Abtak Media Google News

અમરેલીનો બાપ બોલું છું !!  રૂ. 10લાખ આપી દે નહિ તો ફાયરીંગ કરાવની ધમકી આપી ખંડણી માંગનાર છત્રપાલ વાળાનું પોલીસે સરધસ કાઢયુ!

અમરેલીમાં પેટ્રોલપંપના માલિક પાસે દસ લાખ રુપિયાની ખંડણી માંગીને અને જો નહિ આપે તો ફાયરીંગ કરવાની ધમકી આપનાર છત્રપાલ ભાઇ વાળા  દ્વારા અમરેલીના ગુરુદત્ત પેટ્રોલપંપના માલિકને ધમકી આપી હતી. પરંતુ સામા પક્ષે હિતેષ આડતિયાએ ડર્યા વગર છત્રપાલ વાળાની પોલીસ ફરિયાદ કરી હતી . જોકે પોલીસની ટીમ દ્વારા છત્રપાલ વાળાને પોલીસે ઝડપી પાડી જાહેરમાં સરધસ  કાઢયું હતુ.

આરોપી છત્રપાલ વાળા ટ્રાંસપોટે ધંધો કરે છે .છત્રપાલ વાળાના ગુનાહીત ઇતિહાસ પર નજર કરીએ તો છેલ્લા દસ વર્ષમાં તેણે અમરેલી જિલ્લાના અમરેલી,રાજુલા,પીપાવાવ તેમજ અમરેલી સીટીમાં જુદી -જુદી કલમો હેઠળ અનેક ગુનાઓ નોંધાયા છે.હાલમાં અમરેલી પોલીસ દ્વારા આરોપીની તપાસ અને પુછપરછ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.