Abtak Media Google News

ચોમાસા દરમિયાન પણ ભાવ સ્થિર રહે તેવી ધારણા

માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીની પુષ્કળ આવક થઈ રહી છે. કોબીજ, રિંગણા, દુધી જેવા શાકભાજી ઠલવાઈ રહ્યા છે. આ વર્ષ શાકભાજીના ભાવ સ્થિર રહે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.

Advertisement

Vlcsnap 2018 06 02 08H48M45S251અબતક સાથેની વાતચીત દરમિયાન નાનુભાઈ ભરવાડે હજુ ૨ મહિના શાકભાજીના ભાવ આવાને આવા રહેશે આવકમાં દિનપ્રતિદિન ઘટાડો જ થશે ચોમાસાનાં હિસાબે ભાવમાં ઘટાડો થશે. અત્યારે ૩૦ થી ૪૦ રૂપીયા, મરચા બજારની વાત કરીએ તો તદન મંદી જોવા મળે છે. અને ૫ -૧૦ રૂપીયા ભાવ છે. ચોમાસામાં માલ નહિ આવે તો ભાવ વધશે અને આવકની શકયતા છે. અત્યારની બજારની પરિસ્થિતિને જોઈએ તો કોબીજ, રીંગણા, દુધી, ચોળા વગેરરે જેવા લીલા શાકભાજીઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

Vlcsnap 2018 06 02 08H49M28S174

કહી શકાય કે ખૂબજ મોટા પ્રમાણમાં લીલા શાકભાજીની આવક થઈ રહી છે. મોટા પ્રમાણમાં શાકભાજીનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. માર્કેટીંગ યાર્ડ ખાતે લીલા શાકભાજીની આવક થઈ રહી છે. ખેડુતો લીલા શાકભાજીને લઈને વધારે ઉત્પાદન કરી રહ્યા છે. અને ટુંક સમયમાં વરસાદ પડે અને આવે તો ભાવમાં પણ તેજી અને નરમાઈ જોવા મળે છે. આગામી ચોમાસામાં વરસાદ પડે અને પાકને નુકશાન થાયતો કહી શકાય કે લીલા શાકભાજીની અંદર મોટા પ્રમાણમાં વૃધ્ધિ આવી શકે છે. હાલમાં લીલા શાકભાજીની આવક ખૂબજ મોટા પ્રમાણમાં થઈ રહી છે. અને ભાવમાં નરમાઈ છે. ચોમાસામાં ભાવ વધશે તેવું પણ કહી શકીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.