Abtak Media Google News

ગયા વર્ષે ગુજરાતના ખેડા જિલ્લામાં મુસ્લિમ પુરુષોને નિર્દયતાથી મારવા બદલ અદાલતની તિરસ્કારના આરોપોનો સામનો કરી રહેલા ચાર પોલીસ અધિકારી-કર્મચારીઓએ બુધવારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે લાકડી વડે પાછળથી મારવાને કસ્ટોડિયલ ટોર્ચર ગણી શકાય નહીં.

આરોપીના વરિષ્ઠ વકીલ પ્રકાશ જાનીએ જસ્ટિસ એએસ સુપેહિયા અને જસ્ટિસ ગીતા ગોપીની બેંચ સમક્ષ દલીલ કરી હતી કે પોલીસકર્મીઓ 10 થી 15 વર્ષથી ફરજ બજાવે છે. આવી સ્થિતિમાં, જો આ લોકોને દોષિત ઠેરવવામાં આવે છે અને સજા કરવામાં આવે છે, તો તેની તેમના વર્ક રેકોર્ડ પર પણ નકારાત્મક અસર પડશે.

ગરબા દરમિયાન પથ્થરમારાના આરોપીઓને ખેડા પોલીસે જાહેરમાં માર્યો હતો માર

સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ગયા વર્ષે 4 ઓક્ટોબરના રોજ ખેડાના ઉંધેલા ગામમાં નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા કાર્યક્રમમાં પથ્થરમારો કરવા બદલ આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ મુસ્લિમ પુરુષોને જાહેરમાં થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બદલ ઇન્સ્પેક્ટર એ.વી. પરમાર, સબ-ઇન્સ્પેક્ટર ડીબી કુમાવત, હેડ કોન્સ્ટેબલ કે એલ ડાભી અને કોન્સ્ટેબલ આરઆર ડાભી સામે આરોપો ઘડવામાં આવ્યા છે.

કોર્ટના તિરસ્કારના આરોપોનો સામનો કરી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી. પરમારે 11 ઓક્ટોબરે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે આ લોકોને પીઠમાં ડંડા મારવા એ ખોટું છે પરંતુ તે કસ્ટડીયલ ટોર્ચર સમાન નથી તેથી તિરસ્કારનો આરોપ દાખલ કરવો જોઈએ નહીં.

સોગંદનામું દાખલ કરતી વખતે પરમારે જણાવ્યું હતું કે, આરોપીને ત્રણથી છ વાર લાકડી મારવી એ ખોટું છે પરંતુ કોર્ટના તિરસ્કારનો આરોપ મૂકીને સજા કરવી એ ખોટું છે. આને કસ્ટોડિયલ ટોર્ચર સાથે સરખાવી શકાય નહીં. સાથે જ અન્ય ત્રણ અધિકારીઓએ પણ આ જ દલીલ રજૂ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.