Abtak Media Google News

કોરોના મહામારીનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેર બધા જ લોકો માટે ખૂબ જ ઘાતકી હતી. કેટલા લોકોએ પોતાના સ્વજનો પોતાના પરિવારજાનો ગુમાવ્યા હતા. આવા સમયમાં લોકોને કોરોનાથી બચાવવા માટે ડોક્ટરો,પોલીસ કર્મચારી કોરોના વોરોયર્સે અત્યંત શ્રેષ્ઠ ભૂમિકા ભજવી હતી.

લોકોને બધા જ નિયમોનું પાલન કરાવવું એ બધી કામગીરી કરવામાં રાજકોટ પોલીસે મહત્વની ભૂમિકા ભજવી છે. લોકોને માસ્ક બાબતે ઉજાગર કરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા જેવી મહત્વપૂર્ણ કામ રાજકોટ પોલીસ દ્વારાં કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા બીજી લહેર સમયે આવતા તહેવારો બાબતે રાજકોટ શહેરના અધિકારીઓએ લોકો સાથે મળીને વશેષ કાળજી અંગે બેઠકો કરી લોકોને તહેવારો દરમ્યાન સરુક્ષીત રહેવા અને તહેવારોમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા ન કરવા અપીલ કરવામાં આવી છે.

  • અનલોક ૮ થી ૧૨ દરમ્યાન કરવામાં આવેલ કાર્યવાહી
  • જાહરે નામાના ભંગના કુલ કેસ– ૧૦,૭૨૭,
  • કરફ્યુ ભંગના કુલ કેસ – ૧૦,૭૮૧,
  • વાહન ડીટેઇન – ૯,૩૮૨,
  • સોશ્યલ ડીસ્ટન્સ ભંગના કુલ કેસ – ૨,૭૨૪,
  • જાહેરમા માસ્ક નહીં પહેરવા ના કેસો – ૭૩,૩૧૫,
  • જાહેરમાર્ગ પર માસ્ક નહીં પહેરવાના કેસો અંગેનો કેસો – રૂ.૭,૩૩,૧૫,૦૦૦/-
  • જાહેર થૂંકવા અંગેના કરેલ કેસો – ૫,૫૧૨,
  • જાહેરમાં થૂંકવાના કેસો અંગેનો દંડ – રૂ.૨૮,૦૨,૦૦૦/-

કોરોનાની બીજી લહેર દરમિયાન પોલીસ દ્વારા કરાયેલી ઉત્કૃષ્ટ કામગીરી અંગે પોલીસ દ્વારા તૈયાર કરાયેલી બુક પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કરાઈ છે. કોરોની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની વિતરણ વ્યવસ્થા, માસ્ક વિતરણ અને સોશ્યલ ડીસ્ટન્સનું ચુસ્ત પાલન કરાવ્યું, હોસ્પિટલમાં દાખલ થવા આવેલા દર્દીઓ અને તેમના સગા-સંબંધીને લીંબુ પાણી અને નાળીયેર પાણી આપવા, વેકસીન અંગે જાગૃતિ લાવવા અભિયાન ચલાવી સુપર સ્પેડરને શોધી વેકસીન અપાવા સહિતની કામગીરી અંગેનો બુકમાં ઉલેખ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.