Abtak Media Google News

પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી રચાઇ રહેલું મંદીર યુએઇનું આકર્ષક લેન્ડમાર્ક બનશે: ૨૦૨૦ સુધીમાં નિર્માણ કાર્ય પૂર્ણ થશે

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉ૫સ્થિતિમાં ભૂમિપુજન સાથે લોન્ચ થઇ રહેલા હિન્દુ મંદીરના વિધિવત કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે. આ મંદીરના નિર્માણનું સૂત્ર સંભાળી રહેલા બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના સાધુ બ્રહ્મવિહારીદાસે ખબુધાબીથી જણાવ્યું હતું કે યુનાઇટેડ આરબ અમીરાતની મુખ્ય રાજધાની અબુધાબીના ક્રાઉન પ્રિન્સ દ્વારા અબુધાબી ખાતે આપવામાં આવેલ જમીન પર હિન્દુ મંદીરના નિર્માણનો આરંભ સંગીન સંદેશ બની રહી છે. ખાસ કરીને એકવીસમી સદીમાં વિશ્ર્વ જયારે સ્વાથી કારણોને લીધે ટુકડા બનાવે છે. યુ.એ.ઇ. ના સ્થાપકોના એકતા અને સહિષ્ણુતાના આદર્શોને સંગીન બનાવે છે. નરેન્દ્રભાઇ મોદી તથા બંને દેશોના લોકોની સંવાદિત માટેની કટિબઘ્ધતા બદલ અમે સૌના આભારી છીએ.

છેલ્લા ર૦ વર્ષથી મઘ્યપૂર્વના આરબ દેશોમાં નિયમિત મુલાકાત લઇને બી.એ.પી.એસ. સત્સંગ પ્રવૃતિનું સંચાલન કરતા સાધુ બ્રહ્મવિહારીદાસે અબુધાબી ખાતે થઇ રહેલા હિન્દુ મંદીરની સંસ્થા યુ.એ.ઇ.ના શાસકો તથા ભારત સરકાર પ્રત્યે વિનમ્રતા સાથે સન્માન અનુભવે છે.

ભારત અને વિશ્ર્વના અનેક દેશોમાં ફેલાયેલા બી.એ.પી.એસ.ના ભવ્ય અક્ષરધામ તેમજ ૧૨૦૦ કરતાં વધુ પર્યાવરણીય બાબતોને કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડસથી નવાજવામાં આવ્યા છે. મઘ્યપૂર્વના આરબ દેશોમાં રચાઇ રહેલું પથ્થરમાંથી નિમિત આ સર્વપ્રથમ મંદીર અનેક મહારાજની પ્રેરણાથી અને તેમના અનુગામી પરમ પુજય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી રચાઇ રહ્યું છે.દુબઇ- અબુધાબી હાઇવે પર અબુ મુરૈકાહ ખાતે રચાઇ રહેલું પરંપરાગત શૈલીનું આ હિન્દુ ઘડતર કામ ભારતીય કારીગરો દ્વારા ભારતમાં થશે અને અબુધાબી ખાતે તેનું નિર્માણ થશે. વિઝીટર નિર્માણકાર્ય સન ૨૦૨૦ સુધીમાં પૂર્ણ થઇ જાય તેવી આશા સેવાઇ રહી છે.

બધી જ માન્યતા અને ભૂમિકાવાળા તમામ લોકો માટે ખુલ્લુ આ મંદીર ધર્મ અને જાતીના ઉદાત્ત હેતુઓને સાર્થક કરશે. આ મંદીર હિન્દુ ધર્મની પરંપરાગત ધાર્મિક વિવિવિધાનો સાથે યુ.એ.ઇ. ખાતે રહેતા ૩૩ લાખથી વધુ ભારતીયો અને પ્રવાસી તરીકે આવતા અનેક લોકોને બાળકો તથા આવનારી અનેક પેઢીઓને આ મંદીર ઉજજવળ ભાવિની દિશા ચીંધશે. આધ્યાત્મિક અને સંવાદિતાની જયોતિ બની રહેશે. તેમજ શ્રઘ્ધા અને મૈત્રીનું એક વૈશ્ર્વીક પ્રીતક બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.