બ્લેક વીવીઆઇપી લક્ઝરીયસ કારમાં ગરીબ બાળકોએ  રેસકોર્સ રોડ પર ચક્કર લગાવ્યું

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના જન્મદિને પાર્ટી પ્લોટમાં ભોજન કરાવી વીઆઈપી સગવડો આપી

લોકલાડીલા અને કર્તવ્ય નિષ્ઠ ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલના જન્મદિવસે ધીરુભાઈ સોરઠીયા દ્રારા સેવાકીય આયોજન કરાયું છે. કહેવાય છે જે લોકોને સેવા કરવી હોય  તેઓ સેવા કરવાનો મોકો  શોધી જ લેતા હોય છે. મવડીના અગ્રણી ઉદ્યોગપતિ ધીરુભાઈ સોરઠીયાએ  ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સેવામય આયોજન કર્યું છે.આજે બપોરે  મવડી ગામથી 22 લક્ઝરીયસ કાળી ગાડીઓ નીકળશે અને એ ગાડીઓની અંદર કોઠારીયા  વિસ્તારના બાળકોને બેસાડી અને રાજકોટના રેસકોર્સ રોડના વિસ્તાર પર એમને પરિભ્રમણ  કરી લઇ જવામા મુસાફરી કરાવવા માં આવશે.આમ તો કાળી ગાડીના કાફલા અને વીઆઈપી કાફલાઓ સાથે આવી ગાડી ઓ મા બેસવું આ બાળકોનું એક સ્વપ્ન હોય છે ત્યારે આ સ્વપ્નને સાકાર કરવા માટે રાજકોટના મવડી વિસ્તારના આ ધીરુભાઈ સોરઠીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

Probe launched after BJP MLA in Rajkot accuses top police officer of corruption | Cities News,The Indian Express

સેવાના સારથી  દીપાબેન વઘાસીયાના નિર્દેશન અનુસાર લક્ષ્મીનગર, લોહા વિસ્તાર અને કોઠારીયા વિસ્તારના ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને સાડા ત્રણ વાગ્યે મવડી થી પ્રસ્થાન થયેલી ગાડીઓ ચાર વાગે રણુજા મંદિર ખાતેથી એમને પીકઅપ કરશે ત્યાંથી લક્ઝરીયસ વીવીઆઈપી ગાડીઓ નો  કાફલો રેસકોર્સ વિસ્તારમાં પરિભ્રમણ કરી યાજ્ઞિક રોડ થઈ અને મવડી તરફ પ્રસ્થાન કરી અને વગળ ચોકડીએ શગુન પાર્ટી પ્લોટ ખાતે વિરામ લેશે, ત્યાં લોકલાડીલા ને સેવા ના સારથી  સમાં ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ આ સ્લમ વિસ્તારના બાળકો સાથે કેક કટિંગ કરી બાળકોને ભોજન અપાવશે તમામ બાળકો ને એક સુંદર ભેટ પણ આપવામાં આવશે અને એમના જન્મદિનની ઉજવણી આ વિશિષ્ઠ સેવાયજ્ઞથી કરાશે, આ સમગ્ર કાર્યક્રમ ખોડલધામ એંકર હાર્દિકભાઈ સોરઠીયા, રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ અને યુવા આગેવાન કિશનભાઇ ટીલવા , અગ્રણી ઉદ્યોગપતિ વિશાલ સોરઠીયા, મારૂતિં નંદન ચેરીટેબલ મંદિર ના પ્રમુખ રાજુભાઈ સોરઠીયા, હરસોડા પરિવાર ના પ્રમુખ જયેશભાઈ હરસોડા , વોર્ડ 11 ના યુવા મોરચા પ્રમુખ અંકિત સોરઠીયા, અક્ષય સોરઠીયાના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યો છે.