Abtak Media Google News

સૌરાષ્ટ્રભરમાંથી  તા.૧૪ અને ૧૫ ઓગષ્ટે શ્રધ્ધાળુઓ જમ્મુ રવાના થશે 

આયોજકો ‘અબતક’ની મુલાકાતે

બજરંગદળ દ્વારા આયોજીત બુઢા અમરના યાત્રામાં તા.૧૪, ૧૫ ઓગષ્ટ સૌરાષ્ટ્રભરમાંથી અનેક યાત્રાળુઓ જમ્મુ જવા માટે રવાના થશે. આ યાત્રા મહાન ઋષી પુલત્સ્યની તપોભૂમિ ઉચ્ચ વિસ્તારમાં પુલત્સ્ય નદીના કિનારે આ સ્થાન આવેલું છે. આ અંગે વિસ્તૃત વિગત આપવા યાત્રા ઈન્ચાર્જ નવનીતભાઈ ગોહેલ, શિવદતભાઈ, નરેન્દ્રભાઈ, નરસિંહભાઈ, બીનાબેન, ઘનશ્યામભાઈ, હેમલતાબેન, નટવરલાલ, ગુણવંતભાઈ, સંજયભાઈ, પ્રભાતભાઈ, હરેશભાઈ, નિતેષભાઈ અને નૈનાબેને ‘અબતક’ની મુલાકાત લીધી હતી.

બુઢા અમરનાનું શીવલીંગ ચકમક સ્ફટીક પથ્રનું છે. આ યાત્રા શ્રાવણ માસના બજરંગદળ દ્વારા સંપૂર્ણ દેશના દરેક રાજયના લોકો અલગ-અલગ તારીખે આ યાત્રામાં હર્ષભેર જોડાઈ જેમના દર્શન માત્રી જીવનમાં કયારેય પણ બુઢાપો ન આવે તેવા બુઢા અમરનાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જમ્મુ શહેરની અંદર યાત્રીઓના નિવાસ માટે ભગવતીનગર જમ્મુ યાત્રા બેઈઝ કેમ્પમાં યાત્રીકો માટેની સુવિધા ઉભી કરવામાં આવેલ છે. આ યાત્રા તા.૧૬ ઓગષ્ટી ૨૫ ઓગષ્ટ દરમ્યાન યોજાવાની છે જેમાં ૧૬ ઓગષ્ટ સાંજે ૪-૦૦ વાગ્યે ઉદ્ઘાટન સમારોહમાં સૌરાષ્ટ્ર પ્રાંત, ઉત્તર બિહાર, તામીલનાડુ, કેરલના શ્રધ્ધાળુઓ ઉપસ્તિ રહેશે અને યાત્રાના પ્રથમ જથ્થામાં પ્રસન કરશે. આ યાત્રાના રાષ્ટ્રીય સંયોજક સૂર્યનારાયણજી યાત્રા ઈન્ચાર્જ તરીકે જમ્મુ બેઈઝ કેમ્પમાં રહેવાના છે.

યાત્રાના પ્રથમ દિવસે સવારે સુંદર બની રાજોરી અને પુછમાં રાત્રી રોકાણ યાત્રાના બીજા દિવસે સવારે બુઢા અમરના અને બુઢા અમરનાી રાજોરી સુંદર બની રાત્રી રોકાણ ત્રીજે દિવસે સવારે શીવખોડી દર્શન ત્યાંથી જમ્મુ પરત.

પ્રતિવર્ષીય યોજાતી આ યાત્રામાં સંપૂર્ણ ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં યાત્રીકો ભાગ લઈ રહ્યાં છે ત્યારે હજુ પણ કોઈપણ યાત્રીકોએ યાત્રામાં આવવું હોય તો ૮-મીલપરા, વિ.હી.પ. કાર્યાલય, સૌરાષ્ટ્ર પાંત યાત્રા ઈન્ચાર્જ નવનીતભાઈ ગોહેલ મો.૯૭૨૬૬ ૯૭૭૫૦ને પોતાનું નામ નોંધાવી યાત્રામાં જોડાઈ શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.