Abtak Media Google News

સેલવાસ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં હિન્દી માઘ્યમ, ઉચ્ચતર માઘ્યમિક વિઘાલયના ચુંટણી પાઠશાળાનું આયોજન કરાયું મતદાન પ્રક્રિયાનું પ્રત્યે જાગૃતિ લાવવા આ કાર્યક્રમમાં વિઘાલય, યશ કંપની, નિર્વાચક સાક્ષરતા કલબનો પણ સહયોગ રહ્યો.

આ અંગે સ્વીપના આસિસ્ટટ નોડલ ઓફીસર બ્રજભૂષણે સ્વાગત પ્રવચનમાં કહ્યું કે સ્વીપ અભિયાનનો મુખ્ય લક્ષ્ય મતદાતા જાગૃતિઅભિયાન અંતર્ગત મતદાનના વૃઘ્ધિ તથા મતદાતા સુચિઓને ત્રુટી રહીત કરવાનું છે. લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે સિસ્ટમેટીક વોટર્સ એજયુકેશન એલ ઇલેકટોરલ પાર્ટીશિપેશન (સ્વીપ) દ્વારા સમયાંતરે લોકોને પ્રેરિત કરવામાં આવે છે.

સહાયક શિક્ષા નિર્દેશન આસિસ્ટેટ નોડલ ઓફીસર પરિતોષ શુકલાએ પોતાના પ્રસ્તાવમા સંબોધનમાં કહ્યું કે, મતદાતાઓના વિવિધ શંકાઓના સમાધાન માટે સ્વીપ દ્વારા સમય સમય પર પ્રશિક્ષણ શિબીરનું આયોજન કરવામાં આવે છે. આ પ્રશિક્ષણમાં વીવપેટ મશીનની જાણકારી આપવા સાથે મતદાતાઓ ના મતદાનની ટકાવારી ને વધારવાનો ઉદ્દેશ્ય છે.

આ અવસર પર નિર્વાચન વિભાગના નોડલ ઓફીસર રાજેન્દ્ર રાઠોડ, ઇવીએમી વીવીપેટ પ્રશિક્ષણના નોડેલ  ઓફીસર વિજય પરમાર તથા એનએસએસ સ્ટેટ ઓફીસર ગૌરાંગ વોરાએ પોતાના સબંધમાં મતદાન પ્રક્રિયા અંગે સમજાવ્યું આ શિબિરમાં પ૦૦ વિઘાર્થી તેમ જ ૧૦૦ શિક્ષકોએ ભાગ લીધો આચાર્ય મુદુલા પટેલે આભાર પ્રવચન કરી કાર્યક્રમનું સમાપન કર્યુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.