Abtak Media Google News

સોશિયલ મિડિયાને ક્રેઝ એટલો વધી રહ્યો છે. કે લોકો સવારે ઉઠીને પહેલુ કામ સૌને ગુડ મોર્નિગ વિશ કરવાનું કરે છે. તમને પણ આવી કંઇક આદત હોય તો ચેતજો કારણ કે હાલાવિમ હાલાવી નામના બિલ્ડરને ઇઝરાયલમાં તેનો આકરો અનુભવ થયો છે. હાલવિમે પોતાની કામ કરવાની જગ્યાએ સેલ્ફી ખેંચી અને એરેબિક ભાષામાં ફેસબુક પર ગુડ મોર્નિગ લખ્યુ. ઇઝરાયલમાં પોલીસ આતંકીઓ પર નજર રાખવા સોશિયલ મિડિયાનો ઉપયોગ કરતા હોય છે. એવામાં આ તસ્વીરમાં ભાઇએ અંગ્રેજી પરંતુ એરબિક ભાષામાં લખાયેલું ગુડ મોર્નિગને ‘હિબ્રુ’ ત્યાની સ્થાનીક ભાષામાં ભાષાંતર કરવામાં સોફ્ટવેરે ગડબડ કરી અને ટ્રાન્સલેટ કર્યુ ‘અટેક ધેમ’ તકલીફ તો ત્યારે પડી જ્યારે તેમણે ખેંચેલી સેલ્ફીની પાછળ બુલ ડોઝર હતુ, અને બસ પહોંચી ગઇ પોલીસ તેમના ઘરે અને અરેસ્ટ કરીને લઇ ગઇ પોલીસ સ્ટેશન જો કે હાલાવિમે હાથ જોડીને માફ માંગી પરંતુ પોલીસ માની નહી અંતે ન્યાય મેળવવા તેણે અરેબિક ભાષાના જાણકારને બોલવવા વિનંતી કરી, જાણકારે જણાવ્યું કે આ ભાઇ તો સૌને ગુડ મોર્નિગ વિશ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.