Abtak Media Google News

વાકાયામા શહેરમાં પીએમ ફુમિયો કિશિદાનું ભાષણ શરૂ થાય તે પૂર્વે જ એક શખ્સે બૉમ્બ ફેંક્યો, બૉમ્બ ફૂટે તે પહેલાં જ પીએમને સુરક્ષીત રીતે દૂર લઈ જવાયા

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર જીવલેણ હુમલો થયો છે. વાકાયામા શહેરમાં ભાષણ દરમિયાન એક વ્યક્તિએ તેમના પર પાઇપ બોમ્બ ફેંક્યો હતો. જોકે, બોમ્બ વિસ્ફોટ થાય ત્યાં સુધીમાં પીએમ કિશિદાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. એવા અહેવાલ છે કે જ્યાં ભાષણ થવાનું હતું ત્યાંથી કિશિદાને એસ્કોર્ટ કરવામાં આવ્યા બાદ જ મોટો ધડાકો સંભળાયો હતો.

મળતી માહિતી મુજબ વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકો ચીસો પાડવા લાગ્યા અને તેઓ અહીં-તહીં ભાગતા જોવા મળ્યા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પહેલા લોકો પીએમ કિશિદાની તસવીર લેતા જોવા મળે છે. આ દરમિયાન વિસ્ફોટનો જોરદાર અવાજ સંભળાય છે, જે બાદ અફડાતફડી મચી ગઈ હતી.

આ ઘટના ત્યારે બની જ્યારે વડાપ્રધાન સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવાની તૈયારી કરી રહ્યા હતા.આ પહેલીવાર નથી કે જાપાનના વડાપ્રધાન પર હુમલો થયો હોય. આ પહેલા ગત વર્ષે 8 જુલાઈએ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ, વિસ્ફોટ પછી, સ્થળ પર હાજર પોલીસે તરત જ એક શંકાસ્પદને કસ્ટડીમાં લીધો હતો. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે કિશિડા પાસે પાઇપ જેવું કંઈક ફેંકવામાં આવ્યું હતું, જેના પછી જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો. આ ઘટના ત્યારે બની જ્યારે વડાપ્રધાન સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવાની તૈયારી કરી રહ્યા હતા. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ કિશિદા વર્ષ 2021માં પીએમ બન્યા હતા.

પૂર્વ પીએમ શિન્ઝો આબેની પણ હત્યા કરવામાં આવી હતી

આ પહેલીવાર નથી કે જાપાનના વડાપ્રધાન પર હુમલો થયો હોય. આ પહેલા ગયા વર્ષે 8 જુલાઈએ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળીબાર ત્યારે થયો જ્યારે તેઓ ચૂંટણી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અને ભાષણ આપી રહ્યા હતા. નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જે બાદ તેઓ નીચે પડી ગયા હતા. હુમલા બાદ તરત જ તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તે દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.