Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી અંતરીપ સૂદ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સા શ્રી, જેતપુર વિભાગ તથા સર્કલ પોલીસ ઈન્સપેક્ટરશ્રી, જેતપુર વિભાગ નાઓના માર્ગદર્શન મિલકત સબંધી ગુન્હાઓ ડિટેક્ટ કરવા આપેલ સુચનાઓ અન્વયે વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સ.ઈન્સ શ્રી આર.ડી.ચૌહાણ સા તથા પોલીસ સ્ટાફના માણસો મિલકત સબંધી ગુન્હાના આરોપીઓને પકડી પાડવા વોચમાં હતા.

વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સ.ઈન્સ શ્રી આર.ડી.ચૌહાણ તથા ASIઆર.એ.કાછડ તથા ASIપી.ડી.રેવર વિગેરે નાઓ વિરપુર નેશનલ હાઈવે સૌભાગ્ય ચોકડી પાસે વાહનચેકીંગ તથા જનરલ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મો.સા રજી. નં GJ 03  BN-૭૨૯૬ નો ચાલક નામે હીતેશ ઉર્ફે હીતો જીવનભાઈ ગોહેલ, ઉ.વ.૩૦, હાલ રહે- ગોંડલ, વોરાકોટડા રોડ, આવાસ યોજના, ક્વા.નં ૬૮૯ વાળા પાસેથી તેના કબ્જામાં રહેલ મો.સા ના પુરાવા કાગળો માંગતા કોઈ વાજબી પુરાવા રજુ નહી કરી શકતા અને મો.સા ચોરીછુપીથી અગર તો છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા ઉપરોક્ત મો.સા ની કિ.રૂ. ૨૦૦૦૦/- ગણી CRPC ૧૦૨ મુજબના કામે કબ્જે કરી મજકુરને આજરોજ ક. ૧૮/૩૦ વાગે CRPC૪૧(૧)(ડી) ના કામે અટક કરેલ છે.આરોપી મજકુરની સઘન પુછપરછ કરતા તેણે ઉપરોક્ત મો.સા આજથી આશરે બે મહિના પહેલા ભાવનગર માર્કેટીંગ યાર્ડ ખાતેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરતા જે અંગે તપાસ કરાવતા મો.સા અંગે ભાવનગરના બોરતળાવ પો.સ્ટેમાં મો.સા ચોરી થયા અંગેની ફરીયાદ રજિસ્ટર્ડ હોય આ બાબતે ભાવનગરના બોરતળાવ પો.સ્ટેમાં જાણ કરવા તજવીજ કરેલ છે. તેમજ મિલકત સબંધેનો ગુન્હો ડિટેક્ટ કરી વિરપુર (જલારામ) પોલીસ સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરેલ છે. સદરહુ કામગીરી વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સ.ઈન્સ શ્રી આર.ડી.ચૌહાણ તથા ASI આર.એ.કાછડ તથા ASIપી.ડી.રેવર વિગેરેનાઓએ ટીમ વર્કથી કરેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.