Abtak Media Google News

ગુજરાત સહિત મધ્યપ્રદેશ, દિલ્હી અને આંધ્રપ્રદેશ રાજ્યોએ વડાપ્રધાન અને આરોગ્ય મંત્રીને રજુઆત કરી

લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખી પરંપરાગત મીઠાઈ અને નમકીન ઉત્પાદકોએ વડાપ્રધાન અને આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ફૂડ પેકેટના ફ્રન્ટ ઉપર વોર્નિંગ લેબલ અને તેની ગુણવત્તા અંગેના સ્ટાર રેટિંગની માહિતી મૂકવાથી ઉદ્યોગને માઠી અસરનો સામનો કરવો પડશે જે માટે ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી ઓથોરિટીએ આ નિર્ણયને બદલવાની માંગ કરી છે. આ મુદ્દાને ધ્યાને લઈ ગુજરાત સહિત મધ્યપ્રદેશ, દિલ્હી અને આંધ્રપ્રદેશ રાજ્યોએ વડાપ્રધાન અને આરોગ્ય મંત્રીને રજુઆત કરી હતી.

ફેડરેશન ઓફ સ્વીટ એન્ડ નમકીન ઉત્પાદકો જેવા કે, હલદિરામ, બિકાનેરવાલા, બાલાજી વેફર અને ગ્રીનડોટ હેલ્થ ફૂડ દ્વારા એફએસએસઆઈના ચીફ એક્ઝિક્યુટિવને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું હતું કે લેબલિંગ મોડેલ જે નિર્ધારિત કરવામાં આવ્યું છે તેમાં બદલાવ કરવામાં આવે હાલ જે રીતે ચીપ્સ, નમકીન અને પરંપરાગત મીઠાઈ બનાવતી કંપનીઓને ઘણી તકલીફો વેઠવી પડશે.  ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા જે લેબલિંગ ડ્રાફ્ટ ઊભો કરવામાં આવ્યો છે તેમાં સ્ટાર રેટિંગ એટલે કે, ગુણવત્તા જે તે નમકીનની કેટલી છે તે અંગેની વિગતો પેકેજના ફ્રન્ટ ઉપર આપવાથી તેને ઘણી ખરાબ અસર લોકોના માનસ ઉપર પડતી હોય છે. જે પરંપરાગત મીઠાઈ અને નમકીન બનાવવામાં આવતા હોય છે તેમાં ફેટ,  સોલ્ટ અને સુગરનો ઉપયોગ થતો હોય છે અને આ તમામ પ્રકારના મીઠાઈ અને નમકીન મુખ્યત્વે તેઓ વારોની સિઝનમાં જ સામે આવતા હોય છે ત્યારે આ પ્રકારના લેબલ મૂકવાથી ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે છે.

જે લેબલિંગ નિયમો ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવ્યા છે તેનાથી 85 ટકા પરંપરાગત ખાદ્ય ચીજ વસ્તુઓને અસર પહોંચશે. હાલ જે લેબલીંગ અંગેના નિયમોને સુજાવો બહાર પાડવામાં આવ્યા છે અને જેમાં બદલાવ કરવામાં આવ્યો છે તે હાલ વિચાર વિમર્શ ના તબક્કે છે અને સરકાર પણ ઉદય ગંભીરતાથી વિચાર કરી રહી છે કારણ કે જો આ નિયમને અમલી બનાવવામાં આવે તો ઘણા ખરા પ્રશ્નો ખાદ્ય ઉદ્યોગને વેઠવા પડશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.