Abtak Media Google News

પોસ્ટ રિટાયર્ડ પ્રમોશન બદલ સરકારનો આભાર માનતા વણઝારા

૧૯૮૭ બેંચનાગુજરતા કેડરનાં આઈપીએસ અધિકારી અને ઈસરત જહાં અને સોહરાબુદીનના નકલી એન્કાઉન્ટરની તોહમતના કાનુની સામનો કર્યા બાદ છૂટેલા આઈપીએસ ડી.જી. વણઝારાને સરકારે નિવૃત્તિના છ વર્ષ બાદ આઈજીપી તરીકે પ્રમોશન આપ્યું છે.

વણઝારાએ મંગળવારે રાત્રે ટવીટ પર ગૃહમંત્રાલય દ્વારા પ્રમોશન અંગેની જાહેર કરેલી નોટીસ મૂકી હતી તેમને સપ્ટે.૨૯-૨૦૦૭ની અસરથીબદલી આપી છે. રાજયના ગૃહવિભાગના અધિક સચિવ નિખિલ ભટ્ટ વણઝારાની બઢતી માટે ગૃહ વિભાગે જારી કરેલા નોટીફીકેશન અંગેની પુષ્ટી કરી હતી.

૧૯૮૭ની કેડરનાં આઈપીએસ અધિકારી વણઝારા ૩૧-૫-૨૦૧૪ના દિવસે ડીઆઈજી તરીકે નિવૃત થયા હતા મે. ૨૦૦૭માં શોહરાબુદીન શેખ નકલી એન્કાઉન્ટરમાં કથીત સંડોવણીને પગલે રાજયસરકારે તેમને ૨૦૦૭માં તેમને બરતરફ કર્યા હતા પાછળથી તે ઈસરતજહાં કેસના પણ આરોપી બન્યા હતા જોકે પૂર્વ આઈપીએસ અધિકારી વણઝારા બંને કેસોમાં સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટમાં નિદોર્ષ પૂરવાર થયા હતા. સોહરાબુદીન શેખ કેસમાં ઓગષ્ટ ૨૦૦૭ અને ગયા વર્ષ મે મહિનામાં ઈસરત જહાં કેસમાંથી તેમને મુકિત મળી હતી.

Admin 2

વણઝારાએ ગૃહમંત્રીદ્વારા જારી કરાયેલા નોટીસની સાથે ટવીટ કર્યું હતુ કે મારી સામે રાષ્ટ્રવિરોધી તત્વો દ્વારા મારી અને ગુજરાત પોલીસ સામે મુકાયેલા આરોપમાથી અને મને તમામ એન્કાઉન્ટર કેસમાંથી ન્યાયતંત્રએ કલીનચીટ આપી છે. અને મને પોસ્ટ રિટાયર્ડ પ્રમોશન આપી ૨૯-૯-૨૦૦૭ની સ્થિતિએ આઈજીપી તરીકેનું પ્રમોશન આપનાર ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેનો હું આભારી છું.

કથિત નકલી એન્કાઉન્ટરની ઘટના સર્જાઈ ત્યારે વણઝારા ગુજરાત એન્ટીટેરીફીક સ્કોર્ડ એટીએસની કમાન સંભાળતાતા. માર્ચ ૨૦૦૭માં રાજયની સીઆઈડીએ ધરપકડ કર્યા બાદ વણઝારા લગભગ સાતેક વર્ષ સુધી જેલમાં રહ્યા હતા.

શોહરાબુદીન કેસ સપ્ટે.૨૦૧૨માં મુંબઈ કોર્ટમાં તબદીલ કરવામાં આવ્યો હતો. વણઝારાની ધરપકડ વખતે તે બોર્ડર રેન્જના ડીઆઈજી તરીકે ફરજ બજાવતા હતા વણઝારાએ શોહરાબુદીન શેખને નવે.૨૦૦૫માં ગાંધીનગર નજીક નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરી નાંખવામાં આવી હતી ત્યારબાદ શોહરાબુદીનની પત્નિની પણ ગાયબ થઈ ગઈ હતી તેને પણ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો સીબીઆઈએ આક્ષેપ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.