Abtak Media Google News

૧લી મે થી ૩૧મી મે સુધી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આજરોજ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્ ખાતે એક અગત્યની પ્રદેશ બેઠક યોજાઇ હતી. રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજી આ બેઠકમાં સવિશેષરૂપે ઉપસ્તિ રહ્યા હતા.આજની આ પ્રદેશ બેઠકમાં કેન્દ્ર દ્વારા અપાયેલ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા હા ધરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ સંસદ ન ચાલવા દઇને બીલ પાસ ન વા દઇ ભાજપાની વિકાસલક્ષી નીતિઓ અને ગરીબલક્ષી યોજનાઓને અટકાવવાનું પાપ કરી રહી છે. દેશના વિકાસને રૂંધવાનું પાપ કરી રહી છે. આ બાબત દેશની જનતા સમક્ષ લઇ જવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, દેશના ભાજપાના તમામ સાંસદો, ધારાસભ્યો તેમજ સનિક સ્વરાજ્યની ચૂંટાયેલી પાંખ, કાર્યકર્તાઓ અને સમાજના વિવિધ વર્ગના લોકો આજે એક દિવસના પ્રતિકાત્મક ઉપવાસ પર બેસવાના છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડો. બાબાસાહેબ આંબેડકરજીની નિર્વાણભૂમિ પર ૧૦૦ કરોડના ખર્ચે બનાવેલ સ્મારકનું લોકાર્પણ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા “સબકા સાથ, સબકા ગાંવ, સબકા વિકાસના સુત્રને પ્રતિબિંબિત કરતું તારીખ ૧૪ એપ્રિલી ૫મી મે સુધી ગ્રામ સ્વરાજ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે. તે અંતર્ગત ૧૪મી એપ્રિલના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ઉજવણી તારીખ ૧૮ એપ્રિલના રોજ “સ્વચ્છ ભારત પર્વ, ૨૦ એપ્રિલના રોજ “ઉજ્જવલા પંચાયત, ૨૪ એપ્રિલના રોજ પંચાયતી રાજ દિવસ, ૨૮ એપ્રિલના રોજ ગ્રામ શક્તિ અભિયાન, ૩૦ એપ્રિલના રોજ “આયુષ્યમાન ભારત અભિયાન, ૨જી મેના રોજ કિસાન કલ્યાણ કાર્યશાળા અને ૫મી મેના રોજ આજીવિકા અને કૌશલવિકાસ મેળાનું આયોજન હા ધરવામાં આવ્યુ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૧લી મે થી ૩૧મી મે સુધી રાજ્યવ્યાપી યોજાનાર “સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાનની યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.