Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

સગાં સંબંધીઓ સાથેના વણસેલાં સંબંધોમાં સુમેળ સધાવાનાં સંયોગો. નવાં ટુ-ફોર વ્હીલર જેવાં ફેમીલી વાહનોની ખરીદીનાં શુભાવસર. પિત પ્રકૃતિ વાળા જાતકોએ વિશેષ કાળજી રાખવી. રેસ્તોરાં, હોટેલ તથા ટ્રાવેલ એજંસીઝના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. નાનાં નાનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ થોડુ પ્રતિકુળ નીવડશે. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ પણ મધ્યમ જણાશે. ખાનગી નોકરીયાત માટે આ સપ્તાહ હળવું સાનુકુળ રહેશે. ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. 1 ત્થા 3 જુન સામાન્ય રહેશે.

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

સર્વિસ બિઝનેશનાં જાતકો માટે ભાગદોડ વાળુ સપ્તાહ. દ્વાદેશ ત્થા ઊચ્ચસ્થ શુક્ર વાળા જાતકો આ સપ્તાહે અનેક પ્રકારે લાભ મળવાંની સંભાવનાં. સાથે અવૈધ સંબંધોથી સાચવવું. તમામ પ્રકારની સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલય સાથે સંલગ્ન શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ નીવડશે. નાના વ્યાપાર વણિજ તથા છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે હળવું લાભદાયી સપ્તાહ. સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ. 31મે, 4 જુન મધ્યમ રહેશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

કોટન તથા તેમાંથી બનતાં રેડીમેડ ગાર્મેંટ્સ સંબંધિત તમામ ઓદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. મશીનરીઝ ઉદ્યોગ સમેત મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક. અન્ય વ્યાપારી એકમનાં જાતકો માટે ન નફો નૂકશાન વાળુ સપ્તાહ. સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. કુટુબીજનો સાથે થયેલા વિખવાદો સુખદ અંત. વ્યવસાય હેતુ પ્રવાસ થવાંનાં સંયોગો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ ઉતમ રહેશે. 29 તથા 31 મેનાં દિવસો જ મધ્યમ નીવડશે.

કર્ક

004 1

ઍડર્વટાઈઝ એજંસીઝના તેમજ મેનેજમેંટ/ફાઈનાંસ રીલેટેડ ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો માટે દોડધામ વાળુ સપ્તાહ. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ અને લાભકારી સપ્તાહ. ખાદ્ય તેલનાં ઓદ્યોગિક-વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નિવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે મધ્યમ સપ્તાહ. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપારી એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ, મહિલાકર્મીઓ માટે આ સપ્તાહ પણ હળવું ફાયદાકારક. 2 તથા 3 જુન સાધારણ જણાશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

અવૈધ સંબંધો તથા આવેગ અને ઉતાવળ પર કાબુ રાખવો, નહીં તો વાયરલ થવાંનાં સંયોગો. શેર બજાર તથા સટ્ટા બજારનાં જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો તથા જથ્થાબંધ વાણિજયનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ તથા ભાગદોડ વાળુ રહેશે. ધંધા ઉદ્યોગમાં નવી તકો મળવાંની પણ સંભાવનાઓ. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નિવડશે, સાથે બરતરફી કે નિલંબનનાં પણ સંયોગો છે. સગાં, કુટુંબીઓ સાથે સુમેળ સધાશે,સાથ સહકાર પણ મળશે. છાત્રો, મહિલા-કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે હળવું લાભદાયક સપ્તાહ . 31 મે, 3 જુન સાધારણ રહેશે.

ક્ધયા

The-Future-Of-The-Weekly-Zodiac

પ્રવાહી પેય તથા રસાયણિક દ્રવ્યોના ઉત્પાદક તેમજ આયુર્વેદીક ફાર્મસીનાં જાતકો તથા જથ્થા બંધ વ્યાપારી ત્થા વિક્રેતા માટે ખુબ જ લાભકારક સપ્તાહ. આ સિવાયનાં તમામ મોટા ઔદ્યોગિક એકમના જાતકો ત્થા નાના મોટા તમામ વ્યાપાર -વણિજનાં એકમોનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકર્તા નિવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે સાનુકુળ સપ્તાહ. સર્વિસ તથા કંસ્લ્ટીંગ બિઝનેશના જાતકો માટે ઉતમ સપ્તાહ. ખાનગી કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. મહિલા કર્મીઓ, નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે લાભદાયી સપ્તાહ. પ્રથમ જુન જ સામાન્ય રહેશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

કલા તથા કારીગરી ક્ષેત્રનાં જાતકો માટે પુષ્કળ લાભકારક સપ્તાહ. સૌંદર્ય પ્રસાધન તથા તેને સંબંધિત તમામ ઓદ્યોગિક તથા વ્યાપારી એકમોનાં જાતકો માટે આ સપ્તાહ તેજીલું અને ફાયદાકારક જોવા મળશે. અન્ય ઓદ્યોગિક એક્મ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે. રીટેઈલર્સ માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ નિવડશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ આ સપ્તાહ લાભદાયક નિવડશે. પરિવારમાં સુમેળતા યથાવત. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. 2 જુન મધ્યમ જણાશે.

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

ફળફળાદી તથા લીલાં કે ફ્રોઝન શાકભાજી, પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ તથા ડેરી ઉદ્યોગ સંબંધિત કૃષિ -ધંધા વ્યવસાયનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. જવલનશીલ ઉત્પાદનાં ઓદ્યોગિક-વ્યાપારી એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. અન્ય, ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે અણધાર્યા ફાયદાનાં સંયોગો, મધ્યમ કદનાં વ્યાપાર વણિજ તથા સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે હળવું લાભકારી સપ્તાહ. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. પરિવાર તરફથી સહકારનાં સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા છાત્રો માટે લાભદાયી સપ્તાહ. 31 મે સામાન્ય જણાશે.

ધન

009 1

અલિપ્ત ભાવે લેખાજોખા સાથે આત્મઅન્વેષણ, સ્વાધ્યાય પણ કરાવશે. સાથે, અનેક પ્રકારે લાભ પણ કરાવશે. ઉદ્યોગ તથા વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નિવડશે. સર્વિસ બિઝનેસનાં જાતકો માટે સપ્તાહ બહુ જ લાભદાયક રહેશે, સાથે નવી અનેક તકો સાંપડશે. બેરોજગારો માટે નોકરીનાં શુભાવસરો. સરકારી ક્ષેત્રનાં કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે સાથે બદલી-બઢતીનાં પણ સંયોગો. પરિવાર સાથે ધાર્મિક પ્રવાસ કરવાંનાં સંયોગો. ઉચ્ચાભ્યાસુ વિદ્યાર્થીઓ, ગૃહિણી, મહિલા કર્મી તથા નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયી નિવડશે. 4 જુનનો દિવસ જ અર્ધ સાધારણ રહેશે.

મકર

010 1

ધંધા વ્યવસાયનાં કામકાજ અર્થે ઘણી દોડધામ રહે સાથે બહારના રાજયમાં પ્રવાસ થાય તેવાં સંયોગો. રાજકીય વ્યક્તિઓ તથા વહીવટી તંત્ર સાથે જોડાયેલ તમામ વર્ગ માટે મધ્યમ સપ્તાહ. ખાનગી શૈક્ષણિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે સાથે નવી તક મળવાનાં સંયોગો. નાનાં ઔધોગિક એકમનાં જાતકો ત્થા તમામ પ્રકારના વ્યાપારી વર્ગના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે અર્ધ પ્રતિકુળ સપ્તાહ. નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ. પ્રથમ જુન મધ્યમ નીવડશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

નાનાં મશીનરીઝ ઔદ્યોગિક એકમનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. ધંધા ઉદ્યોગમાં વક્ર તર્કથી કોઈ વિધ્ન આવવાનાં સંયોગો. સ્ટેશનરી સંબંધિત જથ્થાબંધ વેપારના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ જણાશે. આ સિવાયનાં તમામ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સંયોગો. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. રેવન્યુ વિભાગનાં કર્મચારીઓ, તલાટીઓ તથા ખાનગી એકમનાં કર્મચારીઓ માટે મધ્યમ સપ્તાહ. ઊચ્ચાભ્યાસુ છાત્રો, મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે મધ્યમ સપ્તાહ. 31 મે, 3 જુન સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

ખાનગી એકાઉંટ ક્ષેત્ર તથા વિમા એજન્સીઝ, તેમજ ખાનગી બેંકીંગ એજન્સીઝ કે એકમનાં જાતકો માટે ચડાવ ઉતાર વાળુ સપ્તાહ. ખાનગી શૈક્ષણિક એકમ તથા સરકારી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. નાના ઔદ્યોગિક એકમ તથા મધ્યમ કદનાં વ્યાપાર- વાણિજયક એકમોના જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડ્શે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા સરકારી કર્મચારી માટે અર્ધ લાભદાયી સપ્તાહ. કુટુંબમાં વ્યર્થ બાબતથી હળવો કંકાસ થવાંનાં સંયોગો. મૈત્રી તથા બહારી સંબંધોમાં સાચવવું, મહિલા-કર્મીઓ, ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે લાભકર્તા સપ્તાહ. 31મે, 1 જુન સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.