Abtak Media Google News

હાલ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારી ચાલી રહી છે. રાજકીય પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત સાથે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા હાલ ચૂંટણીને પગલે બિનહિસાબી રોકડની હેરફેર પર બાજનજર રાખી રહી છે. પોલીસ દ્વારા ચેકપોસ્ટ બનાવી વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઇકાલે જ જામનગર અને રાજકોટ માથી પોલીસે રોકડ રકમ જપ્ત કરી હતી.

જામનગરમાં પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન 25 લાખ અને રાજકોટ માઠી 40 લાખ જેટલી રોકડ રકમને જપ્ત કરી છે. ત્યારે ચૂંટણી સમયે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમ્યાન વધુ એક કાર માંથી રોકડ રકમ મળી આવી છે.
મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામમાં વાહન ચેકિંગ દરમ્યાન 4.87 હજારની રોકડ રકમ એક કાર માથી ફ્લાઇઁગ સ્ક્વોડ દ્વારા પકડી પાડવામાં આવી છે.

મુંબઈ અમદાવાદ હાઇવે પર આવેલા નંદીગામ પાસે વાહન ચેકીંગમાં રોકડ રકમ મળી આવતા પોલીસ અને ચૂંટણી પંચની ટિમ એ વધુ તપાસ શરૂ કરી છે. મુંબઈ થી વાપી જઈ રહેલી કાર માં ડ્રાઇવર નીં સીટ પાસે મૂકેલી રોકડ અંગે યોગ્ય જવાબ નહીં મળતા રકમ જપ્ત કરી યોગ્ય આધાર પુરાવા રજુ કરવા જણાવાયુ છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.