પોરબંદર કોવિડ હોસ્પિટલ ઓકિસજન ટેન્કથી સન્નજ થશે, સાન્દીપનિ આશ્રમ દ્વારા ઓકિસજન ટેન્કની સહાય

0
58

9,999 લીટરની કેપેસીટીવાળી ટેન્ક આવી જતા દદીઓને થશે રાહત

પોરબંદર જિલ્લો મોટા પ્રમાણમાં કોરોનાથી પ્રભાવિત થયો છે અને વધતી જતી દદર્ીઓની સંખ્યાના પરિણામે ઓકિસજનની અછત પણ સજર્ાઈ રહી છે. ત્યારે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સરકારી કોવિડ હોસ્પિટલમાં ઓકિસજન ટેન્ક ઉભી કરવામાં આવશે.પોરબંદર જિલ્લામાં વધતું જતું કોરોનાનું સંક્રમણ લાલબતીરૂપ બની રહ્યું છે.

સરકારી કોવિડ હોસ્પિટલમાં અનેક વખત ઓકિસજનની અછત સજાઈ રહી છે અને તેના પરિણામે અનેક દદીઓ મોતને ભેટતા હોવાનું પણ સામે આવે છે. ત્યારે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ઓકિસજનની પૂરતી વ્યવસ્થા થઈ શકે તે માટે સાન્દીપનિ આશ્રમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આશ્રમ દ્વારા વીસ હજાર લીટરની ઓકિસજન ટેન્ક સરકારી કોવિડ હોસ્પિટલમાં આપવામાં આવશે. તા. 8 મે ના રોજ આ ટેન્ક પોરબંદર પહોંચી જશે તેવું જાણવા મળે છે.

આ ટેન્ક આવી ગયા બાદ ર00 જેટલા બેડમાં પાઈપલાઈન મારફત દદર્ીઓના બેડ સુધી ઓકિસજન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સંત શ્રી રમેશભાઈ ઓઝાના માર્ગદર્શનમાં સાન્દીપનિના ડોકટરો તમામ વ્યવસ્થા કરશે, તો હ્રાુમીડીટી ફાયર એન્ડ ફલો મીટરની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને જો લોકડાઉન જેવી પરિસ્થિતિ ઉભી થાય તો જરૂરીયાતમંદ પરિવારોને આશ્રમ દ્વારા કીટનું વિતરણ પણ કરવામાં આવશે. સાન્દીપનિ આશ્રમ દ્વારા રૂપીયા 1 કરોડ સુધીની સહાય કોવિડ મહામારીમાં કરવામાં આવશે.કોરોનાની આ બીજી લહેર ખૂબ ઘાતક બની રહી છે અને પોરબંદર સહિતના રાજ્યના દરેક જિલ્લામાં દદીઓના મોતની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે પોરબંદરમાં આવનારા દિવસોમાં આ ઓકિસજન ટેન્ક આશિવર્ાદરૂપ બની રહેશે.

કોરોનાથી ન ડરવા ભાઇશ્રી

પૂ. રમેશભાઇ ઓઝાની લોકોને અપીલ

હાલ કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. લોકો આ મહામારીમાં મોટી સંખ્યામાં મોતને ભેટી રહ્યા છે સંક્રમિત થયેલા લોકો મનમાં કોરોનાનો ડર રાખી મુંઝાઇ રહ્યા છે અને ગુંગળામણ અનુભવી રહ્યા છે. ખરેખર મનમાંથી કોરોનાનો ડર દૂર થાય તો ઘણી રાહત થાય ત્યારે ખ્યાતનામ કથાકાર પૂ. રમેશભાઇ એઝાએ લોકોને કોરોનાથી ન ડરવા અપીલ કરી છે. કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ખાસ કોરોનાની ગાઇડલાઇનનું પાલન પણ કરવા અનુરોધ કયો છે. વધુમાં જણાવે છે કે પૂ. ભાઇશ્રી લોકોને વિનંતી કરતા જણાવે છે કે મનમાં કોરોનાનો ભય બિલકુલ ન રાખવો, અને માસ્ક પહેરવામાં કંટાળો પણ ન લાવવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here