Abtak Media Google News

ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા અનેકવિધ નવી યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે ત્યારે ૨૦૨૧માં થનારી વસ્તી ગણતરીમાં આ વખતે આધારકાર્ડ, મોબાઈલ નંબર, પાન નંબર, ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈલેકશન કાર્ડની ડિટેઈલ સાથો સાથ પાસપોર્ટને પણ આવરી લેવામાં આવશે. ૨૦૨૧માં થનારી વસ્તી ગણતરીમાં લોકલ એરીયામાં વસ્તા ૬ માસથી વધુનો વસવાટ કરતા રહેવાસીઓનો પણ સમાવેશ કરવામાં આવશે.

નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (એનપીઆર)નો મુખ્ય હેતુ એ છે કે, પ્રત્યેક વ્યકિતનો તમામ ડેટા એક જ રજીસ્ટરમાં સ્ટોર રહે જે સર્વપ્રથમ ૨૦૧૧માં લાગુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ૨૦૧૫માં અપડેટ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. જેમાં મોબાઈલ નંબર અને રેશનકાર્ડની વિગતોને આવરી લેવામાં આવી હતી. સૌપ્રથમ વખત નેશનલ પોપલ્યુલેશન રજીસ્ટરમાં પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, ઈલેકશન કાર્ડ, પાસપોર્ટની વિગતોને આવરી લેવામાં આવશે.  નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર ખાતે જે ડોકયુમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં લોકો માટે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધેલો છે કે આધારકાર્ડનો નંબર જે-તે કાર્ડધારક સ્વૈચ્છિક રીતે તેનો ઉપયોગ કરી શકે છે એટલે એનપીઆરમાં આધારકાર્ડ નંબરને ફરજીયાત નહીં કરવામાં આવે પરંતુ તેની સાથે લોકોએ ઈલેકશન કાર્ડ, પાસપોર્ટની વિગતો આપશે જે પ્રાઈવસીનો મુદ્દો ઉછળશે નહીં. એનપીઆરનો ડેટા સરકાર તેની વેબસાઈટમાં પબ્લીક ડોમેઈન ઉપર મુકશે કે જે પાસવર્ડથી સુરક્ષિત કરાશે. આ ડેટાનાં માધ્યમથી સરકાર તેની વિકાસલક્ષી યોજનાને લાભ આપવા માટે લાભાર્થીઓને પણ આકર્ષિત કરી શકશે. એનપીઆરમાં તમામ ડેટા હોવાથી જે સમય વ્યથ થતો હતો તે પણ નહીં થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.