Abtak Media Google News

ભારતમાં સૌથી વધુ જંગલો મધ્યપ્રદેશમાં  અને સૌથી ઓછા હરિયાણા રાજ્યમાં જોવા મળે છે : પૃથ્વી પર જૈવિક આવરણ, જલાવરણ અને વાતાવરણ જેવા મુખ્ય ત્રણ આવરણો આવેલા છે : દર વર્ષે આઠ મિલિયન હેક્ટર જંગલ નાશ પામે છે, છેલ્લા 17 વર્ષમાં એમેઝોન ના 50 ટકા જંગલો અદ્રશ્ય થઈ ગયા છે, જેમાં વૃક્ષો, પ્રાણીઓ, જંતુઓ અને પક્ષીઓનો પણ સમાવેશ થાય છે

જંગલો સચવાશે તો જ જીવન સચવાશે અનફે મરણ પણ સચવાશે: આપણા ગુજરાતના ખૂબ જ ગીચતાવાળા જંગલો, મધ્યમ ગીચતાવાળા જંગલો અને ખુલ્લા જંગલો જેવા ત્રણ પ્રકારના જંગલો જોવા મળે છે

આપણાં જંગલો સ્વસ્થ હશે તોજ આપણું આરોગ્ય સારૂ રહેશે. વાતાવરણમાં ઠંડક લાવવા અને પર્યાવરણનાં રક્ષણ માટે જંગલોની ભૂમિકા મહત્વની. 2012 થી ઈન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ ઉજવાય છે.

T5 9

ગ્લોબલ વોર્મિંગ ના કારણે જંગલો નાશ પામવા લાગ્યા છે. જંગલની આસપાસના વિસ્તારોના લોકો કે આદિજાતિ પરંપરાઓથી આવતા લોકો જંગલનો આદર કરે છે. આ લોકો તેને પ્રાચીન પવિત્ર અને કુદરતની રહસ્યમય કરામત તરીકે જુએ છે. જંગલો અતુલ્ય જૈવ વિવિધતા અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે શ્રેષ્ઠ છે. હવા, પાણી, ખોરાક અને સંસાધનો પ્રદાન કરીને રોજિંદા જીવનમાં જંગલો જ આપણને મદદ કરે છે. કુદરત સાથેના આપણા જોડાણને જંગલો જ યાદ અપાવે છે.

વિશ્વના દરેક દેશો આજે જંગલના રક્ષણ સાથે વૃક્ષો સાથે જોડાયેલી  પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. આપણા ગુજરાતમાંસાત પ્રકારનાં જંગલો જોવા મળે છે તેમાં જુનાગઢના ગીર જંગલ વિશ્વભરમાં જાણીતું છે. આ વષની થીમ: પજંગલો અને નવીનતાથ છે જે, તેના સંવર્ધન માટે ઇનોવેશન અને નવા આઈડિયા ને પ્રોત્સાહિત કરે છે. વ્યક્તિગત સુખાકારીથી લઈને વૈશ્વિક ટકાઉપણમાં જંગલનું જતન મહત્વનું ગણી શકાય. આપણા ગ્રહના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં જંગલોની ભૂમિકા મહત્વની છે. તમામ જાણીતી ઉપયજીવી પ્રજાતિઓ માંથી 80 ટકા જંગલોમાં રહે છે. જંગલોમાં જમીન અને વનસ્પતિના અડધા વૈશ્વિક કાર્બન સ્ટોક હોય છે.

T3 20

વર્ષો પહેલાના વાતાવરણ અને આજના વાતાવરણમાં   ઘણો તફાવત જોવા મળે છે, તેનું કારણ જંગલો અને  વૃક્ષો નષ્ટ થતાં જાય છે તે છે, આજનો દિવસ આપણને ઘણી બાબતે જાગૃત કરે છે. માનવજાતને વનો દ્વારા આગાહી લાભો -પેદાશો સાથે ઘણા  ઉપકારો  મળ્યા છે. આપણે વનની જાળવણી કરવી ખૂબજ જરૂરી છે. વૃક્ષો વરસાદ  લાવવામાં મદદ કરતાં હોવા ઉપરાંત પર્યાવરણને શુધ્ધ રાખવાની અહંમ કામગીરી  કરે છે.  વન-જંગલોને નુકશાન ન થાય તેવું આયોજન હોવું જોઈએ. વિકસતા વિકાસના પગલે માનવીએ સિમેન્ટના જંગલો  ખડકીને ગ્લોબલ વોર્મિંગ જેવી ભયાનક સમસ્યાને આમંત્રણ આપી દીધું છે.

દર વર્ષ વિશ્વવન દિવસની વાર્ષિક થીમ અપાય છે તેમાં આ વર્ષે  પવન અને નવિનતાથ ઉપર સમગ્ર 2024 નાં વર્ષમાં વિવિધ આયોજનો  કરવામાં આવે છે. જંગલોના સંરક્ષણ સાથે તેમાં રહેતા પશુ પંખીઓનું રક્ષણ અને સંવર્ધન પણ જરૂરી છે. આપણા જંગલો સ્વસ્થ હશે તો જ આપણુ આરોગ્ય સારૂ રહેશે તે  હકિકત છે. સૌ જાણતા હોવા છતાં  આપણે જ  આપણું પર્યાવરણ બગાડી ને મુશ્કેલી ઉભી કરી છે. આવનારી પેઢીને ફરી હરીયાળી પૃથ્વી  આપવા સૌએ  યુધ્ધના ધોરણે કામ કરવું જ પડશે. વાતાવરણમાં ઠંડક લાવવા અને પર્યાવરણના રક્ષણ માટે  જંગલોની ભૂમિકા  અહંમ છે. આપણા ગુજરાતમાં ભારતના અન્ય રાજયો કરતાં જંગલો વૃક્ષો ઓછા જોવા મળે છે. આપણુ ગીરનું જંગલ તો વિશ્વભરમાં જાણીતું છે.ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ, ભરૂચ,  નવસારી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જેવાવિવિધ  જિલ્લામાં રાજયનો અડધો વન વિસ્તાર જોવા મળે છે.  દેશના કુલ જંગલોમાં 20 ટકા દાવાનળ ફાટવાની પણ જોખમ રહે છે. વરસાદી અને   ખરાઉ જંગલો સાથે વિવિધ  પ્રકારનાં જંગલો આપણા દેશમાં જોવા મળે છે. આપણા પૂર્વોતર વિસ્તારો  મેઘાલય, નાગાલેન્ડ અને અરૂણાચલમાં દેશના પોણાભાગના જંગલો કવર કરી રહ્યા છે. આપણા બધાનો ધ્યેય હવે તો  વૃક્ષો વાવો-ઉછેરવા અને જતન કરવાનો જ હોવો જોઈએ.   આજે વૈશ્ર્વિક સ્તરે વૃક્ષો સાથે  જોડાયેલી  પ્રવૃત્તિઓનું  આયોજન થઈ રહ્યું છે.   ત્યારે આવનારી પેઢીને દરેક મા-બાપ, પરિવાર કે   શિક્ષકોએ જંગલનું મહત્વ સમજાવવાની અને તેના મહત્વની જાણકારી આપીને છાત્ર શકિતને   પર્યાવરણના રક્ષણ સાથેની  પ્રવૃત્તિમાં  જોડવાની જરૂર છે. આપણા દેશમાં વન્યધારાના કડક કાયદાના અમલને કારણે આંશિક  સફળતા મળી છે. પણ હજુ ઘણુ કરવાની જરૂર છે.

T4 15

ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનની જાહેર કરેલ એક યાદી મુજબ  દર મીનીટે 25 હેકટર એટલે કે 36 ફૂટબોલના મેદાનો જેટલા કુદરતી વનોનો  નાશ થઈ રહ્યો છે, જો આમને આમ  ચાલુ રહ્યું  તો, એક દિવસ પૃથ્વી વન વિહોણી બનતા વાર નથી લાગવાની, વૈજ્ઞાનિકોના મત મુજબ ઓછામાં ઓછી 33 ટકા જમીન  વન વિસ્તાર ધરાવે છે, એનો મતલબ એ થયો કે   આપણે દરેકે 20 ટકાથી વધુ વૃક્ષો રોજ વાવવા પડશે.  જંગલોનો  નાશ થતાં રોકો અને વૃક્ષો વાવતા રહો તો જ  આગળ જતા ફાયદાની આશા રાખી શકીએ. જંગલો છે તો આપણે છીએ, અને તે ટકી રહેશે તો જ આપણે ટકી રહીશું  જંગલો વિનાં માત્ર માનવજીવન જ નહૈી પણ પ્રાણી,પશુ,  પંખીઓના  જીવનની કલ્પના પણ ન થઈ શકે. વિશ્વભરમાં 1971 થી આ મુવમેન્ટ ચાલી આવી રહી છે, પણ  છેલ્લા દશકા ઉપરનાં વર્ષો વિશ્વના તમામ  દેશો સક્રિય કાર્ય કરવા લાગ્યા છે.   જંગલોમાં જ જોવા મળતા વૃક્ષો અને છોડ પૃથ્વી પરનાં ઓકિસજનનો મુખ્ય સ્ત્રોત છે. જો આ ન હોય તો ઓકિસજનની ઉણપ જીવન માટે જોખમી  સાબીત થઈ શકે છે.

આપણા જંગલો મનુષ્ય-પ્રાણીઓ-પંખીઓને અન્ન,પાણી,  અને આશરો આપતા હોવાથી  લોકોનાં જીવનમાં તેનું વિશેષ મહત્વ છે. જંગલોનાં પણ વિવિધ પ્રકારો હોય છે. જેમાં  મુખ્યત્વે ત્રણ પ્રકારનાં  અનામત જંગલો, સંરક્ષીત જંગલો અને અવર્ગીકૃત જંગલો ગણાય છે. આ ત્રણેય પ્રકારનાં જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં  આવે છે. આપણા દેશનો જંગલો કુલ વિસ્તાર પૈકી 54.4 ટકા જગ્યા રોકે છે. જયારે વન વિસ્તારના  29.21 ટકા જગ્યા રોકે છે. આપણા દેશના ઘણા જંગલો  દુર્ગમ  અને ગીચ હોવાથી તેને વર્ગીકૃત કરાયા નથી. વ્યવસ્થાની દ્રષ્ટિએ રાજયની માલિકીના જંગલો, સામુદાયિક જંગલો અને  ખાનગી જંગલો જેવા ભાગો પાડી શકાય છે. આપણા દેશમાં ઉષ્ણકટિબંધના વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો, ભરતીના જંગલો અને શંકુદ્રુમ જંગલો જેવા પાંચ પ્રકારના જંગલો આવેલા છે.

T2 36

જંગલો લીલા ફેફસા છે, અને તે કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે, સરહદ સુરક્ષા

જેવું અગત્યનું કામ જંગલો અને અન્ય પ્રાણીઓની સુરક્ષાનું છે : જંગલોના

પુન:સ્થાપનમાં ટેકનોલોજી અને સર્જનાત્મક અભિગમનું ઉપયોગ કરવો : પૃથ્વી

પરના જીવનને ટકાવી રાખવામાં જંગલો મહત્વની ભૂમિકા ભજવે છે.

જંગલો એટલે પૃથ્વીના ફેફસા !

વન-જંગલો આપણા જીવન સાથે પ્રાચિનકાળથી જોડાયેલા છે. ત્યારે આજના ગ્લોબલ  વોર્મિંગના  સમયમાં નષ્ટ થતાં વનો જંગલો આગામી વર્ષોમાં   ભયાનક આંધી લાવશે એ નકકી છે. જો આનાથી બચવું હશે તો, પૃથ્વીના  ફેફસા સમા જંગલોનું  જતન અને રક્ષણ કરવાની  તાતી જરૂર છે. ઘણા વર્ષો થી આ તેનો દિવસ ઉજવીએ છીએ, પણ આપણા સૌથી મોટા કુદરતી ખજાના પૈકી જંગલોના મહત્વ વિશે છાત્રોમાં, ભાવી પેઢીમાં જાગૃતિ લાવવાની જરૂર છે.જંગલો અને  વૃક્ષો વગર  માનવ જીવનની કલ્પના અશકય છે.પૃથ્વી વસતા  તમામના જીવન માટે ઓકિસજન બનાવતું હોવાથી તે આવશ્યક છે.જંગલો તમામ વન્યજીવોનું ઘર છે. ગ્લોબલ વોર્મિંગ અને ઔદ્યોગીક અસરોએ જંગલના  અસ્તિત્વ અને તેની વન્યજીવન અને માનવ સુરક્ષાને જોખમમાં મૂકયું છે. પધારો વૃક્ષ વધારો…..આવજો વૃક્ષો વાવજો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.