Abtak Media Google News

શહેરમાં હરિયાળી વધે, પ્રદુષણ દુર થાય અને પર્યાવરણની જાળવણી થાય તેવા હેતુથી સધન વૃક્ષારોપણ કરવામાં આવશે: મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાની

રાજકોટ શહેર પહેલેથી જ રંગીલું રાજકોટ તરીકે ઓળખાય છે, અને રાજકોટની જનતા પણ ખુબ જ રંગીલી છે. આવા રંગીલા રાજકોટને પ્રદુષણી દુર રાખવા અને હરિયાળી વધારવા માટે આગામી તારીખ: ૨૯-૦૭-૨૦૧૮ ના રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૬૯માં વનમહોત્સવ-૨૦૧૮ નું આયોજન કરવામાં આવેલ છે.

૬૯મા વનમહોત્સવ  ૨૦૧૮ ની ઉજવણીને ધ્યાને રાખીને રાજ્ય સરકારશ્રીના આદેશ મુજબ શહેર અને શહેરની બહાર મહતમ હરિયાળી કરી શકાય તેવા હેતુસર નવો ૧૫૦ ફૂટ રીંગ રોડ, ન્યુ રેસકોર્ષ-૨ (અટલ સરોવર પાસે) વનવિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ૬૯ માં વનમહોત્સવની તારીખ: ૨૯ના રોજ ઉજવણી કરવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

ઉપરાંત શહેરમાં વધારેમાં વધારે વૃક્ષરોપણ ાય તે માટે ૧ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ સધન વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે.

આ બંને પ્રોગ્રામને અનુલક્ષીને તારીખ: ૧૮ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં એક મીટીંગનું આયોજન યેલ હતું. જેમાં મેયર બિનાબેન આચાર્ય, ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ડે. કમિશનર ચેતન ગણાત્રા, મહાનગરપાલિકાના ડાઈરેક્ટ ઓફ ગાર્ડન એન્ડ પાર્ક્સ ડો. કે. ડી. હાપલીયા,  નાયબ વનસંરક્ષણ તેમજ વૃક્ષપ્રેમીઓ મીટીંગમાં હાજર રહ્યા હતા અને રાજકોટને વધુને વધુ ગ્રીન બનાવવા માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવા આયોજન કરવામાં આવેલ હતા.

આ બંને કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના તમામ બિલ્ડીગ, જેવાકે વાહીગૃહો, વોર્ડ ઓફીસ, શાળાઓ વિગેરેમાં સનીકેના વપરાશકારો વિગેરે સ્વયંમ વૃક્ષારોપણ કરશે. આ ઉપરાંત શહેરના ૧ થી ૧૮ વોર્ડમાં પસાર તા મુખ્ય ટી.પી. માર્ગો ઉપર રાજકોટ મહાનગરપાલિકા તેમજ સંસકીય વૃક્ષારોપણ કરવામાં આવશે.

કમિશનરે વધુમાં જણાવેલ કે, શહેરના રોડ, ડીવાઈડર, બગીચા હેતુના પ્લોટ તેમજ દરેક વોર્ડના બે પ્લોટ ઉપર જે તે પ્લોટના જગ્યાના હેતુને ધ્યાને રાખી વૃક્ષારોપણ કરવી અને તેનું સારી રીતે નીભાવ જાળવણી થાય તે માટે સ્વેચ્છિક સંસનો સહકાર લેવામાં આવશે.

આ ઉપરાંત શહેરના નાગરિકો, બેન્કર્સ, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ, બિલ્ડર્સ વિગેરેનો સહકાર મેળવી વૃક્ષારોપણ કરવા માટે તેઓને આમંત્રિત કરી તેઓને જાહેરાત હેતુસર જે તે વિસ્તારના વૃક્ષારોપણ ઉપર કરેલ વૃક્ષો પર મુકેલા ટ્રી ગાર્ડ્સ પર પોતાનું સૌજન્ય હેતુસરનું બોર્ડ મૂકી શકશે. તેવું પણ આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.