વિશ્વભરના સમસ્ત રઘુવંશી સમાજને એક તાંતણે બાંધવાના સંકલ્પ સાથે

અબતકની મુલાકાતમાં રામધામ ટ્રસ્ટના આગેવાનોએ રઘુવંશીઓને મહોત્સવમાં ઉમટી પડવા કરી હાકલ

સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી સમાજના ગૌરવ સમા વાંકાનેરમાં નિર્માણ આધીન રામચંદ્રનું રામધામ આકાર લેવા જઈ રહ્યું છે ત્યારે તારીખ 17  થી 19 ફેબ્રુઆરી સુધીના ત્રિ દિવસીય મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે અબ તકની મુલાકાતે આવેલા રામધામ ટ્રસ્ટના આગેવાનો હસુભાઈ ભગદેવ, વિનુભાઈ કટારીયા, સોનલબેન વસાણી, ગીરીશભાઈ કાનાબાર ,ભાવિનભાઈ સેજપાલ, મેહુલભાઈ નથવાણી, મિતેશભાઇ ચંદારાણા એ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સમસ્ત રઘુવંશી સમાજને એકાંતરે બાંધવાના સંકલ્પ સાથે નિર્માણ આધીન રામધામમાં  ચાર દિવસથી મહોત્સવમાં 108 કુંડી રામ યજ્ઞ અને ભૂમિ પૂજન નું મહોત્સવ માં સમગ્ર દેશ ના રઘુવંશીઓ ઉમટી પડશે.

ચાર દિવસીય શ્રી રામધામ જાલીડા ખાતે ગુરૂદેવની આજ્ઞા મુજબ  108 કુંડી શ્રી રામ મહાયજ્ઞ તથા શ્રી રામધામ નિર્માણનું ખાત મૂહૂર્ત, બ્રહ્મ ચોર્યાસી તથા  સમગ્ર  સૌરાષ્ટ્ર ગુજરાત મહારાષ્ટ્ર તથથા  કચ્છના  સમસ્ત લોહાણા રઘુવંશી સમાજ માટે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો  વિવિધ ધાર્મિક  જગ્યાના સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં  યોજાશે.

t3 6

ચાર દિવસીય કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત તથા કચ્છમાં દરેક ગામમાં લોહાણા મહાજનને રૂમરૂ મળી આમંત્રણ પત્રીકા કંકોત્રી શ્રી રામધામના ટ્રસ્ટીઓ તથા રઘુવંશી યુવાનો પ્રવાસ કરવા આજથી સદગુરૂદેવ પૂ. રણછોડદાસજી  આશ્રમ ખાતેથી પ્રસ્થાન થશે.

આ ઉપરાંત દરેક ગામના મહાજનોને નિમંત્રણ સાથે દરેક મહાજનોને  જલયાત્રા, શ્રીરામ સીલા તથા માટીએકત્રીત માટે પોલીબેગ  પણ અર્પણ કરવાામં આવશે. તે દરેક મહાજન આ શ્રીરામ સીલાની પાંચ દિવસ પુજા  કરશે તેમજ દરેક ગામોનું જલ  તથા માટીએકત્રીત કરી આગામી તા.16.2 ને શુક્રવારે  બપોરે બે કલાકે   ગોંડલ રામજી મંદિરના ગાદીપતી  પ.પૂ. શ્રી જયરામદાસજી મહારાજ તથા કમીજલા ખાતે આવેલ  ભાણસાહેબની જગ્યાના મહંત શ્રી પૂ. જાનકીદાસબાપુ ઉપરાંત ગઢસીસા કચ્છથી પ.પૂ.ચંદુભાની વિશેષ ઉપસ્થિતિમાં  વાંકાનેર લોહાણા મહાજન વાડી ખાતે  જલયાત્રાનું પ્રસ્થાન થશે જે શહેરના  રાજમાર્ગો પર ફરી નિર્માણાધીન  શ્રીરામધાન જાલીડા ખાતે પહોચશે જયાં ઉપરોકત સંતો મહંતો તથા જ્ઞાતિ જનોની ઉપસ્થિતિમિાં   દેહસુધી કાર્યક્રમ યોજાશે.

આ જલયાત્રામાં આકર્ષક ફલોટ ઉપરાંત પાંચસોથી વદુ ગાડીઓતથા યુવાનો બાઈકો સાથે જોડાશે ઉપરાંત આ ભવ્યતાથક્ષ ભવ્ય જલયાત્રામાં  તમામ  બહેનો એક સરખી  સાડી ડ્રેસ કોડમાં તેમજ ભાઈઓ અને યુવાનો કેશરી ઝભો અને સફેદ પેન્ટમાં જોડાશે.

જેમાં બહેનોને એક સરખી સાડી મેળવવા શ્રી રામધામ મહિલા મંડળના પ્રમુખ  સોનલબેન વસાણી મો. 97379 30717 તથા ભાઈઓને ઝભા માટે જનકભાઈ હીરાણી મોરબી મો. 98980 24653 ઉપર સંપકર્;  કરવો.

ઉપરોકત ચાર દિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંમ સેવક ભાઈઓ બહેનોની સતત ઉપસ્થિત રહેશે.

જયારે કચ્છમાંથી સમગ્ર રઘુવંશી સમાજ ઉમટી પડે તે માટે દિપકભાઈ   ઠકકર તથા  તેમની ટીમ સાથ  સમગ્ર કચ્છનો પ્રવાસ પુરો કરેલ છે.   અને  તમામ રઘુવંશી પરિવારોએ ભારે ઉત્સાહ સાથે  ઉમટી પડવા હાકલ કરી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.