Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»Rajkot»જસદણ પેટા ચૂંટણીનું ગુરૂવારે મતદાન: સુરક્ષા માટે ૧૧૦૦ જવાનોનું અભેધ કવચ
Rajkot

જસદણ પેટા ચૂંટણીનું ગુરૂવારે મતદાન: સુરક્ષા માટે ૧૧૦૦ જવાનોનું અભેધ કવચ

By Abtak Media18/12/20183 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

૨૬૨ બુથ પર ૨,૩૨,૧૧૬ મતદારો કરશે મતદાન

આજે સાંજનાપાંચવાગ્યાથી બહારના પ્રચારકો વિસ્તાર છોડી દેશે

કાલે સાંજે ચૂંટણી સ્ટાફ મતદાન મથકોનો કબજો સંભાળી લેશે

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આગામી ગુરૂવારના રોજ મતદાન હાથ ધરવામાં આવનાર છે. મતદાન પ્રક્રિયા સમયે સુરક્ષાને ધ્યાને રાખીને ૧૧૦૦ જવાનોનું અભેદ કવચ રચવામાં આવ્યું છે. ગુરૂવારે બેઠકમાં આવેલા ૨૬૨ બુથ પર ૨,૩૨,૧૧૬ મતદારો મતદાન કરશે. આજે સાંજના ૫ વાગ્યાથી બહારના પ્રચારકો વિસ્તાર છોડી દેશે તેમજ કાલે સાંજે ચૂંટણી સ્ટાફ મતદાન મથકોનો કબજો સંભાળી ચૂંટણીની કામગીરી હાથ ધરશે.

જસદણની પેટા ચૂંટણીમાં મતદારો નિર્ભિક પણે મતદાન કરી શકે અનેકાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન ઘડી કાઢ્યું છે.સમગ્ર મતદાન પ્રક્રીયામાં ૧૧૦૦ પોલીસનું કવચ ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત મતદાનના દિવસે સેક્ટર પોલીસ મોબાઇલ, ઝોનલમેજીસ્ટ્રેટ અને ક્યુઆરટી પણ ગોઠવવામાં આવશે.

સુરક્ષા આયોજનની વિગતો આપતા જિલ્લા પોલીસ વડા બલરામ મિણાએકહ્યું કે, જસદણની પેટા ચૂંટણીમાં પોલીસના ૩૦૬, ગૃહ રક્ષક દળના ૩૧૧ જવાનોને ફરજ બજાવશે. જસદણના ૨૩૨૧૧૬ જેટલા મતદારો મતદાન કરવાના છે. કૂલ૧૫૯ સ્થળે ૨૬૨ બૂથ છે. જે પૈકી ૭૨ સ્થળોના ૧૨૬ બૂથમાં સુરક્ષાની વિશેષ તકેદારી રાખવાની છે. અત્યાર સુધીમાં જસદણ તાલુકામાં ૩ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યારે, ત્રણફ્લાઇંગ સ્ક્વોર્ડ, ત્રણ સ્ટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત છે.

ALSO READ  દિવ્યાંગોએ બનાવેલ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓનો ક્રેઝ વધ્યો

મતદાનના દિવસે એક બિલ્ડિંગમાં એક બૂથ હોય ત્યાં એક પોલીસ અને એક હોમગાર્ડ જવાન, એક બિલ્ડિંગમાં બે બૂથ હોય તો એક પોલીસ અને બે હોમગાર્ડ, એક ઇમારતમાં ત્રણ બૂથ હોય તો એક પોલીસ અને ત્રણ હોમગાર્ડ જવાન ફરજ બજાવશે. એ પ્રકારે જો ચાર કે તેથી વધુ હોય તો બે પોલીસ અને પાંચ હોમગાર્ડને ફરજ સોંપવામાં આવી છે. આવા બૂથમાં અર્ધ લશ્કરી દળની એક હાફ સેકશન પણ તૈનાત કરવામાં આવશે. આ હાફ સેક્શનમાં જે તે અર્ધ લશ્કરી દળના નિયમો મુજબ ૮ કે ૯ જવાનો હોય છે.

કેન્દ્રીય અર્ધ લશ્કરી દળની ૬ કંપની જસદણ ખાતે ફાળવવામાંઆવી છે. આ કંપનીમાં ૫૪૦ જવાનોછે. આ કંપનીનું જસદણમાં આગમન થઇ ચૂક્યું છે. જે જસદણ ઉપરાંત ગામડામાં ફ્લેગ માર્ચ કરી રહી છે. ચૂંટણી પૂર્ણ થાય એ બાદ પાંચ કંપની રવાના થશે અને એક કંપનીને હવાલે સ્ટ્રોન્ગ રૂમ મૂકવામાં આવશે. વિશેષ વાત એ છે કે કેન્દ્રીય અનામત પોલીસ દળની એક મહિલાકંપની પણ આવી છે. એટલે મહિલા જવાનો પણ સુરક્ષામાં જોડાશે.

ALSO READ  રાજકોટ : માધાપર બ્રિજ દશેક દિવસમાં ખુલ્લો મુકાઈ જશે, પણ સર્વિસ રોડ બંધ જ રહેશે!

મતદાનના દિવસે એક સબ ઇન્સ્પેક્ટર સાથે સેક્ટર પોલીસ મોબાઇલસતત તેના વિસ્તારમાં રોન મારતી રહેશે. તેવી જ રીતે ઝોનલ મેજીસ્ટ્રેટની પણ ૨૭ ટીમ બનાવવામાં આવી છે. જ્યારે, ચાર ક્વિક રિસપોન્સ ટીમનું ગઠન કરવામાં આવ્યુંછે. ચૂંટણી વિસ્તારના જસદણ, આટકોટ,વિંછીયા અને ભાડલા પોલીસ સ્ટેશન પ્રમાણે ક્યુઆરટી બનાવવામાં આવશે. સુરક્ષાની કામગીરી મતદાનના આગલા દિવસ એટલે કે તા.૨૧થી શરૂ થઇ જશે.

આ ટીમો ઉપર જિલ્લા પોલીસ વડા ઉપરાંત બે ડીવાયએસપી કક્ષાનાઅધિકારીઓ નિરીક્ષણ કરતા રહેશે. વિશેષ તકેદારી વાળા સ્થળો ઉપર ૬ પોલીસ, ૪ હોમ ગાર્ડ અને અર્ધ લશ્કરી દળના બે હાફ સેક્શન ગોઠવવામાં આવશે. ડિસ્પેચિંગ અનેરિસિવિંગ કેન્દ્ર મોડેલ સ્કૂલ ઉપર પણ સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

જિલ્લા પોલીસ વડા મિણાએ સુરક્ષાની વિગતો આપવાની સાથે જસદણ વિસ્તારના મતદારોને નિર્ભિક પણે મતદાન કરવા પણ અપીલ કરી છે.

આ ઉપરાંત જસદણ વિધાનસભા બેઠક વિસ્તારમાં પ્રચાર-પ્રસાર માટે બહારથી આવેલા પ્રચારકોએ આજે સાંજ પછી વિસ્તાર છોડી દેવાની સુચના આપવામાં આવી છે.

ALSO READ  રાજકોટ : શેરબજારમાં રોકાણ કરાવી પિતરાઈ ભાઈઓએ સાત વેપારી સાથે રૂ.69.50 લાખની છેતરપિંડી કરી

જસદણ વિધાનસભા બેઠકની તા. ૨૦ના રોજ ચૂંટણી યોજાનાર છે. આથી મતદાનના ૪૮ કલાક પહેલા ૭૨- જસદણ વિધાનસભા મતદાર વિભાગનાબહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારઓ, ચૂંટણી પ્રચારકો કે જેઓ બીજા મતદાર વિભાગમાંથી આવેલ હોઇ તેઓએ ચૂંટણીના પ્રચારના અંત પછી એટલે કે આજે સાંજના ૫-૦૦ કલાક પછીથી તાત્કાલીક ધોરણે ૭૨- જસદણ વિધાનસભા મતદારવિભાગનો સમગ્ર વિસ્તાર છોડી દેવાનો રહેશે. ઉપરાંત વિવિધ હોટલો,રેસ્ટોરેન્ટો, સભાખંડો, ગેસ્ટહાઉસ,અતિથીગૃહ, વીશી અને ધર્મશાળાઓમાં ચૂંટણી પ્રચારઅર્થે બહારથી આવેલ કોઇ લોકો મતદાર વિભાગમાં રોકાય નહીં શકે તેમ ૭૨- જસદણ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત જસદણની યાદીમાં જણાવાયુ છે.

ELECTION jasdan
Share. Facebook Twitter WhatsApp
Previous Articleફેસબુક ઉપર છેતરામણી કરતા ૨ નાઈજીરિયન સહિત ૧ ભારતીય મહિલા ઝડપાઈ
Next Article 5Gની વાતો વચ્ચે ચીની ‘હવાઈ’ની ભારતમાં એન્ટ્રી!
Abtak Media
  • Website

Related Posts

બેન્ક ડિફોલ્ટરોની 73 કરોડની મિલકતોનો કબજો બેન્કોને સોંપતા મામલતદારો

21/09/2023

રૈયાગામના નશો કરેલા યુવકને પોલીસ પકડે તે પહેલાં કર્યો આપઘાત

21/09/2023

સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં પાંચ યુવાનના હાર્ટ એટેકથી મોત

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

22/09/2023

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

22/09/2023

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

22/09/2023

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

22/09/2023

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

22/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.