Abtak Media Google News

આપણો ભારત દેશ દિવસેને દિવસે વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે. આપણા દેશએ ઘણું જોયું છે. ગરીબી, યુધ્ધ અન્ય દેશોના શાસન, અત્યાચારો, દેશએ ઘણું ગુમાવ્યું છે અને ઘણું મેળવ્યું છે. નવી ટેકનોલોજી આધુનિક સાધનો, યુધ્ધ માટેના આધુનિક સાધો, મેડિકલ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે બધા જ ક્ષેત્રે આજે ભારત દેશ અન્ય દેશો સાથે કદમ મીલાવી રહ્યું છે ત્યારે બીજી બાજુ પ્રદૂષણની દ્રષ્ટિએ પણ એટલું જ આગળ વધતું જાય છે. આજે પ્રદૂષણની દ્રષ્ટિએ પણ એટલું જ આગળ વધતું જાય છે. આજે પ્રદૂષણની દ્રષ્ટિએ ભારત દેશ ત્રીજો ક્રમ ધરાવે છે.

ગ્રીનપીસે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતનાં ૪.૭૦ કરોડ બાળકો એવા એરિયામાં રહે છે જ્યાં હવામાં PM 10સ્તર જે હોવું જોઇએ એનાં કરતાં વધારે છે. હવામાનનું પ્રદૂષણ જ્યારે આ સ્તર સુધી પહોંચે ત્યારે ઝેરી અસર થાય છે. તેમજ ચામડીના રોગો વકરે છે. આ સાથે એલર્જી, અસ્થમાં  અને આંખમાં ચેપ લાગવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવાં રાજ્યોમાંથી આ સ્તર નોંધાયું હતું જેને કારણે બાળકોને માઠી અસર થઇ હતી. કુલ ૪.૭૦ કરોડની સંખ્યામાંથી ૧.૭૦ કરોડ બાળકો છે જે એવા એરિયામાં વસવાટ કરે છે જ્યાં પ્રદૂષણનું સ્તર PM 10  થી વધારે છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવાં રાજ્યમાં આશરે ૧.૨૯ કરોડ બાળકોની ઉંમર પાંચ વર્ષથી નીચે છે. PM 2.5ની માત્રા ૬૦ અને PM 10 ની માત્રા ૧૦૦ આ સ્તરને સુરક્ષિત માનવામાં આવે છે. પ્રદૂષણને લઇને નાનાં-મોટાં ૨૮૦ શહેરોનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત જો પ્રદૂષણ આ સ્તરથી વધે તો તેને અનહદ પ્રદૂષણની કેટેગરીમાં માનવામાં આવે છે. ભારતની કુલ વસ્તીમાં માત્ર ૧૬ ટકા લોકોને વાતાવરણની ગુણવત્તાના સાચા આંકડાનો ખ્યાલ છે. વાયુનાં પ્રદૂષણને લઇને આપણે કેટલા સજાગ છીએ તેમજ અસંવેદનશીલ છીએ એનું ચિત્ર આ પરથી સ્પષ્ટ થયું છે. વાયુનાં પ્રદૂષણ જેવાં રાષ્ટ્રવ્પાપી સંકટને લઇને લોકો કેટલાં સભાન છે એનો ખ્યાલ આવી ગયો છે.

PM 10 સ્તરના આધારે રેન્કિંગ પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૬માં દિલ્હી સૌથી પ્રદૂષિત નોંધાયું છે જ્યારે ફરીદાબાદ બીજા નંબરે ત્યારબાદ ભીવાડી, પટના જેવાં શહેરનો સમાવેશ થાય છે. આ તમામ શહેરો વચ્ચે ચોંકાવનારી વાત એ છે કે, દેહરાદૂન પણ આ યાદીમાં ટોપ ટેનમાં છે, જ્યાં PM 10 238માઇક્રોગ્રામ/ઘનમીટર રહ્યું હતું. વર્ષ ૨૦૧૬ની  યાદીમાં ૨૮૦ શહેરોમાંથી ૨૦ શહેરોનું PM 10સ્તર ૨૯૦ થી ૧૯૫ માઇક્રોગ્રામ/ઘનમીટર રહ્યું હતું. વાયુની ગુણવત્તાના માપદંડને પૂર્ણ કરવા માટે દેશનું એક પણ શહેર સક્ષમ નથી, જ્યારે દેશનાં ૮૦ ટકા શહેરો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા વાયુની ગુણવત્તાના માપદંડને પૂર્ણ કરવા માટે યોગ્ય નથી.

આપણે સૌએ આ માટે જાગૃત થવાની અને એ દિશામાં કંઇક કદમ ઉઠાવવાની જરુર છે નહીંતર આપણી આવનાર પેઢીને કદાચ ૨૪ કલાક ઓક્સિજન માસ્ક પહેરીને જીવવાનો વખત આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.