Abtak Media Google News

એરગન, બાઈક સહિતનો મુદામાલ પણ જપ્ત કરવામાં આવ્યો

સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં બે દિવસ સુધી પી.એસ.આઈ.ના નામનો ઉપયોગ કરીને એક શખ્સે રોફ જમાવી ભયનો માહોલ ઉભો કરતા હોસ્પિટલમાં ચકચાર ફેલાઇ હતી. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા વઢવાણ ઉપાસના સર્કલ પાસેી નકલી પી.એસ.આઈ.ને બાઇક, એરગન સો દબોચી લીધો હતો.  વઢવાણ તાલુકાના ખારવા ગામના ૨૯ વર્ષના દિનેશભાઈ લક્ષ્મણભાઈ મહેરીયા મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ગયા હતાં. ત્યારબાદ પોતે પી.એસ.આઈ. છે તેવુ ખોટુ નામ હોદ્દો ધારણ કરી હોસ્પિટલના સ્ટાફને ફરજમાં રૂકાવટ કરી તેમજ કમરના ભાગે એરગન જેવુ સાધન લટકાવી આવ્યો હતો. ત્યારબાદ શખ્સે ગાળો આપી સ્ટાફને ઘરભેગા કરી દઇશે તેમ કહી ભય ઉભો કર્યો હોવાની ફરિયાદ જિલ્લા સિવિલ સર્જન ડો. હરેશકુમાર મંગળદાસ વેસેટીયને નોંધાવી હતી. અંગેનો ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન બુધવારે શખ્સ બાઇક સો વઢવાણી સુરેન્દ્રનગર તરફ જતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ઇન્ચાર્જ પી.એસ.આઈ. ડી.બી.ઝાલા સહિતની ટીમે વોચ ગોઠવી હતી. ત્યારે વઢવાણ ઉપાસના સર્કલ પાસેી બાઇક સો દિનેશભાઈ મહેરીયાને દબોચી લીધો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.