Abtak Media Google News

આવતીકાલથી ૩૦ ઓગષ્ટ સુધી યાત્રાનું વિતરણ: ભાવિકોને લાભ લેવા અનુરોધ

પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે શહેરમાં વસતા નિરાધાર, નિ:સહાય, નિ:સંતાન, ગંગાસ્વ‚પ માતાઓના પિતૃઓના મોષાર્થે નિ:શુલ્ક ૧૦૮ પોથી ભાગવત સપ્તાહનું આયોજન ૭ થી ર૦ ફેબ્રુઆરી ૨૦૧૮માં જગન્નાથપુરી (ઓરીસ્સા) ખાતે તથા ૬ થી ૧૯ માર્ચે રામેશ્ર્વર જયોતિલીંગ (તામીલનાડુ) ના સાનિઘ્યમાં કરવામાં આવેલ છે. આ યાત્રા માટેના ફોર્મનું વિતરણ આવતીકાલથી શરુ કરવામાં આવશે.

આ ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન રાજકોટ નિવાસી સ્વ. ક્રિના અતુલભાઇ કારીયા છે. તથા સપ્તાહના વ્યાસસ્થાને શાસ્ત્રી રમેશભાઇ એમ.જોશી રસપાન કરાવશે. આ ભાગવત સપ્તાહનું આયોજન જગન્નાપુરીમાં પુ‚ષોતમ વાટીકા, ચક્રતીર્થ રોડ પર તથા રામેશ્ર્વરમાં ગુજરાતી સમાજમાં કરવામાં આવેલ છે. આ યાત્રીમાં સામેલ થનાર ગંગાસ્વ‚પ માતાઓને રાજકોટ રેલવે સ્ટેશનથી રેલ્વે સ્લીપર કલાસમાં લઇ જવામાં આવશે. આ યાત્રામાં દરરોજ સવારે નાસ્તો તથા બપોરે તથા રાત્રે શાકાહારી ભોજન આપવામાં આવશે.

આ યાત્રાનું ફોર્મ વિતરણ આવતીકાલથી ૩૦ ઓગષ્ટ સુધી સવારે ૧૦ થી ૧ર તથા સાંજે પ થી ૮ કલાકે સંસ્થાના કાર્યાલય પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રગટ હનુમાનજી મંદીર લક્ષ્મીવાડી શેરી નં. ૯/અ મિલપરા મેઇન રોડનો ‚બ‚ સંપર્ક કરવા અથવા વધુ માહીતી માટે સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ એસ.ભટ્ટનો સંપર્ક કરવો. તેમજ આ સેવા કાર્યને સફળ બનાવવા સંસ્થાના કશ્યપભાઇ ભટ્ટ, દેવાંગભાઇ ભટ્ટ, ચિંતન રાચ્છ, પાર્થભાઇ દવે, નરેન્દ્રભાઇ ડોડીયા, કિશનભાઇ સુચક, ગુલાબભાઇ સાબરીયા, પંજકભાઇ વ્યાસ, બકુલભાઇ સરવૈયા, દેવશીભાઇ વાડોલીયા, પરસોતમભાઇ વસાણી વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહીતી માટે જગદીશભાઇનો મો.નં. ૯૯૨૫૦ ૧૭૮૮૮ નો સંપર્ક કરવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.