Abtak Media Google News

ઉપરી અધિકારીઓના મનસ્વીપણાથી ક્યારેક નાના કર્મચારી ટેન્શનમાં ન કરવાનું કરી બેસે છે: પોલીસ કર્મીઓના આપઘાત પાછળ જવાબદાર કોણ ?

પોલીસ વિભાગમાં હાલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા નાના કર્મચારીઓ-અધિકારીઓ ઉપર ‘શિસ્ત’ના નામે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હોવાથી અને ઉચ્ચ અધિકારીઓના મનસ્વીપણાના કારણે ક્યારેક નાના કર્મચારીઓ ટેન્શનમાં આવી ન કરવાનું કામ કરી બેસતા હોવાથી હાલ પોલીસ ખાતામાં પોલીસ કર્મીઓમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે.

પોલીસ ખાતામાં ઉપરથી અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે નાના કર્મીઓ અને અધિકારી પર યેનકેન પ્રકારે ત્રાસ ગુજારવામાં આવતો હોવાથી ૨૦૧૯માં બે દર્દનાક ઘટના બની હતી. જેમાં ભાવનગરમાં કોન્સ્ટેબલ સુખદેવ શિયાળે પોતાના ત્રણ માસુમ બાળકોની હત્યા કરી નાખતા ચકચાર મચી ગયો હતો. જ્યારે અન્ય એક બનાવમાં કેવડીયા કોલોની ખાતે વડાપ્રધાનના બંદોબસ્ત દરમિયાન ફરજમાં મુકાયેલા પીએસઆઈ નિલેષ ફિણવીયાએ પોતાની સર્વિસ રીવોલ્વરી લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આવી દર્દનાક ઘટનાઓ પાછળ જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે. હાલ પોલીસ વિભાગમાં પોલીસ કર્મીઓના આપઘાત કરવાના બનાવોનું પ્રમાણ વધતા ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

સરકારી રાયફલી ડ્રાઈવરે આપઘાત કર્યો’તો

૧૯૯૬માં ફરજ બજાવતા અને પાલિતાણામાં અધિકારી રહી ચુકેલા એક અધિકારીએ સોશ્યલ મીડિયા મારફતે પોતાની વ્યા વ્યકત કરતા તેઓએ જાહેર કર્યું હતું કે, હું ૯ જાન્યુઆરી ૧૯૯૬ થી ૨૭ જાન્યુઆરી ૧૯૯૮ સુધી પોતે પાલિતાણા એસ.ડી.પી.ઓ સબ ડિવિઝનલ પોલીસ એફિસર હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ દિપસિંહ ગોહિલ તેઓના ડ્રાઈવર તરીકે ફરજમાં હતા તે ખુબ ઉમદા માણસ હતા. ત્યારબાદ અધિકારીની બદલી ભાવનગર હેડ કવાર્ટરમાં થઈ ત્યારપછી ચાર વર્ષ પછી ડ્રાઈવર દિપસિંહ ગોહિલ સરકારી રાયફલી આત્મહત્યા કરી હતી. આ ઘટના પાછળ મુખ્ય કારણ માનીસક ત્રાસ  હતો. ત્રાસ માટે મુખ્યત્વે ઉપરી અધિકારીઓનું મનસ્વીપણુ જવાબદાર હોય છે.

માણસ માણસ પ્રત્યે કેવો અભિગમ રાખવો જોઈએ ?

હાલ પોલીસ વિભાગમાં માણસ માણસ પ્રત્યે કેવો અભિગમ રાખે છે. એની સો કેવી રીતે વર્તે છે એ એના કલ્ચરની સપાટી સમજવાનો માપદંડ છે.બીજાની લાગણીઓની સમજ કેળવવી, બીજાના હક્કોનો આદર કરવો, બીજાની ભુલો પ્રત્યે ઉદાર બનવું એ સભ્ય માણસની ઉત્તમ નિશાની છે. નાનામાં નાના ગરીબમાં ગરીબ માણસની પણ માનવીય ગરિમા હોય છે એ ગરિમાનો સભાનતાપૂર્વક આદર કરવો, એમાં આપણા ઘમંડ કે અસંવેદના વડે છાન મારતા અને જાતિ, ધર્મ, સ્ટેટ્સ, આર્થિક હાલત, ઉચનીચ વગેરેી ઉપર ઉઠી માનવીને માનવી તરીકે જ જોવો તે સર્વોચ્ચ સભ્યતાની નિશાની છે.

પોલીસ કમિશનરની પત્નીના ત્રાસના કારણે કોન્સ્ટેબલે હાઈકોર્ટમાં પીટિશન કરી’તી

ઘણા વર્ષો પહેલા વડોદરામાં પોલીસ કમિશનરની પત્નીના ત્રાસના કારણે એક કોન્સ્ટેબલે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી. આ બાબતે કોન્સ્ટેબલને ન્યાય મેળવવા હાઈકોર્ટમાં જવું પડે તે સ્થિતિ સંવેદનશીલતાનો પુરાવો છે. પોલીસ કમિશનરના પત્નીનો એવો ત્રાસ હતો કે તેમના બંગલે કોઈ કોન્સ્ટેબલ ઓર્ડરલી તરીકે જવા તૈયાર થતા ન હતા ! બે મહિનામાં ૬૦ ઓર્ડરલી બદલાયા હતા ! ઓર્ડરલી એટલે ઉચ્ચ અધિકારીઓના નિવાસ સને કામ માટે ફાળવવામાં આવતા કોન્સ્ટેબલ, કેટલાક ઉચ્ચ અધિકારીએ તો ઓર્ડરલીને જાણે ગુલામ સમજે છે તેમ ત્રાસ ગુજારતા હોય છે.

ઉચ્ચ અધિકારીની પત્નીએ ૧૩ કર્મચારીઓને ગોંધી રાખ્યા

કરાઈ પોલીસ એકેડમી ખાતે સીનીયર પોલીસ અધિકારીના પત્નીએ વાયરલેસ વિભાગના ૧૩ કર્મચારીઓને ૧૪ કલાક સુધી સરકારી બંગલાના ગેરેજમાં ‘ગેરકાયદેસર અવરોધ’ કરી બેસાડી રાખ્યા હતા ? પીવાનું પાણી આપવાની માનવતા પણ ઉચ્ચ અધિકારીના પત્ની ભુલી ગયા હતા.

ઉચ્ચ અધિકારીઓ દ્વારા “પોલીસ મેન્યુઅલની જોગવાઈઓની વિરુધ્ધ કરાતી શિક્ષા

નાના કર્મચારીઓને “સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ તા “પોલીસ મેન્યુઅલની જોગવાઈઓની વિરુધ્ધ જઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ‘ફરજ મોકુફ, સસ્પેન્ડ જેવી શિક્ષા કરવામાં આવે છે. નાઈટમાં સુતેલા મળી આવે કે રોડ ઉપરી દારૂ ભરેલા ટ્રક મળી આવે તો નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. પોલીસ ખાતામાં સૌથી વધુ ફરજ મોકુફીનું પ્રમાણ છે. અન્ય ખાતામાં ખુબ ઓછુ છે. ખાતાકીય તપાસ દરમિયાન નાના કર્મચારીનું શોષણ થાય છે.

શું પોલીસના નાના કર્મચારીઓ જ ગુનેગારો છે ? કેટલાક પોલીસ અધિકારી ૪૦ થી ૫૦ કર્મચારીને સસ્પેન્ડ કરીને જિલ્લામાં ધાક જમાવી છે ? સસ્પેન્ડ પછી ખાતાકીય તપાસ ચલાવવાની કામગીરીનું ભારણ વધી જાય છે. પગલા લેનાર ઉચ્ચ અધિકારીની બદલી થયા પછી ચાર પાંચ વર્ષ સુધી તેનો નિકાલ થતો નથી. ગેરવહીવટનો આ નમુનો છે. શિક્ષા કરવાના નિયમો લાગુ પાડવાનું એક સરખુ ધોરણ નથી. સરખી ગેરવર્તણુક હોય તો પણ એક કોન્સ્ટેબલને ઠપકો મળે છે. બીજાને રૂા.૧ હજારનો દંડ થાય છે, જ્યારે ત્રીજાને એક મુળ પગારનો દંડ થાય છે. આ ઉચ્ચ અધિકારીઓનું મનસ્વીપણું હોવાનો પુરાવો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.