Abtak Media Google News

કાલે જન ઔષધિ દિવસ

વિડીયો કોન્ફરન્સનાં કાર્યક્રમને નિહાળવા માટે ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી

5 Bannafa For Site 1 2

Advertisement

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પિરયોજના ધ્વારા રોગ નિદાન અંગેની સવલતો અને દવાઓ જનઔષધિ કેન્દ્રો પર સસ્તા દરે પ્રજાજનોને મળી રહી છે. અને દેશના ૭૦૦ થી વધુ જીલ્લાઓમાં ૬ર૦૪ જેટલા જનઔષધિ કેન્દ્રો કાર્યરત છે. ૯૦૦ કરતા વધુ દવાઓ અને ૧પ૪ કરતા વધુ સર્જીકલ સાધનો આ જનઔષધિ કેન્દ્રો પર રાહતદરે મળે છે. આ દવાઓ તેમજ સર્જીકલ સાધનો ની ખરીદી રેગ્યુલર ટેન્ડર ધ્વારા જરૂરીયાત પ્રમાણે થાય છે ત્યારેજન ઔષધિ કેન્દ્રો માં દવાની કીમત નકકી કરવની પધ્ધતિ ખૂબ જ પારદર્શક છે. સૌથી વધારે કિમત હોય તેવી ૩ બ્રાન્ડેડ દવાઓની સરેરાશ કિમત નકકી કરીને તેના પ૦% ભાવ નકકી કરવામાં આવે છે. તેમજ કેટલીક દવાઓના કિસ્સામાં ૮૦%  થી ૯૦%  સુધીનો ફાયદો પણ આપવામાં આવે છે. આ જનઔષધિ કેન્દ્રો પ્રધાનમંત્રીજી કી દુકાન તરીકે ઓળખાઈ રહયા છે ત્યારે આવતીકાલે તા.૭ માર્ચના જનઔષધિ દિવસ છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સવારે ૧૦:૦૦ કલાકે આ પિરયોજના ના લાભાર્થીઓ તેમજ જનઔષધિ કેન્દ્રોના દુકાનદારો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરશે. જેમાં શહેરના કીસાનપરા ચોક, મહીલા કોલેજ રોડ પર આવેલ જન ઔષધિ મેડીકલ સ્ટોર ત્રીવેણી સંગમ એપાર્ટમેન્ટ જેમા વોર્ડ નં.૧,ર,૮,૯,૧૦ તેમજ મંગળા મેઈન રોડ, મનહર પ્લોટ શેરી નં.૭, રામમંદીર સામે જન ઔષધિ કેન્દ્ર ખાતે જેમાં વોર્ડ નં.૭,૧૪,૧૭ તેમજ સનલાઈટ પ્લાઝા કોમ્પલેક્ષ્ા, બાલક હનુમાન મંદીર ચોક, પેડક રોડ સ્થિત જનઔષધિ કેન્દ્ર જેમાં વોર્ડ નં.૩,૪,પ,૬,૧પ,૧૬ તેમજ મનહર પ્લોટ-૧૩, ક્ધયા છાત્રાલય સામે, વિદ્યાનગર મેઈન રોડ, જનઔષધિ કેન્દ્ર ખાતે વોર્ડ નં.૭,૧૪,૧૭ તેમજ રાજકોટવાલા કોમ્પલેક્ષ્ા, મવડી ચોકડી જનઔષધિ કેન્દ્ર જેમાં વોર્ડ નં.૧૧,૧ર,૧૩ અને ૧૮ ના કાર્યર્ક્તાઓ ઉપસ્થિત રહેશે. તેમજ ઉપરોક્ત કાર્યક્રમમાં મોહનભાઈ કુંડારીયા, ધનસુખ ભંડેરી, નિતીન ભારધ્વાજ, કમલેશ મિરાણી, ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, બીનાબેન આચાર્ય, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, ભીખાભાઈ વસોયા સહીતના ઉપસ્થિત રહી આ વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમને નિહાળશે. તો તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.