Abtak Media Google News

સમસ્ત મહાજન દ્વારા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશની પાંજરાપોળ, ગૌ શાળાઓના પદાધિકારીઓ જીવદયા કાર્યકરોને અપાયું માર્ગદર્શન: 400 થી વધુ ગામોમાં તળાવ ઉંડા કરવા, ગૌચર નિર્માણ સહિતના કાર્યો માટે સેવારત સમસ્ત મહાજન

Advertisement

જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં લાખો અબોલ જીવોનું જીવનપર્યંત જતન થાય છે . આર્થિક વ્યવસ્થાઓ ઘાસ – ચારાની ઉપલબ્ધતા, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરક, પર્યાવરણ રક્ષા તરફ વળવા માત્ર ગુજરાત – રાજસ્થાન જ નહીં પરંતુ તમામ સંસ્થાઓના તમામ ટ્રસ્ટીઓ આઠ દિવસ ભેગા રહે, એકબીજાનો પરીચય થાય, એક બીજાની હૂક મળે અને એકબીજાનો સહકાર મળે તે માટે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી , એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના મેમ્બર  ગિરીશભાઈ શાહ મો 98200 20976 ) અને સાથી ટીમના માર્ગદર્શનમાં ગૌશાળા , જીવયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ ( એસ.પી.સી.એ ) ના પદાધીકારીઓ, જીવધ્યાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો સકળ  સંઘના ટ્રસ્ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓના આઠ દિવસીય નિવાસી, પ્રવાસી , સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે .

Dsc 2235

આ સંમેલનમાં જીવયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા , ગૌ આધારીત સાંસ્કૃતીનું પુન:સ્થાપન, ગૌયર વિકાસ ગૌ આધારીત કૃષિ – આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા – પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ – પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય , માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક – સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર – પ્રસાર સહિતના અનેકો મુદ્દા ઉપર વિસ્તૃત પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરાશે.

આ સંમેલનમાં સાધુ સંતો તેમજ દેશના જાહેર જીવનના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે. પ્રવાસ દરમ્યાન ગુજરાતની તેમજ રાજસ્થાન તથા મહારાષ્ટ્રની જોવા લાયક, ગૌશાળાઓ – પાંજરાપોળોની મુલાકાતો લેવાઇ રહી છે. પ્રત્યક્ષ માર્ગદર્શન અપાઈ રહ્યું છે. તા .10 સપ્ટેમ્બરને શનીવારના રોજ શરૂ થયેલ આઠ દિવસીય પ્રવાસયાત્રા મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના દેવલાપર ગામે યાત્રા પ્રવાસ શરૂ થયો હતો.  તા 11 સપ્ટેમ્બરના રોજ દેવલાપર ગામે ગૌશાળાનું નિરીક્ષણ અને સુનીલ માનસીંઘકાજી દ્વારા આખો દિવસ માર્ગદર્શન અપાયું હતું.  તા .12  સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે બાફનાજીની  ગૌશાળા ખાતે આખો દિવસ કાર્યક્રમનો અભ્યાસ વર્ગ યોજાઇ થી તા . 14 સપ્ટેમ્પ્સરના રોજ ગુજરાતના વાપી ખાતે  અછત સેવા ટ્રસ્ટ સંચાોળનું વિચરણ તથા વાંદરોવાળા ખાતે અભ્યાસ વર્ષ ચોદો . 8, સાબર ધર્મન ગામે ગૌચર વિકાસ દ્વારા ગ્રામ વિકાસ સંગોષ્ઠી તથા ગોકુલગાંવ ખાતે ક્ષારવાળી જમીનનો સુધાર તથા બમદાવાદની ભેંસી ગૌશાળ ખાતે ગોપાલ સુતરીયાએ માર્ગદર્શન આપ્યું તા . 15 સપ્ટેમ્બર રાજકોટ સ્થિત શ્રીજી ગૌશાળા ખાતે એક દિવસીય શિબીર અંતર્ગત મિતલ ખેતાણી , ડો . પ્રભુદાસ તના ચોથાઇ કર પ્રતિક સંઘાણી , ધીરેન્દ્રભાઈ કાનાબાર, ભૂપતભાઈ છોટબાર, કુમારપાળ શાહ દ્વારા માર્ગદર્શન અપાઈ રહ્યું છે. તથા સદભાવના વૃધ્ધાશ્રમનો વિજયલાઈ ડોબરીયા દ્વારા વૃક્ષારોપણ નું માર્ગદર્શન અપાઈ રહ્યો છે . 1. સપ્ટેમ્બરે બનાસકાઠાના ભાભર ખાતે જલારામ ગૌશાળામાં આખો દિવસ પ્રશિક્ષત વર્ગ યોજાશે તથા તા 17 સપ્ટેમ્બરના રોજ પાવાપુરી તથા પૌડવાડા ખાતે પ્રશિક્ષણ વર્ગ તથા સાંજના આ આઠ દિવસીય મેગા પ્રવાસી સંમેલન કાર્યક્રમની પૂર્ણાહતી કરવામાં આવશે .

Dsc 2228

ગિરીરાભાઈ શાહની સાથે હાથ – પગ મિલાવીને જીવદયા શ્રેષ્ઠીઓ દેવેન્દ્રભાઈ જૈન , કુમારભાઈ શાહ, પરેશભાઈ શાહ, નૂતનબેન દેસાઇ, ગિરીશભાઈ સત્રા, અશોકભાઇ શાહ મિતલ ખેતાણી, હીરાલાલ જૈન, રવિભાઇ જૈન સહિતના દેશભરમાં ફેલાયેલ અનેકો સેવાભાવીઓ સમસ્ત મહાજનની સેવાભાવી પ્રવૃતિઓમાં તન, મન, ધનથી સહભાગી થઇ રહ્યા છે. ભારત સરકારના એનીમલ વેલ્ફેર બોર્ડના મેમ્બર તેમજ સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટી ગિરીશભાઇ શાહના રાજકોટમાં આગમન સમયે યોજાયેલ શ્રીજી ગૌશાળામાં પ્રેસ કોન્ફરન્સમાં ભારત સરકારના પશુ પાલન વિભાગના સલાહકાર મિત્તલ ખેતાણી, સમસ્ત મહાજનનાં કુમારપાળ શાહ, રમેશભાઈ ઠક્કર, ધીરેન્દ્રભાઈ કાનાબાર, પ્રતિક સંઘાણી, ડો, પ્રભુદાસભાઈ તન્ના, વિજયભાઇ ડોબરિયા, ભૂપતભાઈ છાંટબાર, અરુણભાઈ નિર્મળ સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા . આ પ્રેસકોન્ફરન્સમાં ગિરીશભાઇ શાહ, દેવેન્દ્રભાઈ જૈન , મિત્તલ ખેતાણી રમેશભાઇ ઠક્કર , ડો , પ્રભુદાસભાઈ તન્ના સહિતનાઓએ માહિતી આપી હતી .

સમસ્ત મહાજન વૈશ્ર્વિક સ્તરે જળ જંગલ પ્રાણીઓના સુખાકારી માટ પ્રયત્ન શીલ

સમસ્ત મહાજન વૈશ્વિક સ્તરે જળ , જંગલ , જમીન , પ્રાણીઓની સુખાકારી માટે પ્રયત્નશીલ રહે છે . 1996 ના દાયકાના અંતમાં ક ચમત્કાર જેવી ઘટનાએ ગિરીશભાઇના જીવનનો માર્ગ બદલી નાખ્યો . ગિરીશભાઇને ત્રણ જૈન સાધુઓએ જુદા જુદા પ્રસંગે ગૌરક્ષા અને પશુ કલ્યાણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની સલાહ આપી . સમસ્ત મહાજને ઓગસ્ટ , 2002 માં કામ કરવાનું શરૂ કર્યું હતું સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહે એક સૂત્ર સાથે આગળ વધવાનું શરૂ કર્યું , ” સેવા અને રક્ષણ કરો ” . 1 વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ , ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યુ છે. ગિરીશભાઇ શાહ હીરા બજાર સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય વ્યાપારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.