં પીઆઈ તરલ ભટ્ટના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તરલ ભટ્ટ સહિતના આરોપીઓને શોધવા એટીએસની અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે. તોડકાંડ સંબંધિત પુરાવા એકત્ર કરવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, જૂનાગઢ તોડકાંડની ફરિયાદ પીઆઇ તરલ ભટ્ટ, એસઓજી પીઆઇ એ.એમ.ગોહિલ અને એએસઆઈ દિપક જાની વિરુદ્ધ 26મી જાન્યુઆરીના રોજ નોંધવામાં આવી હતી. જે બાદ બન્ને પીઆઇ અને એએસઆઈ ત્રણેય ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જો કે, હવે ફકત પીઆઈ એ. એમ. ગોહિલ જ તપાસ એજન્સીની પકડથી દુર છે.

અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે 1,000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો. ત્યારે આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યુ છે. કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છૂપાવી હોવાનું પણ ખુલ્યુ છે. પીસીબી દ્વારા એસએમસીને 535 બેન્ક એકાઉન્ટની જ વિગતો આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ બદલી બાદ તરલ ભટ્ટે પેન ડ્રાઈવમાં સટ્ટાકાંડના 1,000 બેંક ખાતાંની વિગતો સાચવી રાખી હતી.

તોડકાંડમાં અમદાવાદ માધુપુરા કેસનું કનેક્શન પણ સામે આવી શકે છે. અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે 1,000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો. આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યુ છે. કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છૂપાવી હોવાનું પણ ખુલ્યુ છે.

મહત્વનું છે કે જુનાગઢ તોડકાંડમાં ગુજરાત એટીએસ દ્વારા ડીઆઈજી દીપન ભદ્રનના સુપર વિઝનમાં વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ તોડકાંડમાં જુનાગઢ માણાવદરના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ એ.એમ. ગોહિલ અને એએસઆઈ દીપક જાનીની ત્રિપુટીએ મળીને સૌથી મોટો તોડબાજી આચરી હોવાનું સામે આવ્યુ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.