Abtak Media Google News

બે અવા ચાર વ્યક્તિ સો મળી મોબાઈલમાં રમાતી ‘લુડો’માં રોકડના દાવ લગાવ્યા

૨૧મી સદીમાં ‘ઈસ્ટો’ની રમત હવે મોબાઈલમાં બની ‘લુડો’ ગેમ

ગર્ભીત રીતે રમાતા ‘લુડો’ની રમતમાં ખોવાયું યુવાધન, અનેક યા બરબાદ

બાળપણમાં ગામ કે શહેરમાં હેર એક વ્યક્તિ ‘ઈસ્ટો’ની ગેમ રમી સમય પસાર કર્યો હશે. પરંતુ ૨૧મી સદીના મોબાઈલ યુગમાં ‘ઈસ્ટો’ની રમતને એપ્લીકેશન મારફતે ‘લુડો’ ગેમ બનાવી હોય જેના કારણે આજના યુવાનો ‘લુડો’ ગેમ મારફતે જુગારના વ્યસન તરફ ધકેલાયો છે. સરાજાહેર રમાતી ‘લુડો’ ગેમમાં રોજ લાખો રૂપિયાની હારજીત થતી હોય છે અને અનેક યુવાનો આ જુગારના કારણે બરબાદી તરફ ધકેલાયા છે.

શહેરના અનેક વિસ્તારોમાં છડેચોક બે અવા ચાર વ્યક્તિ ભેગા મળી મોબાઈલમાં ઓનલાઈન ‘લુડો’ ગેમ રમતા જોવા મળી રહ્યાં છે. આ દ્રશ્ય માત્ર રમત પુરતુ જ સીમીત ની રહ્યું. આજના યુવાનો ‘લુડો’ ગેમના માધ્યમી ગર્ભીત જુગાર રમતા યા છે. રૂા.૧૦૦ ી લઈ ૨૫ થી ૩૦ હજારની રકમના દાવ લગાવી રહ્યાં છે. ‘પબજી’ ગેમ મોબાઈલ પર રમવા પર અગાઉ શહેરમાં પોલીસ કમિશનરે પ્રતિબંધ મુકયો હતો. પરંતુ તેમ છતાં છાનાખુણે અનેક યુવાનો ‘પબજી’ ગેમના વ્યસન તરફ ધકેલાયા હોય જેથી છાનાખુણે ગેમ રમતા હોય અને પોલીસે ભુતકાળમાં અનેક યુવાનોને ‘પબજી’ ગેમ રમતા પકડી તેની સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

આજના આધુનિક યુગમાં ટેકનોલોજી વ્યક્તિ માટે ઘણી ઉપયોગી છે તેની સો સો તેના ગેરલાભ પણ સામે આવ્યા છે. મોબાઈલમાં એપ્લીકેશન મારફતે ડાઉનલોડ કરી ‘લુડો’ ગેમ લોકોના મનોરંજન માટે બનાવવામાં આવી છે. પરંતુ ‘લુડો’ ગેમના માધ્યમી આજે યુવાધન જુગારની પ્રવૃતિમાં વ્યસ્ત બન્યું છે. આવનારા દિવસોમાં જો પોલીસ આ ‘લુડો’ ગેમ પર પ્રતિબંધ નહીં મુકે તો આ જુગારની લતમાં અનેક યુવાનો બરબાદી તરફ ધકેલાઈ જશે તેવી સ્થિતિ વર્તમાન સમયમાં ઉદ્ભવવા પામી છે.

પોલીસ સ્ટેશનમાં ‘લુડો’ ગેમ રમતો સ્ટાફ

Img 20191106 Wa0087

રાજકોટ શહેરમાં પોલીસ માટે પલવારની નવરાશ ન હોય તેવું પોલીસ સ્ટેશનના પગથીયા ચડીએ ત્યારે લોકોને લાગતુ હોય છે પરંતુ તસ્વીરમાં દ્રશ્યમાન થતાં શહેરના એક પોલીસ સ્ટેશનમાં મહિલા અને પુરુષ સ્ટાફ પાસે જાણે કોઈ કામ ન હોય અને સાવ નવરાશની પળો હોય તેમ મોબાઈલમાં ટેબલ પર બેઠા-બેઠા ‘લુડો’ ગેમ રમતા નજરે પડી રહ્યાં છે. શહેરની આવી અનેક સરકારી કચેરીઓમાં ‘લુડો’ ગેમ એ સરકારી કર્મચારીના મગજમાં ઘર કરી લીધુ છે અને તેઓ કામ પડતુ મુકી ‘લુડો’ ગેમ રમવાનું શરૂ કર્યું હોય તેમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.