Abtak Media Google News

દ્વારકા ખાતે આજરોજ આઈટીઆઈ સંસ્થા તેમજ ટીસીએસઆરડી મીઠાપુરના સંયુકત ઉપક્રમે વૃક્ષારોપણ મહોત્સવની ઉજવણી કરાઈ. આ સાથે દ્વારકા નગરપાલિકા ખાતે ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાના હુકમો પણ પાઠવેલ હતા.Img 20180915 Wa0007 2

આ કાર્યક્રમના દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર સી.બી.ડુડીયા પ્રમુખ જીતેષભા માણેક, ટીસીએસઆરડી મીઠાપુરના અધિકારીઓ, કોર્બોરેન્ડમ ઓખાના મેનેજર હોટલ તોરણના અધિકારી વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓમાં પ્રસંગાનુરૂપ પ્રવચન આપેલ. સંસ્થાના તાલીમાર્થીઓ દ્વારા વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ પરમાર, ફોરમેન દવે તેમજ સમગ્ર સ્ટાફ તથા તાલીમાર્થી વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવેલ હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.