Abtak Media Google News

છેલ્લા ૧ વર્ષથી જીએસટી રીફંડ ન મળતા ઉત્પાદકોએ વાણીજય કચેરીને આવેદન પાઠવ્યું.

ધોરાજીમાં પ્લાસ્ટીક ઉત્પાદકોના રૂ. ૩૦ કરોડ જેટલી રકમ જીએસટી રીફંડમાં ફસાઇ  ગઇ હોવાની ફરીયાદ સાથે પ્લાસ્ટીક ઉત્પાદકોએ વાણીજય કચેરીએ આવેદન આપી તાકીદે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

ધોરાજીના વિવિધ પ્લાસ્ટીક ઉત્પાદકોએ પોતાની પ્રોડકટોની નિકાસ કરે છે. અને કેટલાક વેપારીઓ સીધી સપ્લાય કરે છે.

આમ માલ સામાનની મુડી રોકડ જીએસટી ક્રેડીટમાં અવરોધ છે અને ૧૮ ટકા જીએસટી સાથે કાચો માલ સામાની ખરીદી કરી રહ્યો છે. નિકાસ માટે ડાયરેકટ નિકાસ આવા વેપારી  નિકાસ માટે ૦ ટકા અથવા ૦.૧ ટકા ની જરુર છે. આવા ધોરાજીના નિકાસકારોએ માલ સામાનની નિકાલ કરેલ અને જીએસટી ક્રેડીટ જે રીંફડ મળવી જોઇએ તે મળતી નથી.

નિકાસકારોને એક તરફ નોટબંધી, મંદી અને પૈસાની સમસ્યાઓ લોનો વગેરેથી પરેશાન છે. જી.એસ.ટી. ક્રેડીમાં વેટ અને એકસાઇઝના ટેકસ કેડીટ પણ રીફંડ નથી મળેલ નથી બીજી સમસ્યાએ છે કે એક વર્ષથી જીએસટી રીફંડમાં ઉઘોગમાં ધોરાજીના ઉઘોગકારોના અંદાજે ૩૦ કરોડ જેટલા રૂપિયા જેએસટી રીફંડમાં ફસાયા છે. ધોરાજીમાં પ્લાસ્ટીકના ઉઘોગકારો દર મહીને ૧૦,૦૦૦ હજાર ટન જેટલો પ્લાસ્ટીક વેસ્ટ આવે છે. અને આ ઉઘોગકારોએ કાચો માલ પેટે ૧૮ ટકા જીએસટી લાગેછે અને માલ તૈયાર થશે વેચાણમાં ૧ર ટકા  જે રીફંડ જીએસટીના પૈસા છેલ્લા એક વર્ષથી પરત મળેલ નથી આ અંગે વેપારીઓ અને નિકાસ કારો તેમજ પ્લાસ્ટીક ઉઘોગકારોએ વાણીજય કચેરીએ જીએસટી કાઉન્સીલ દિલ્હીને ઉદ્દેશીને આવેદન પત્ર આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.