Abtak Media Google News
  • લાગણી જયારે અક્ષર દેહે કાગળ પર લખાય ત્યારે કવિતા-ગઝલનો થાય ઉદય
  • ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા માઘ્યમોની પોસ્ટમાં તસવીર સાથે લખાયેલા વાકયો મનને પ્રફુલ્તિત કરે છે
  • આજના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં કવિતાનો ઓછો ઉપયોગ થાય છે, પણ સોશિયલ મીડિયામાં લખાયેલી એક-બે લાઇન દિલ જીતી લે છે. 

આજે વિશ્વ કવિતા દિવસ છે ત્યારે પ્રેમ હુંફ અને લાગણીઓ સાથે કલ્પનાની દુનિયા ઉમેરાય અને કવિના શબ્દો થકી પ્રેમ કાવ્ય, વિરહમાં ગઝલ રચાય જાય છે. આજનો દિવસ જીવનમાં કવિતાઓનું મહત્વ સમજાવવા દર વર્ષે ઉજવાય છે. આ ઉજવણીની શરુઆત વિશ્વમાં પ્રથમવાર પેરીસ શહેરથી કરવામાં આવી હતી.

પ્રાચિન કાળથી કૃષ્ણ ભકિતના મીરાબાઇની ઘણી રચના જોવા મળે છે. પ્રેમ અને સુંદરતાનું વર્પન કરવા કવિતાથી સારુ માઘ્યમ કોઇ નથી. બધા જ કવિઓએ સ્ત્રીની સુંદરતા, ચહેરા, આંખ, કેશ, હોઠ, ગાલ જેવા વિવિધ અંગોની સુંદરતા પર કવિતા લપ્ત છે.

વિશ્વમાં પ્રથમવાર 1999માં કવિતા દિવસ ઉજવવાની શરુઆત થઇ હતી. આજે તો કવિતા વાંચન, લેખન અને પઠન સાથે કવિ સંમેલન મુશાયરા પણ યોજાય છે. કવિઓની ઉર્મિસભર રચનાઓને પ્રોત્સાહીત કરવા આજનો દિવસ છે. પ્રેમ અને ભકિતના સમન્વયથી રચાયેલી ઉમદા કવિતા માનવ જીવનનું આભુષણ છે. મીરાબાઇની દરેક રચનામાં કૃષ્ણ ભકિત અને પ્રેમ ભકિતના વિવિધ પાસાઓને શબ્દ દેહે શણગાર્યા છે.

દરેક કવિ પોતાના મનમાંથી કવિતાનું સર્જન કરીને તેને જન્મ આપે છે. યુનેસ્કો દ્વારા દર વર્ષે આ દિવસની ઉજવણી કરીને કાવ્યાત્મક અભિવ્યકિત અને વિવિધ ભાષાકિય વિવિધતાને સપોર્ટ કરીને લુપ્ત થતી ભાષાઓની રચનાને સાંભળવવાની તક પુરી પાડે છે. કવિતા દિવસ એટલે વૈશ્ર્વિક કાવ્ય લેખન, લેખન, વાંચન, પ્રકાશન  અને તેના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

કવિના હ્રદયમાં ઉદભગતી લાગણીઓ અને તેને શબ્દોનું લેખન સાથે તેનો અલંકારીક શણગાર એક પ્રેમમય કાવ્ય બનાવે છે. કવિતા સાક્ષરતાના પ્રસાદ પહેલા પણ અસ્તિત્વમાં હતી જ, કવિતા માનવ જાતિના અસ્તિત્વની મુંઝવણો સાથે પડઘો પાડીને અંદરના વિચારોને બહાર કાઢે છે. વિશ્વ કવિતા દિવસને કાવ્ય દિવસ કે અંગ્રેજીમાં વર્લ્ડ પોએટરી દિવસ પણ કહેવાય છે.

એક પાનામાં વ્યકત કરી ન શકીએ ત્યારે કવિ માત્ર એક બે વાકયોમાં હ્રદય પીગળી જાય તેવા શબ્દોમાં કરી જાય છે. કાવ્ય દ્વારા દેશના દરેક નાગરીકના હૈયામાં દેશભકિતનું નિરુપણ પણ કરી શકાય છે. હ્રદયના ઊંડા ખુણે છુપાયેલા ભાવોને બહાર લાવવા માટેનું એક માત્ર સાધન એટલે કવિતા છે. આજના ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં પણ પૃથ્વી પરના દરેક માનવીના મનમાં, આત્મામાં એક સુંંદર કવિતા ઝંખે છે. કવિતા આંતરિક શકિત પણ છે, સાથે કવિ તેની રચના દ્વારા અંધારામાંથી પણ અજવાળા તરફનો માર્ગ શોધી લે છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.