રાજપૂતા રાઇફલ્સના જવાને બંને પગ ગુમાવ્યા: ટી.ટી.ઇ.ની ધરપકડ

દિબુગઢ અને નવી દિલ્હી વચ્ચે દોડતી રાજધાની એકસપ્રેસ ટ્રેન નં. 20503 ના ટીટીઇ કુપન બોરેની ક્રૂરતાના કારણે રાજપૂતાના રાફફલ્સના જવાન સોનુકુમાર સિંઘને બંને પગ ગુમાવવાનો વારો આવ્યો છે. ચાલુ ટ્રેને બી-6 કોચમાં ચડેલા સોનુકુમાર સિંઘને કોચમાં પ્રવેશ નહીં. આપી ટીટીઇએ ધકકો મારતા સોનુકુમાર સિંઘ પ્લેટફોર્મ પર પટકાતા તેના બંને પગમાં ગંભીર ઇજા થઇ હતી. તેને મિલટરી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ટીટીઇ કુપન બોરે સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી જી.આર.પી.એ. ધરપકડ કરી છે. ગઇકાલે ગુરુવારે સવારે 9.30 વાગ્યે દિબ્રુગઢ – નવી દિલ્હી રાજધાની એકસપ્રેસ બરેલી સ્ટેશનથી રવાના થયા બાદ ચાલુ ટ્રેને બી-6 કોચમાં આર્મીના જવાન સોનુકુમાર સિંઘ ચડયો હતો અને કોચમાં પ્રવેશવા પ્રયાસ કર્યો હતો એ વખતે ટીટીઇએ કોચનો દરવાજો બંધ કરી જવાનને ધકકો મારી દીધો હતો.મૂળ બલિયાનો વતની સોનુકુમાર સિંઘનું પોસ્ટીંગ બરેલીમાં થયું હતું અને ગુરુવારે તે રાજધાની ટ્રેન દ્વારા પોતાના વતનમાં જવા નિકળ્યો હતો.બરેલીથી પ્લેટફોર્મ નં. બે પરથી રાજધાની એકસપ્રેસ રવાના થઇ એ વખતે સોનુકુમાર સિંઘ ચાલુ ટ્રેને કોચમાં ચડવા જતા ટીટીઇએ કોઇ ‘હેલ્પ’ કરવાના બદલે કોચનો દરવાજો બંધ કરી ધકકો મારી દીધો હતો. સુબેદાર હરિન્દકુમાર સિંઘની ફરીયાદના આધારે જીઆરપીએ ટીટીઇ કુપન બોરે સામે હત્યાની કોશિષનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.