Abtak Media Google News

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ની મહામારી ફેલાયેલ હોય જે અંગે જાહેર જનતાને કોરોના વાયરસ અંગે જાગૃત કરવા તથા કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ ડિપાર્ટમેન્ટની ખુબ જ મહત્વની ફરજ રહેલ છે જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાના પરિવારજનો પહેલા જાહેર જનતાની સુરક્ષા અર્થે પોતાની ફરજ નિષ્ઠાથી બજાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના જન આંદોલન અભિયાન તા.૭-૧૦-૨૦થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવેલું. જેમાં કોરોના મહામારી અટકાવવા અંગે લોકોમાં જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધોવે, સેનેટાઇઝરનો ઉપયોગ કરે અને એકબીજાથી સોશ્યલ ડીસટન્સ જાળવે.

Img 20201015 Wa0040

જે અંતર્ગત આજથી શહેર પોલીસ કમિશ્નરની કચેરી ખાતે  પોલીસ કમિશ્નર  મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર  ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા  ઝોન તથા અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓએ પ્રતિજ્ઞા લઈ જાગૃતિ માટે શપથ લીધા હતા.

Img 20201015 Wa0036

માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળીએ, દરેકથી ઓછામાં ઓછુ ૬ ફૂટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઈ ને સેનેટાઇઝ કરતો રહીશ., મારી તથા મારા સ્વજનો ની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ ઉપચાર પદ્ધતિ અપનાવો અને યોગ-વ્યાયામ ઈત્યાદિની જીવનશૈલી સુધારો. – મારા પરિવાર અને સમાજના વડીલો બાળકો અને બીમાર લોકોને વિશેષ કાળજી રાખશું તેવી પોલીસ કર્મચારીઓએ સંયુક્ત પ્રતિજ્ઞા લીધી હતી.

Img 20201015 Wa0037

નોંધનીય છે કે, હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ની મહામારી ફેલાયેલ હોય જે અંગે જાહેર જનતાને કોરોના વાયરસ અંગે જાગૃત કરવા તથા કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ ડિપાર્ટમેન્ટની ખુબ જ મહત્વની ફરજ રહેલ છે જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાના પરિવારજનો પહેલા જાહેર જનતાની સુરક્ષા અર્થે પોતાની ફરજ નિષ્ઠાથી બજાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.