Abtak Media Google News
  • તરલ ભટ્ટના 3 ફોન, 3 કોમ્પ્યુટર, પેન ડ્રાઈવ, લેપટોપ એટીએસે જપ્ત કર્યા

Junagadh News

જુનાગઢ તોડકાંડ મામલે એસઓજી પીએસઆઇ ,સીપીઆઈ તરલ ભટ્ટ અને એએસઆઈ દીપક જાનીને  સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.જે મામલે એટીએસની ટીમે તરલ ભટ્ટને ગયા શુક્રવારે અમદાવાદમાંથી ધરપકડ કરી હતી.અને એટીએસની ટીમ તરલ ભટ્ટને લઇને 7 ફેબ્રુઆરી એ જુનાગઢ પહોંચી હતી, અને જુનાગઢની સેશન્સ કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જુનાગઢ કોર્ટે તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.અને એટીએસ દ્વારા તોડકાંડ મામલે કેટલીક બાબતો અંગે તરલ ભટ્ટની પૂછપરછ પણ કરવામાં આવી હતી . અને રિમાન્ડ પૂર્ણ થતા આજે તરલ ભટ્ટને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે.ખાસ વાત છે કે સસ્પેન્ટેડ પીઆઇ તરલ ભટ્ટ સાયબર એક્સપર્ટ હોવાના કારણે ડિજિટલ પુરાવા એકત્રિત કરવા એટીએસ માટે કઠીન બન્યુ હતું.ત્યારે જૂનાગઢ તોડકાંડના આરોપી તરલ ભટ્ટ ફરિયાદ થયાના છ દિવસે ઝડપાયા હતા.

Junagadh: Pi Suspended In Khaki Vandalism Taral Bhatt In Jail Custody
Junagadh: PI suspended in khaki vandalism Taral Bhatt in jail custody

મામલામાં એટીએસએ તરલ ભટ્ટના ત્રણ મોબાઈલ, લેપટોપ, પેનડ્રાઈવ, 3  કોમ્પ્યુટર, કબ્જે કર્યા છે જોકે આ તમામાંથી ડેટા ડીલીટ કરી દેવાયા હોવાથી એટીએસએ તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે.

ત્યારે હજુ પણ એસ.ઓ.જી. પી.આઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દિપક જાનીની એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે આવનાર સમયમાં આ તોડકાંડ મામલે કેટલા બેંક ખાતાઓ સીઝ કરવામાં આવ્યા હતા ? કોની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા.? તે મામલે અલગ અલગ દિશામાં અઝજ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે..

તોડકાંડમાં અમદાવાદ માધુપુરા કેસનું કનેક્શન પણ સામે આવી શકે છે. અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે 1,000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો. આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યુ છે. કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છૂપાવી હોવાનું પણ ખુલ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.