Abtak Media Google News

રૂ ૨૩ હજારનો મુદામાલ જપ્ત કરતી પોલીસ

લોકડાઉન દરમ્યાન લોકો ઘરમાં રહેવાને બદલે પોલીસને પડકાર ફેંકી જાહેરમાં જુગાર ખેલતા હોવાની બાતમીને આધારે ગરબી શેરીમાં દુધની મંડળી પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પુરુષ અને બીજા દરોડામાં શહેરના રાજમોતીનગરમાં ૮ મહિલાઓ જુગાર રમતા ઝડપી લઈ પોલીસે રોકડ રકમ સાથે ૧૩ શખ્સોને ઝડપી લીધા હતા.

Advertisement

પહેલા દરોડામાં દેવરામ શેરી પાસે દુધની ડેરી પાસે જાહેરમાં જુગાર રમતા પ્રવિણ ભગવાનજી સેલારકા (રહે.કૈલાસનગર), સુભાષ નાથાભાઈ બગડા (રહે.ઢાંકની ગારી ગીરનાર સોસાયટી), હિતેશ કારાભાઈ ચંદ્રવાડિયા (રહે.સ્વામિનારાયણ ડગલીવાડી), ધીરજ છગનભાઈ કપુપરા (રહે.બાવલા ચોક, હવેલી વાળી ગલી), નટુભાઈ ધરમશીભાઈ ગજેરા (રહે.જીરાયા પ્લોટ, ગરબી શેરીવાળા)ઓને જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રોકડ રૂ .૧૧,૯૦૦ સાથે ઝડપી લીધા હતા.

જયારે બીજા દરોડામાં છેલ્લા ઘણા સમય થયા રાજમોતીનગર ઘંટીવાળી શેરીમાં જુગારનો અખાડો ચાલી રહ્યો છે તેવી બાતમી આધારે રેડ કરતા જુગાર રમી રહેલી શારદાબેન કાનજીભાઈ રામપરિયા, મીનાબેન વસંતભાઈ કોરાટ (જાતે.પટેલ, રહે.રાજમોતીનગર), ગીતાબેન દિપકભાઈ વ્યાસ (જાતે. બ્રાહ્મણ, રહે.રાજમોતીનગર), શાંતીબેન ચિમનભાઈ જાદવ (જાતે.પ્રજાપતિ), નીલાબેન જાદવભાઈ ભાલોડિયા (જાતે.પટેલ), રૂ દીબેન ચનાભાઇ નંદાણીયા (જાતે. આહિર, રહે.રાજમોતીનગર),  જેન્તીબેન હમીરભાઈ સુવા (જાતે.આહિર, કૃષ્ણ ઓઈલ મીલ રોડ), કાળીબેન મુળુભાઈ જોગલ (જાતે. આહિર, રહે. રાજમોતીનગર, રહે.બધા ઉપલેટા) સહિત સાત મહિલા જાહેરમાં જુગાર રમતા રોકડ રકમ ૧૨,૦૫૦ સાથે ઝડપી લઈ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

આ કામગીરીમાં પી.આઈ. રાણા, પીએસઆઈ ગોયલ, દેવાયતભાઈ કળોતરા, નિલેશભાઈ ચાવડા, જેન્તીભાઈ મજીઠીયા, મેરૂભાઈ મકવાણા, દિનેશભાઈ ગોંડલીયા, ગગુભાઈ ચારણ, યુવરાજસિંહ જાડેજા, વનરાગસિંહ વગેરે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.