Abtak Media Google News

દેશના સૈનિકો સરહદે સંત્રી બનીને ઉભા છે એથીજ પ્રજા સુરક્ષિત અને શાંતજીવન વ્યતિત કરી શકે છે તેમની સેવા અમૂલ્ય અને અનન્ય છે: શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

Pidhari-Talukas-Intermediate-Primary-School-Will-Now-Be-Known-As-Shahidvir-Jairaj-Singh
pidhari-talukas-intermediate-primary-school-will-now-be-known-as-shahidvir-jairaj-singh

દેશસેવામાં સર્વસ્વ અર્પણ કરતા શહિદોની યાદ સતત પ્રેરણા આપતી રહે તે માટે રાજય સરકારના સતુત્ય પ્રયાસના ભાગરૂપે આજરોજ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના વચલીઘોડી ગામની પ્રાથમિક શાળાને ગામના શહિદવીર જયરાજસિંહ પ્રાથમિક શાળા નામાભિધાન રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાયું. ઉલ્લેખનીય છે કે તા. ૩૦-૬-૧૯૭૫ એટલે કે ૩૦મી જુને શહિદવીર જયરાસિંહનો જન્મદિન પણ છે.

વચલીઘોડી ખાતે પ્રાથમિક શાળાનું તકતી અનાવરણ કરી શહિદવીર જયરાજસિંહ પ્રાથમિક શાળા નામાભિધાન કરવાના કાર્યક્રમનું દિપપ્રાગટય સાથે શહિદવીરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી પ્રાસંગિક ઉદબોધન કરતાં રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે દેશસેવાની  ભરપુર દેશદાઝથી પ્રેરાયેલા યુવાનોજ ભારતી સેના અને અર્ધલશ્કરી દળોમાં સ્થાન મેળવી દેશની અમુલય સુવા પ્રદાન કરી શકે છે. તેઓ ખરેખર મહાન વ્યકતિત્વના સ્વામી છે. દેશના સૈનિકો સરહદે સંત્રી બનીને ઉભા છે ત્યારે જ આમ પ્રજા સુરક્ષીત અને શાંત જીવન વ્યતિત કરી શકે છે. તેમની આ સેવા  અમુલ્ય અને અનન્ય છે.

આ તકે તેઓએ શહિદવીરના પરિવારજનોને સન્માન કરી બિરદાવ્યા હતા. આ પ્રસંગે તેઓએ ગ્રામજનોને આવનારા દિવસોમાં ઉભી થનાર પાણીની અછતની વિસમ પરિસ્થિતી, ગ્લોબલ વોર્મીંગના કારણે ઉભી થતી વિવિધ ખરાબ પરિસ્થિતી અને નિક્ષરતા અંગે સદ્રષ્ટાંત માહિતી આપી તેને નવારવાના પ્રયત્નો હાથ ધરવા આહવાન કરતાં તેજ શહિદવીરને સાચી શ્રધ્ધાંજલી બની રહેશે તેમ ઉમેર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શિક્ષણમંત્રી ચુડાસમા તથા સાંસદ મોહનભાઇ કુંડારીયા અને મહાનુભાવોએ વચલીઘોડી ગામના પ્રવેશદ્વારે આવેલા શહિદવીર જયરાજસિંહ જાડેજાના સમારકને ફુલહાર વડે શ્રધ્ધાજંલી અર્પણ કરી બાદમાં તેમના પરીવારજનોની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પુર્વધારાસભ્ય  બાવનજીભાઇ મેતલીયા, જીલ્લા વિકાસ અધિકારી અનીલભાઇ રાણાવાસીયા, આસિસટન્ટ કલેકટર ઓમપ્રકાશ, તાલુકા પંચાયત પ્રમુખ શાંતીભાઇ બેડા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નાથાભાઇ મકવાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવાણા, ગામના સરપંચ જાડેજા, શહિદવીર જયરાજસિંહ ના પિતા ચંદ્રસિંહજી, ધર્મપત્ની ધર્મિષ્ઠાબા સહિત જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા બાળકો ઉપસ્થીત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.