Abtak Media Google News

મૃતદેહ પર શંકાસ્પદ નિશાન જોવા મળ્યા

Bhesan

ભેસાણ સમાચાર

7 ઓક્ટોમ્બર ના રોજ ભેસાણ શહેરની ઉબેન નદીમાં એક મૃતદેહ દેખાતા ભેસાણ પોલીસ ઘટના સ્થરે પહોંચી હતી. આ બાબતે વધુ તપાસ કરતા મરનારની ઓળખ મેળવી હતી, જેમાં મરનાર યુવક ભેસાણ શહેરમાં જીંનપ્લોટ વિસ્તારમાં રહેતો 32 વર્ષનો યુવક જમાલ પબડા હતો. તે ઉપરાંત યુવકના મૃતદેહમાં શંકાસ્પદ નિશાન મળી આવ્યા હતા.

જેના અનુસંધાને ડેડબોડી તત્કાલ ભેસાણ પોલીસ સ્ટેશન પી.એસ.આઈ.ડી.કે.સરવૈયા દ્વારા  ભેસાણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.કરવા મોકલવામાં આવી હતી.  આ હત્યા છેક કે કેમ તેમની તાત્કાલિક તપાસ હાથ ધરીને ઘટનાસ્થળનું પંચનામું અન્ય પૂછપરછ કરીને આ કેશ વહેલી તકે પૂર્ણ થાય તેવી તજવીજ હાથધરી છઆવી હતી.

બીજી બાજુ મૃત્યુ પામનારના મિત્રો તથા સુની મુસ્લિમ બિરાજદારો દ્વારા પી.એસ.આઈ.સાહેબને લેખિતમાં આ અંગે તપાસ વહેલી તકે પૂર્ણ થાય તેમજ તેનું ખુન થયું હોય તો આરોપીને તત્કાલ ઝડપીને મરનારના પરિવારને ન્યાય મળે તેવું લેખિતમા આપ્ઉયું હતું. ઉલ્લેખનીય છે કે પી.એસ.આઈ.ડી.કે.સરવાયા સાહેબે આના પહેલા પણ ભેસાણ તાલુકાના ચણાકા. ચુડા.ગામમાં થયેલ હત્યામાં હત્યારાઓને ગણતરીના કલાકોમાં જ ઝડપીને જેલ હવાલે કાર્ય હતા.
મેલવાણી તરૂણ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.